માતા-પિતા તરીકે બાળકોના સારા ઉછેર માટે જરૂરી છે કે આપણે આપણા બાળકોની આદતોને સમજીએ અને તેમની પ્રવૃત્તિઓ પર નજર રાખીએ. આનું કારણ એ છે કે બાળકો તેમના માતા-પિતાની બધી સારી અને ખરાબ ટેવો અનુસરે છે.
ઘણી વખત બાળકો માતા-પિતાની માત્ર સારી ટેવો જ નહીં, પરંતુ ખરાબ ટેવોને પણ અનુસરે છે, જે તેને ભવિષ્યના જીવનને અસર કરે છે. આજે અમે માતા-પિતાની કેટલીક એવી ખરાબ આદતો વિશે જણાવીશું, જે બાળકોના સારા ભવિષ્ય માટે એક માતાપિતા તરીકે તમારે પણ છોડવી જરૂરી છે.
બાળકો તેમની આસપાસની દરેક વસ્તુને અને મા-બાપની આદતો પણ ગ્રહણ કરે છે. તેથી જ માતા-પિતાએ તે આદતો વિશે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. જે તેઓ તેમના રોજિંદા જીવનમાં કરે છે. તેથી, માતાપિતાએ તેમની કેટલીક આદતો છોડી દેવી જોઈએ, જે તેમના બાળકોના ઉછેરમાં સમસ્યા બની શકે છે.
1. ધૂમ્રપાન : કેટલાક માતા-પિતાની આદત હોય છે કે તેઓ તેમના બાળકોની સામે ધૂમ્રપાન કરવામાં સહેજ પણ અચકાતા નથી. બીજી વાત કે સ્મોકિંગથી બાળકોમાં સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. નાના બાળકોના ફેફસાં હજુ સંપૂર્ણ રીતે વિકસિત નથી અને ધૂમ્રપાનને કારણે નાજુક ફેફસાં નબળા અને રોગોનું કારણ બને છે.
આ સિવાય જેમ જેમ બાળકો મોટા થતા જાય છે તો, તેઓ પણ ગુપ્ત રીતે માતા-પિતાની આ આદતને એકવાર ટ્રાય કરવાનું શરુ કરે છે અને પછી એકવકાર ટ્રાય કરવામાં આ તેમની આદત બની જાય છે.
2. દારૂ : માતાપિતા બાળકો માટે રોલ મોડેલ હોય છે. તેથી જ માતાપિતાએ તેમની સામે દારૂ ક્યારેય ના પીવો જોઈએ. કેટલાક વાલીઓ દારૂ પીધા પછી બાળકો પર અશ્લીલ અને અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરે છે. ઘરમાં ઝઘડા થાય તો પણ બાળકના માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.
માતાપિતાને બાળકો રોલ મોડેલ મને છે. છે. દરેક બાળક મોટું થાય છે તેમ તેના માતાપિતા જેવા બનવા માંગે છે. આ જ કારણથી બાળકો તેમના માતા-પિતાની દરેક સારી અને ખરાબ આદત અપનાવે છે.
3. ઓછું માર્ગદર્શન અને વધારે મોટિવેશન : મોટાભાગના માતા-પિતાની આદત હોય છે કે હંમેશા બાળકોને શું કરવું અને શું ન કરવું તે કહેતા રહે છે. બાળ મનોવૈજ્ઞાનિક મતે, બાળકોને સલાહ આપવી જોઈએ, પરંતુ અમુક હદ સુધી. તમારી ઇચ્છાઓને તેમના પર લાદશો નહીં. તેમને કામ કરવા માટે પ્રોત્સાહિત કરો. બાળકો ત્યારે જ પ્રોત્સાહિત થશે જ્યારે માતાપિતા પોતે પહેલું પગલું ભરશે.
4. બોડી શેમિંગ : બાળકોમાં ડિપ્રેશન, ચિંતા અને આત્મવિશ્વાસની ઉણપનું એક કારણ બોડી સ્ટ્રક્ચર પણ છે. બોડી શેમિંગનો અર્થ છે કે બાળક ખૂબ પાતળું અથવા ખૂબ જાડું હોવું. જો તમારું બાળક પણ ખૂબ જ દુબળું અથવા જાડું છે, તો તેના માટે તેને શર્મિંદા ના કરો. માતાપિતાએ બાળકની ખામીઓ શોધવાને બદલે તેના હકારાત્મક ગુણો પર ભાર મૂકવો જોઈએ.
5. કોઈ સાથે સરખામણી કરવી : ચાઇલ્ડહુડ ડેવલોપમેન્ટ સ્પેશિયાલિસ્ટ માને છે કે તમારા બાળકની બીજા બાળકો સાથે સરખામણી કરવી એ માતાપિતાની ખરાબ આદત છે. સૌ પ્રથમ, માતાપિતાએ આ ખરાબ આદત છોડી દેવી જોઈએ અને તમારા બાળકની બીજા બાળકો સાથે સરખામણી ક્યારેય ન કરવી જોઈએ.
