This masala keeps the body warm in winter
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

હજુ ઠંડીની શરૂઆત બરાબર થઈ નથી, પરંતુ સાંજ પડતાં જ ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. શિયાળો શરૂ થતાં જ આપણે આપણા જીવનમાં ફેરફાર કરીએ છીએ જે આપણા શરીરને ગરમ રાખે છે. આપણામાંથી ઘણા લોકો ઠંડા પાણીને બદલે હૂંફાળું પાણી પીવા લાગે છે.

આ એટલા માટે છે કારણ કે શિયાળામાં તમને હંમેશા ગરમ રાખવા માટે કંઈક ગરમ ખાવા અને પીવાની જરૂર લાગે છે. હવે તમે આખો સમય ધાબળામાં લપેટીને રહી શકતા નથી, તેથી તમે માત્ર ખાવા-પીવાથી જ તમારા શરીરને ગરમ રાખી શકો છો.

શું તમે જાણો છો કે આપણા રસોડામાં આવા કેટલા મસાલા હોય છે, જેની તાસીર ગરમ છે. જો આપણે આપણા આહારમાં આવા મસાલાનો સમાવેશ કરીએ તો શિયાળામાં પણ આપણને શરીરમાં ગરમીનો અહેસાસ થશે.

આ મસાલા આપણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે અને રક્ત પરિભ્રમણને સુધારવામાં પણ મદદ કરે છે, જેના કારણે આપણું શરીર હંમેશા ગરમ રહે છે. આજે આ લેખમાં તમને આ મસાલાઓ વિશે જણાવીશું અને એ પણ જણાવીશું કે તમારા શરીરને કેવી રીતે હૂંફ આપે છે.

તજ : આ એક આખો મસાલો છે જેની તાસીર ગરમી હોય છે અને તેથી શિયાળા દરમિયાન તેનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. તમે તેને તમારા આહારમાં ચા, પાણી, સૂપ અને બીજી રસોઈમાં પણ સરળતાથી સામેલ કરી શકો છો.

તજ શરીરને ઘણા ફાયદા આપે છે કારણ કે તે કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં, સંધિવાને રોકવામાં અને ઉધરસ અને શરદી સામે લડવામાં ખુબ મદદ કરે છે. જ્યારે તે શિયાળામાં તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી હોય ત્યારે તેને વધારવામાં પણ મદદ કરે છે.

કાળા મરી : આ પણ એક ગરમ તાસીરનો મસાલો છે. તેના વધારે ફાયદા મેળવવા માટે કાળા મરીનો ભૂકો કરીને તેનું સેવન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો તમારી છાતીમાં કફ રહેતો હોય અને શરદી પણ હોય તો તે સમસ્યાને દૂર કરવામાં કાળા મરી અસરકારક છે.

મધ સાથે કાળા મરીનું સેવન આપણા ભારતીયો માટે ઘરેલું ઉપચાર છે જે ઉધરસને દૂર કરવામાં પણ મદદ કરે છે. તમે કાળાંમરીનું સેવન સૂપ, ચા અને રસોઈમાં કોઈ વાનગી બનાવવા માટે ઉપયોગ કરી શકો છો.

તુલસી : તુલસીની પૂજા દરેક ઘરમાં કરવામાં આવે છે. શું તમે જાણો છો કે તુલસીની તાસીર ગરમ હોય છે અને તેથી શિયાળામાં તેનું ખૂબ સેવન કરવામાં આવે છે. દિવસમાં 4-5 તુલસીના પાન ખાવા પર્યાપ્ત છે અને તે સૌથી સારું રોગપ્રતિકારક શક્તિ વધારનાર પણ સાબિત થાય છે.

તુલસીમાં હાજર કૈમફિન, સિનેઓલ અને યુજેનોલ શરદી અને છાતીમાં કન્જેક્શન ઘટાડવામાં મદદ કરે છે. તુલસીના પાનનો રસ મધ અને આદુ સાથે મેળવીને પીવાથી અસ્થમા, ઈન્ફલ્યુએન્ઝા, ઉધરસ અને શરદીમાં ફાયદો થાય છે.

આદુ : શરીરને ગરમ રાખવા માટે આદુ પણ આને પુષ્કળ પ્રમાણમાં સેવન કરીએ છીએ. જો શિયાળામાં આદુની ચા મળે તો શરદી અને ઉધારસમાં રાહત મળે છે. આવું એટલા માટે થાય છે કારણ કે આદુની તાસીર ગરમ હોય છે અને તે તમારા શરીરને હૂંફ આપે છે.

ઠંડીમાં, તમે આદુ, તુલસીના પાન, ફુદીનાના પાન સાથે પાણી ઉકાળી શકો છો અને પછી એક ચમચી મધ ઉમેરીને તેનું સેવન કરશો તો તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. તેની સાથે પાચનતંત્ર સુધરે છે અને શરદી અને ફ્લૂ પણ મટે છે.

આ સિવાય તમારા રસોડામાં એવા ઘણા મસાલા હોય છે જે તમારા શરીરને ગરમ રાખવામાં તમને મદદ કરે છે. આ વસ્તુઓનું સેવન તમે અલગ અલગ રીતે કરી શકો છો. અમને આશા છે કે તમને આ માહિતી ગમશે અને આવી જ વધુ જાણકારી મેળવવા રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા