કપડાં ધોવા ખૂબ જ મહેનતવાળું કામ છે અને ભાગ્યે જ કોઈ મહિલા હશે જેને કપડાં ધોવાનું પસંદ હોય. જેમની પાસે વોશિંગ મશીન નથી તેઓ જાણે છે કે કેટલું અઘરું છે. વળી, જો કોઈની પાસે નાનું વોશિંગ મશીન હોય તો તેને પણ એક સમસ્યા છે કારણ કે તેનું મશીન એકસાથે ઘણા બધા કપડા ધોઈ શકતું નથી.
નાના વોશિંગ મશીનમાં ખૂબ ભારે કપડા ધોવા મુશ્કેલ કામ છે. મોટાભાગના ઘરોમાં એવું બને છે કે એકથી વધુ વખત કપડાં ધોવા પડે છે. જો તમારી પણ આવી સમસ્યા છે તો, આજે અમે તમને કેટલીક ટિપ્સ જણાવીશું, જે તમને ખુબ જ ઉપયોગી થશે.
1. જરૂર કરતા પાણી ના ભરો : જો તમારું વોશિંગ મશીન બહુ મોટું નથી તો એક વાતનું ધ્યાન રાખો કે તેની કેપેસીટી ઓછી પાણીની હશે. વધુ પાણી ભરવાની કોશિશ ના કરો. આવી સ્થિતિમાં, તમારા મશીનમાં જે કપડાં આવી શકતા હશે તે પણ નહીં આવે. તેથી તેના પર આપેલા પાણીના લેવલ જેટલું જ પાણી ભરો.
2. ખૂબ ભારે કપડા એકસાથે ન નાખો : ઉપરાંત, જો તમે એકસાથે ખૂબ ભારે કપડા નથી નાખતા તો, એક નાની વોશિંગ મશીનમાં વધુ કપડાં આવી શકે છે. જો તમે એક સાથે ઘણા બધા ભારે કપડા એક સાથે ધોઈ લો તો નાના કપડાના ઘણા લોડ બને છે.
આવી સ્થિતિમાં, જો તમે નાના નાના લોડ તૈયાર કરી રહ્યા છો, તો દરેક લોડમાં એક અથવા બે ભારે કપડાં નાખો. જો તમે આ રીતે કરશો તો કપડાં ઝડપથી ધોવાઈ જશે અને તમારે વારંવાર મશીન ચલાવવાની જરૂર નહીં પડે. સફેદ કપડાને ધોતી વખતે આવું ન કરો કારણ કે તેના પર ઝડપથી બીજા કપડાનો રંગ ચડી જાય છે.
3. વધુ પડતું ડિટર્જન્ટ ના ઉમેરશો : મોટાભાગના લોકો એવું મને છે કે વધુ ડિટર્જન્ટ નાખવાથી કપડા વધુ સારી રીતે ધોવાય છે. પરંતુ નાના મશીનમાં ફીણ વધારે આવે છે અને જો આવું વધુ વખત થાય તો સાબુનું પડ મશીનના ઉપરના ભાગમાં જમા થવા લાગે છે. તે કપડાં ધોવામાં તેના મશીનની ક્ષમતા પર અસર કરે છે.
કયું કામ બિલકુલ ના કરો : વોશિંગ મશીનમાં કપડા ધોતી વખતે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, અને જો નથી રાખતા તો વોશિંગ મશીનની કામગીરી પર પણ અસર પડે છે અને કપડાં પણ ઝડપથી બગડી જાય છે.
જીન્સ અથવા શર્ટના ખિસ્સામાં કંઈ પણ વસ્તુ ના રહી જાય. પ્લાસ્ટિક, ટીશ્યુ, ચાવી, સિક્કા, લાઇટર વગેરે વોશિંગ મશીનને નુકસાન પહોંચાડી શકે છે. મશીનને જરૂર કરતાં વધુ ન ભરો. તમને ઉપર જણાવવામાં આવેલી ટિપ્સ, લોડ ઘટાડી શકે છે, પરંતુ તેની ક્ષમતા કરતાં વધુ કપડાં ભરશો નહીં.
ભીના કપડાને વધુ સમય સુધી વોશિંગ મશીનમાં ન રાખો. જો મશીનમાં કોઈ ગંભીર સમસ્યા જણાય છે તો મિકેનિકને કૉલ કરવો આવશ્યક છે. જો તમે કપડા પર સીધું ફેબ્રિક કંડીશનર લગાવો છો અને પહેલા તેને પાતળું નથી કરતા તો કપડાંના રેસા બગડવાની શક્યતા રહે છે.
તો આ કેટલીક ટિપ્સ હતી જે તમને નાના વોશિંગ મશીન માટે મદદ કરી શકે છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો, આવી જ જાણકારી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.