બાળકોની વૃદ્ધિ અને વિકાસ પર તેની આડઅસર થાય છે. માતા-પિતાના આવા વર્તનને કારણે બાળકનો આત્મવિશ્વાસ ડગમગવા લાગે છે અને તે બીજાઓથી પોતાને ઓછા સમજવા લાગે છે. માતાપિતા બાળકોને આગળ વધવા પ્રોત્સાહિત કરે તો સારું રહેશે. તેમનામાં રહેલી ખૂબીઓ પર ધ્યાન રાખીને તેમને આગળ વધવામાં મદદ કરવી જોઈએ.
6. ટીવી જોવાનો સમય : માતાપિતા હોય કે બાળકો, બધા લોકો માટે ટીવીનો સમય ચોક્કસ સમય મર્યાદામાં હોવો જોઈએ. જો માતા-પિતા ઘણા કલાકો સુધી ટીવી સામે બેઠા રહેશે તો બાળકો પણ તે જ કરશે. ટીવી એ બાળક માટે મનોરંજનનું એકમાત્ર સાધન છે, તેથી તેઓ ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ અને ટેક્નોલોજીના વ્યસની થઈ જાય છે.
એક અભ્યાસ મુજબ, આજના સમયમાં બાળકોમાં ટેક્નોલોજીનું વ્યસન ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. તેનાથી બાળકોના બૌદ્ધિક વિકાસ પર ખરાબ અસર પડે છે અને શિક્ષણ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ વધી રહી છે. તેથી, બાળક માટે મોબાઈલ કે ટીવીનો સમય નક્કી કરતા પહેલા, માતાપિતાએ પોતાના માટે પણ ટીવીનો સમય નક્કી કરવો જોઈએ.
7. જોર જોરથી બૂમો પાડવી : સાઈકોલોજીસ્ટ અનુસાર મોટાભાગના માતા-પિતાની આ ખરાબ આદત હોય છે કે તેઓ હંમેશા બાળકો પર બૂમો પાડતા હોય છે. વાસ્તવમાં નાની-નાની બાબતો પર બાળકો પર બૂમો પાડવી બિલકુલ યોગ્ય નથી. માતા-પિતા ભૂલી જાય છે કે તેમની બૂમો પાડવાની ખરાબ આદતની અસર બાળકો પર પણ પડે છે અને ધીમે ધીમે એ જ આદત તેમનામાં પણ વધવા લાગે છે.
કેટલાક બાળકો ચિંતા અને ડિપ્રેશનનો ભોગ પણ બને છે. આટલું જ નહીં માતા-પિતાની આ આદતને કારણે માતા-પિતા અને બાળકોના સંબંધોમાં કડવાશ આવવા લાગે છે, તેથી માતા-પિતા માટે પોતાના પર નિયંત્રણ રાખવું ખુબ જરૂરી છે. બાળકની નાની-નાની ભૂલો માટે બૂમો પાડવાને કે ગુસ્સાને બદલે તેને પ્રેમથી સમજાવો.
8. મારપીટ : મનોવૈજ્ઞાનિક અભ્યાસ અનુસાર, કોઈપણ પ્રકારની હિંસા, નાનામાં નાની થપ્પડ પણ ખતરનાક રીતે પીડાદાયક હોઈ શકે છે, ખાસ કરીને બાળકોમાં. એમાં ખાસ કરીને ભારતીય સમાજમાં માતા-પિતા વારંવાર આવી ભૂલો કરતા હોય છે.
માતા-પિતા નાની-નાની બાબતો પર બાળકો પર હાથ ઉપાડતા હોય છે અને માર મારે છે. માતાપિતાની તેમના બાળકોને સમજાવવાની આ રીત બિલકુલ યોગ્ય નથી, કારણ કે બાળકો પર વારંવાર હાથ ઉપાડવાથી બાળકો બળવાખોર બની જાય છે.
9. અપમાન કરવું : જેમ બાળકોના વિકાસ માટે તેમને પ્રોત્સાહન આપવું જરૂરી છે, તેવી જ રીતે તેમની સાથે દુર્વ્યવહાર કે અપમાન કરવાથી બાળકોના વિકાસમાં અવરોધો ઉભા થાય છે. મનોવૈજ્ઞાનિકોના મતે, અપમાનજનક બાળકો શારીરિક શોષણ હેઠળ આવતા નથી, પરંતુ તેને માનસિક અને ભાવનાત્મક રીતે અસર કરે છે.
તેથી જ બાળકને સામાજિક રીતે અન્ય લોકો સાથે જોડાવા માટે પ્રેરિત કરો, જેથી તેમનામાં આત્મવિશ્વાસનોમાં વધારો થઇ શકે. જો તમે પણ તમારા બાળકોનો ઉછેર કરવા માંગતા હોય તો, માતા-પિતા તરીકે તમારે તેમની આ ખરાબ ટેવો સુધારે તો સારું રહેશે. જો જરૂરી હોય તો, મનોવૈજ્ઞાનિકની પણ સલાહ પણ લો. આવી જ પેરન્ટીંગ માહિતી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.