Thin hair care tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જેમ શરીરને સ્વાસ્થ્ય રાખવા માટે તેની કાળજી લેવી જરૂરી છે તેજ રીતે ત્વચા અને વાળને સ્વસ્થ રાખવા માટે વધારાની કાળજી લેવી પણ એટલી જ જરૂરી છે. જો કે ઘણી વખત આપણે વાળને સ્ટાઈલ કરવાના ચક્કરમાં અથવા અજાણતામાં કોઈ વાળ માટે કહેવાયેલી માન્યતા પર આધાર રાખીને આપણા પોતાના વાળને નુકસાન પહોંચાડીએ છીએ.

જો કે દરેક સ્ત્રીએ તેના વાળની ​​કાળજી લેવી જ જોઈએ પરંતુ જે લોકોને પાતળા વાળ છે તેમને વધારાની કાળજીની જરૂર છે. જોકે અપવાદ એ છે કે જાડા વાળ ધરાવતી સ્ત્રીઓ કરતા પાતળા વાળ ધરાવતી સ્ત્રીઓ તેમના વાળને સૌથી વધારે નુકસાન પહોંચાડે છે.

વાસ્તવમાં જ્યારે તમારા વાળ પાતળા હોય છે ત્યારે તમે તેને વધારે જાડા દેખાવા માંગો છો. જેના માટે મહિલાઓ અનેક પ્રકારની હેરસ્ટાઈલ કરે છે, પ્રોડક્ટ્સ અને હેરસ્ટાઈલીંગ મશીનનો ઉપયોગ કરે છે. આના કારણે તે થોડા સમય માટે વાળ સારા લાગે છે પરંતુ કેમિકલ અને ગરમીના કારણે વાળને ઘણું નુકસાન થાય છે અને તે ખરવા લાગે છે.

જો કે ઉપર જણાવવામાં આવેલી ફક્ત આ હેરકેર ભૂલો પાતળા વાળને નુકસાન કરતી નથી. આ સિવાય પણ કેટલીક એવી ભૂલો છે જે તમારા વાળ પર ભારે પડી જાય છે. તો ચાલો જાણીએ કેટલીક ભૂલો વિશે જે પાતળા વાળ માટે બિલકુલ સારી નથી માનવામાં આવતી.

જરૂરિયાત કરતા વધારે હેર પ્રોડક્ટ : વાળને સ્ટાઇલ માટે હેર પ્રોડક્ટ્સનો ઉપયોગ જરૂરી છે, પરંતુ તમે કેટલા પ્રમાણમાં હેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો છો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણી વખત આપણે હેર પ્રોડક્ટ્સ અને હીટ સ્ટાઈલિંગ પ્રોડક્ટ્સનો વધારે પડતો ઉપયોગ કરીએ છીએ જેના કારણે વાળને ઘણું નુકસાન થાય છે જેના વિષે આપણે જાણતા પણ નથી હોતા.

તેમાં રહેલા કેમિકલ્સ અને ગરમી વાળને વધારે શુષ્ક બનાવે છે અને વાળ ખરવાની સમસ્યા પણ શરૂ થઇ જાય છે. તેથી આ બધી વસ્તુઓનો ઉપયોગ જ્યારે તમારે જરૂર હોય ત્યારે જ કરો. આ સિવાય, પાતળા વાળ માટે હીટ પ્રોડક્ટ્સ વગેરેનો ઉપયોગ કરતા પહેલા હેર પ્રોટેક્ટ સીરમનો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં.

ભીના વાળમાં કાંસકો ફેરવવો : ઘણી વખત મહિલાઓ બહાર જવાની ઉતાવળમાં સવારે માથું ધોઈ લે છે અને ભીના વાળમાં જ કાંસકો કરે છે. જો તમે પણ આવું કરતા હોય તો તમે જ તમારા વાળને નબળા બનાવી રહ્યા છો. માથું ધોયા પછી વાળના છિદ્રો ખુલી જાય છે અને મૂળ ખૂબ જ નબળા થઈ જાય છે અને જો તરત જ વાળમાં કાંસકો કરવામાં આવે તો વાળ ખરવાની સમસ્યા શરૂ થઈ જાય છે.

આ તમારી એક ભૂલ તમારા વાળના સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડી શકે છે. તેથી ભીના વાળને પહેલા કુદરતી રીતે હવામાં સુકાવા દો. તે પછી આંગળીઓની મદદથી તેમાં રહેલી ગૂંચને દૂર કરો અને છેલ્લે એક મોટા દાંતાવાળા કાંસકો લઈને વાળને સેટ કરો.

વાળ ના કપાવવા : ભલે તમને લાંબા વાળ રાખવા ગમતા હોય પણ તેને સમયાંતરે વાળને ટ્રિમ કરવા જરૂરી છે. તેનાથી તમારા વાળ હેલ્ધી રહે છે અને તમે બેમુખવાળા વાળની ​​સમસ્યાથી છુટકારો મેળવો છો. જો તમે તમારા વાળને કટ નથી કરાવતા તો તેનાથી તમારા વાળ વધારે પાતળા દેખાશે અને વાળના છેડા પર શુષ્કતા જોવા મળશે.

વાળ વધારે ટાઈટ બાંધવા : કેટલીક સ્ત્રીઓને ટાઈટ વાળ બાંધવા વધારે ગમે છે. આ સ્ટાઈલ સારી લાગી શકે છે પરંતુ જો તમારા વાળ પાતળા હોય તો તમારે વાળને વધુ ટાઈટ બાંધવાનું બંદ કરવું જોઈએ. વધારે ટાઈટ બાંધવાથી તમારા વાળ પર સ્ટ્રેસ વધી જાય છે અને તેના કારણે વાળ તૂટવાની સમસ્યા થવા લાગે છે.

જો તમારે પણ ખુબ જ પાતળા વાળ છે તો ઉપર જણાવેલ બાબતોને યાદ રાખવી જોઈએ. આ ભૂલો અજાણતામાં જ થાય છે તેની પણ નોંધ લેવી જોઈએ. જો તમને આ જાણકરી ગમી હોય તો, આવી જ બીજી જીવનઉપયોગી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા