thyroid home remedies in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

મોટાભાગની મહિલાઓ પોતાની જે પણ સમસ્યા હોય તેમને દબાવીને રાખે છે, ન તો કોઈને કહે છે અને ન તો ડૉક્ટર પાસે જઈને તેની તપાસ કરાવે છે. આમ કરવાથી પાછળથી શરીરની નાની નાની બીમારીઓ એક મોટું ભયંકર સ્વરૂપ ધારણ કરે છે.

ઘણી વખત સ્ત્રીઓને સ્થૂળતા, સ્ટ્રેસ, ડિપ્રેશન, કોલેસ્ટ્રોલ જેવી સમસ્યાઓ હોય છે પરંતુ સ્ત્રીઓ જાણતી નથી હોતી કે આ સમસ્યાઓ માટે જવાબદાર બીજું કઈ નહીં પણ થાઈરોઈડ જ છે. થાઈરોઈડ આવી જ એક સમસ્યા છે જેને મહિલાઓ ઘણીવાર અવગણી દે છે.

જી હા, સ્ત્રીઓને તેમના શારીરિક દેખાવ અને હોર્મોનલ કારણોને લીધે થાઈરોઈડની સમસ્યા વધારે થાય છે. એટલે કે થાઈરોઈડ પુરૂષ કરતાં સ્ત્રીને વધુ થાય છે. થાઈરોઈડને સાયલન્ટ કિલર માનવામાં આવે છે, કારણ કે તેના લક્ષણો ધીમે ધીમે તમારી સામે આવે છે અને જ્યાં સુધી તમને આ બીમારીથી જાણ થાય ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે.

આજના સમયે થાઈરોઈડ એક ગંભીર સમસ્યા બની ગઈ છે. થાઇરોઇડ એ બટરફ્લાય આકારની ગ્રંથિ છે જે શરીરની મુખ્ય અંતઃસ્ત્રાવી ગ્રંથિની ગરદનમાં સ્થિત હોય છે. આમાં થાઇરોઇડ હોર્મોન નીકળે છે જે આપણા મેટાબોલિક રેટને નિયંત્રિત કરે છે. આ હોર્મોન્સ મેટાબોલિઝમ જાળવવા માટે ખૂબ જ જરૂરી હોય છે.

થાઈરોઈડની ઘણી સમસ્યાઓ થાય છે. ક્યારેક અચાનક વજન વધી જાય છે તો ક્યારેક અચાનક ઘટી જાય છે અને ક્યારેક વાળ ખરવા લાગે છે. તે ઇમ્યુનીટી સિસ્ટમમાં ગડબડીના કારણે તેની શરૂઆત થાય છે, જેના કારણે નાની બીમારીથી લઈને મોટી બીમારી થવા લાગે છે.

જો તમે પણ આ સમસ્યાથી પરેશાન થઇ રહયા છો તો આજે અમે તમને એક એવી જ ટિપ્સ વિશે જણાવી રહ્યા છીએ જેને તમે કોઈપણ સંકોચ વગર ઘરે સરળતાથી કરી શકો છો, કારણ કે આ ટિપ્સમાં માત્ર ડુંગળીને ઘસીને થાઈરોઈડને કંટ્રોલ કરી શકાય છે.

પરંતુ આ ટીપ્સને અનુસરવાનો અર્થ એ નથી કે તમે તમારી દવા લેવાનું રૂટિન બંધ કરવું જોઈએ. આપણે બધા ડુંગળીના ગુણો વિશે જાણીએ છીએ, જેમ કે તેમાં એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-ફંગલ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને કેન્સર સામે લડવાના ગુણો જોવા મળે છે.

આ સિવાય તેમાં વિટામિન અને મિનરલ્સ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે જે આપણા શરીરને પોષણ આપે છે અને બીમારીઓથી બચાવે છે. પરંતુ શું તમે જાણો છો કે તમે માત્ર ડુંગળીને ગરદન પર ઘસવાથી થાઈરોઈડને કંટ્રોલ કરી શકો છો. કારણ કે ડુંગળીમાં સલ્ફર જોવા મળે છે જે બળતરા ઘટાડે છે અને તમારા શરીરને ડિટોક્સિફાય કરવાનું કામ કરે છે.

તમે ક્યાંક તો સાંભળ્યું જ હશે કે મોજામાં ડુંગળી રાખવાથી તમારું શરીર ડિટોક્સ થાય છે અને બીમારીઓથી દૂર રહે છે. તેવી જ રીતે તેને ગરદન પર થાઈરોઈડ ગ્રંથિની આસપાસ ઘસવાથી થાઈરોઈડને પણ કંટ્રોલ કરી શકાય છે.

થાઇરોઇડ માટે ડુંગળીનો ઉપયોગ કરવાની રીત

થાઈરોઈડને કંટ્રોલ કરવા માટે તમારે લાલ ડુંગળીની જરૂર છે. ડુંગળી લો અને તેને બે ભાગમાં કાપીને પછી થાઇરોઇડ ગ્રંથિની આસપાસ ઘડિયાળની દિશામાં મસાજ કરો. માલિશ કર્યા પછી ગરદનને ધોશો નહીં, પરંતુ આખી રાત માટે આ રીતે જ રહેવા દો. ડુંગળીનો રસ તેનું કામ કરવાનું ચાલુ રાખશે.

આ ઉપાય ખૂબ જ સરળ અને ખુબ જ અસરકારક છે. આ ઉપાયને સતત થોડા દિવસો સુધી કરવાથી તમને તેનું સારું પરિણામ દેખાવા લાગશે. તેથી તમારા થાઇરોઇડને નિયંત્રિત કરવા માટે આ ઉપાયને એકવાર જરૂર અજમાવી જુઓ.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા