tips for dahi in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઉનાળાની ઋતુમાં તમારા આહારમાં દહીંનો સમાવેશ કરવો ખૂબ જ સારું માનવામાં આવે છે. દહીં અને લસ્સી વગર ઉનાળો સાવ અધૂરો લાગે છે. મોટાભાગના લોકો દહીં અને લસ્સી ઘરે બનાવવાનું પસંદ કરે છે. બજારમાંથી લાવેલા દહીંની વાત કરીએ તો તે પણ ઘણા દિવસો સુધી ફ્રિજમાં રાખવામાં આવેલું હોય છે.

પરંતુ કેટલીકવાર દહીં કાં તો ખાટા થઈ જાય છે અથવા જો તેને ઘરે જામવા માટે રાખવામાં આવે તો બરાબર જામતું નથી. તો હવે શું કરવું? તો ચાલો આજે આ લેખમાં અમે તમને જણાવીએ કે તમે બગડેલા દહીંને કેવી રીતે ઠીક કરી શકો છો.

અમે તમને અલગ-અલગ ટ્રિક્સ જણાવીશું જે તમને દહીં સેટ કરવાથી લઈને દહીં જમાવડા અને દહીંની ખટાશ ઓછી કરવા અને ખાટા દહીંનો ઉપયોગ ક્યાં કરી શકાય, તે બધી જ જાણકરી આ લેખમાં જણાવવામાં આવેલી છે.

1. ખાટા દહીંને ઠીક કરવાની સરળ રીત : જો દહીં વધારે ખાટું થઈ ગયું હોય અને તમે તેનો ઉપયોગ કરી શકતા નથી, તો તેની ખટાશ ઓછી કરવા માટે એક નાની ટિપ્સ અપનાવી શકાય છે. આ માટે તમારે થોડા દૂધની જરૂર પડશે અને તમારે થોડી રાહ પણ જોવી પડશે.

આ માટે, એક કાચ કે માટીના વાસણમાં દહીં નાખો અને તેની સાથે દહીંથી 1.5 ગણું હૂંફાળું દૂધ નાખો. આ માપ પ્રમાણે જ હોવું જોઈએ, તેનાથી વધુ નાખશો તો દહીં બગડી જશે અને ઓછાંમાં દહીંની ખાટા જશે નહીં.  હવે તેને ઢાંકીને એક રાત માટે રહેવા દો.

સવારે તમે જોશો કે તમારું દહીં ખૂબ જ સારી રીતે ઘટ્ટ થઈ ગયું હશે. આ સાથે એ પણ ધ્યાન રાખો કે દૂધનું તાપમાન ન તો ખૂબ ગરમ હોવું જોઈએ કે ન તો ખૂબ ઠંડું હોવું જોઈએ. તમે પણ આ ટિપ્સનો ઉપયોગ એકવારજરૂરથી અજમાવી શકો છો.

2. જો દહીં યોગ્ય રીતે જામ્યું ન હોય તો તેને આ રીતે ઠીક કરો : જો તમારું દહીં પાણીવાળું જામી ગયું હોય તો અને જો તેની કસીસ્ટન્સી ખૂબ દાણાદાર હોય, તો તમે તેના માટે મલમલના કપડાનો ઉપયોગ કરી શકો છો. જો તે ના હોય તો તમે સુતરાઉ કાપડનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે દહીંને ગાળી લેવાનું છે.

જો દહીં વધારે પાણી વાળું જામી જાય તો તેનું પાણી કાઢીને હંગ દહીં (કર્ડ)બનાવી શકાય છે. કપડાથી દહીંને ગાળી લો અને પછી તેને કપડામાં જ બાંધીને ક્યાંક લટકાવી દો. તમને એક જ કલાકમાં એકદમ સરસ હંગ દહીં મળી જશે. ધ્યાન રાખો કે કપડું ફક્ત મલમલનું અથવા કોટનનું જ હોવું જોઈએ. જો તમે કોટનનો ઉપયોગ કરો છો તો તેને બે વાર લપેટો કારણ કે તેમાંથી દહીં પણ નીકળી શકે છે.

3. ખાટા દહીંનો ઉપયોગ કરવાની રીતો : જો તમારી પાસે ખાટુ દહીં છે અને તમે તેનો ઉપયોગ ક્યાં કરી શકો છો તે જાણતા નથી તો જાણો કઈ રીતે ઉપયોગ કરી શકાય. તમે ખાટા દહીંની કઢી બનાવી શકો છો. ખાટા દહીંનો ઉપયોગ મસાલા છાશ બનાવવા માટે કરી શકાય છે.

સોજીમાં ખાટા દહીંને ઉમેરીને ઈન્સ્ટન્ટ ઈડલીનું બેટર બનાવી શકાય છે. ખાટા દહીંનો ઉપયોગ DIY ફેસ પેક તરીકે કરી શકાય. તમે ખાટા દહીંનો ઉપયોગ જામન માટે પણ કરી શકો છો. જેનો ઉપયોગ ફરીથી દહીં જમાવવા માટે થાય છે.

ખાટા દહીંમાંથી સાઉથ ઇન્ડિયન દહીં ચાવલ પણ બનાવી શકાય છે. આશા છે કે તમને દહીં સંબંધિત આ ટિપ્સ સારી લાગી હશે. જો તમને આ ટિપ્સ ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા