આજની દોડધામભરી જીંદગીમાં, લગભગ દરેક બીજી વ્યક્તિ કોઈને કોઈ નાના મોટા રોગથી પીડાય છે. ઉદાહરણ તરીકે થાઇરોઇડ. થાઈરોઈડની સમસ્યા આજના સમયમાં પહેલા કરતા ઘણી ઝડપથી વધી રહી છે. પુરૂષો કરતા મહિલાઓમાં આ સમસ્યા વધુ જોવા મળે છે.
થાઈરોઈડ ગ્લેન્ડમાં હોર્મોનનું સંતુલન બગડી જવાને કારણે આ સમસ્યા થાય છે આ સાથે જ વધતી ઉંમરની સાથે મહિલાઓમાં થાઈરોઈડનો ખતરો પણ વધી જાય છે અને અન્ય ઘણી બીમારીઓનું જોખમ પણ રહે છે. આ સાથે તેમને ઘણી સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે.
માટે ખાસ કરીને મહિલાઓએ આ રોગ વિશેની જાણકારી રાખવી જરૂરી છે અને તેના ઘરેલુ ઉપાયો વિષે પણ જાણવું જરૂરી છે. તો ચાલો જાણીએ થાઈરોઈડ વિષે.
સૌ પ્રથમ જાણીએ થાઈરોઈડનું કારણ: ઘણી મહિલાઓને થાઈરોઈડની સમસ્યા હોય છે જેનું કારણ વધુ મીઠું, હેલ્ધી કાર્બોહાઈડ્રેટ્સ ન લેવાથી, વધુ સી ફૂડ અને હાશિમોટો રોગને કારણે થઈ શકે છે. આ સિવાય જે મહિલાઓને શરીરમાં આયોડીન અને વિટામિન બી12ની ઉણપ હોય છે તે મહિલાઓમાં થાઈરોઈડનો ખતરો વધી જાય છે.
હવે જાણીએ થાઈરોઈડના લક્ષણ: જો થાઈરોઈડ થાય તો શરીરમાં કેટલાક લક્ષણો જોવા મળે છે જેવા કે શરીમાં નબળાઈ આવી જવી, ડિપ્રેશન માં રહેવું, ઊંઘ ન આવવી, માથાનો દુખાવો થવો, ગરદનમાં દુખાવો, વધુ થાક લાગવો વગેરે જેવા સંકેત થાઈરોઈડ ના હોઈ શકે છે.
આ શિવાય થાઈરોઈડના બીજા લક્ષણો જેવા કે બીમારીમાં પેટમાં ગરબડી થવી, સાંધાઓમાં દુખાવો થવો, વજન વધવું અથવા ઘટવું, માસપેશીઓમાં નબળાઈ આવવી, આંખો અને ચહેરા પર સોજા આવવા વગેરે લક્ષણો જોવા મળે છે.
હવે જાણીએ થાઈરોઈડના ઉપાયો વિશે: દવા લેવાની સાથે થાઈરોઈડ માં કેટલાક ઘરેલુ ઉપાય કરવાથી પણ થાઈરોઈડ મટાડી શકાય છે. ઘરેલુ ઉપાય માટે તમે ડુંગળીથી ગળા પર મસાજ કરી શકો છો. આ માટે સૌ પ્રથમ ડુંગળીને વચ્ચેથી કાપી એક ટુકડો લઈ રોજ રાતે સૂતા પહેલાં ક્લોક વાઈસ ગળા પર તેનાથી મસાજ કરો. સવારે ચોખ્ખા પાણીથી ગરદન ધોઈ લો. જો થોડાક દિવસ આ ઉપાય કરશો તો ઘણો ફાયદો જોવા મળશે.
જો તમે દૂધ પીવાનું પસંદ કરો છો તો તમારા માટે આ સરળ ઉપાય છે. જો તમે રોજ હળદરવાળું દૂધ પીવો છો તો તમને થાઈરોઈડ ઘણો ફાયદો થાય છે કારણકે હળદર થાઈરોઈડ ગ્લેન્ડને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. પરંતુ જે લોકો દૂધ પીવાનું પસંદ નથી કરતા તે લોકો નવશેકા પાણીમાં હળદર મિક્સ કરીને પી શકે છે.
મુલેઠી થાઈરોઈડને કંટ્રોલમાં રાખવા માટે બેસ્ટ ઔષધી તરીકે જાણીતી છે. આ ઉપાય માટે ચપટી મુલેઠી પાઉડર ચામાં અથવા તો પાણીમાં મિક્સ કરીને રોજ પીવો. થોડાક દિવસ આ ઉપાય કરવાથી તમને ઘણો ફાયદો જોવા મળશે.
થાઈરોઈડમાં કોથમીરનું પાણી પીવાથી ખૂબ ફાયદો થાય છે. આ ઉપાય માટે સૌ પ્રથમ ધાણાને આખી રાત પલાળી રાખો અને સવારે તેને મેશ કરીને પાણીમાં ઉકાળો અને પછી આ ઉકાળેલું પાણી પી જાઓ. રોજ આ પાણી પીવાથી ઘણો આરામ મળશે.
ઘણા લોકો જાણતા હશે કે અળસીના બી ફેટી એસિડથી ભરપૂર હોય છે જે આપણા હૃદય માટે સ્વાસ્થ્યવર્ધક છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે અળસીના બી થાઈરોઈડની સમસ્યા માટે પણ ફાયદાકારક છે. અળસીના બીમાં રહેલા મેગ્નેશિયમ અને વિટામિન બી 12 હાઇપોથાયરાયડિઝ્મથી લડે છે.
જો તમને અમારી માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.
Comments are closed.