આજના વ્યસ્ત જીવનમાં ‘ફેમિલી ટાઈમ’ શબ્દ ક્યાંક ભાગ્યે જ સાંભળવા મળે છે. જો માતા-પિતા બંને નોકરી કરતા હોય તો બાળકોને કેટલો સમય આપી શકે છે તે મહત્વનું છે, કારણ કે એવી થોડી ક્ષણો છે જે આપણે બાળકો સાથે વિતાવી શકીએ છીએ.
આ રીતે, દરેક માતાપિતા ઇચ્છે છે કે તે પણ એક બેસ્ટ વાલી બને અને શક્ય તેટલું તેઓ તેમના બાળક માટે શ્રેષ્ઠ પ્રયાસો કરે. માતા પિતા બની ગયા પછી જવાદારી ખુબ જ વધી જાય છે. બાળકોને માત્ર સમજાવવું જ નહીં,પરંતુ તેમને સમજવા પણ એટલું જ, તેમની ભૂલો શોધવાથી લઈને તેમના વખાણ કરવા પણ એટલા જ જરૂરી છે.
ક્યારેક વધુ પડતા લાડ લડાવવાથી બાળક બગડે પણ છે તો ક્યારેક પ્રેમ અને લાડ ના મળવાને કારણે સંબંધોમાં અંતર આવી જાય છે. એવી ઘણી બાબતો હોય છે જે તમારે માતાપિતા તરીકે ઊંડાઈથી સમજવાની જરૂર છે. કઈ બાબતો એવી છે જે તમારા બાળક સાથેના તમારા સંબંધને બગાડી શકે છે અને તમે સમયસર શું કરી શકો છો, તે વિશે આ લેખમાં અમે તમને જણાવીશું.
કામ અને તણાવના કારણે બાળકોની અવગણના કરવી : આપણે બધા માનીએ છીએ કે માતા-પિતા જે પણ મહેનત કરે છે તે માત્ર બાળકના ઉજ્વળ ભવિષ્ય માટે જ હોય છે, પરંતુ ઘણી વખત માતા-પિતા આ બધામાં એટલા વ્યસ્ત થઇ જાય છે કે પોતાના બાળકને સમય આપવાનું ભૂલી જાય છે.
કહેવા માટે બાળકો અને માતા-પિતા દિવસભર સાથે હોય છે, પરંતુ તેઓ ઓફિસની જવાબદારીઓમાં એટલા વ્યસ્ત થઇ ગયા છે કે બાળક રૂમમાં આવે ત્યારે પણ બાળક સામે હસવાનું ભૂલી ગયા હોય છે. માતાપિતાની આવી પ્રતિક્રિયા બાળક પર ખૂબ અસર કરે છે.
ધ્યાનમાં રાખો કે તમે ગમે તેટલા વ્યસ્ત હોવ તો પણ તમારે તમારા વ્યસ્ત શેડ્યૂલમાંથી થોડો સમય બાળક માટે કાઢવાનો પ્રયત્ન જરૂર કરવો જોઈએ.
કિંમતી સમય સાથે પસાર ના કરવો : ભલે તમે બાળક સાથે રૂમમાં સાથે હોય, પરંતુ જો તમે ફોન અથવા ટીવી જોવામાં વ્યસ્ત હોવ તો તમે બાળક સાથે સમય વિતાવી રહ્યા છો તેવું ના કહી શકાય. જો તમને ઓફિસની જવાદારીમાં ઓછો સમય મળે તો અઠવાડિયામાં માત્ર એક જ વાર તેને પાર્કમાં લઈ જવાનો પ્રયાસ કરો.
તમે તેની સાથે તેની મનપસંદ રમત રમો અથવા એવું કોઈ કામ કરો જેમાં તમને બંનેને એકબીજા સાથે વાતચીત કરવાની તક મળે, હસવાની ઘણી તક મળે અને વાતચીત કરવાની તક મળે. આ નાનું પગલું તમારા બંનેના સંબંધને વધારે મજબૂત બનાવે છે, અને તમારા બંને માટે યાદગાર પળ પણ બનશે.
સાથે બેસીને ના જમવું : જે પરિવાર સાથે ખાય છે, તે હંમેશા ભેગા મળીને રહે છે તમે આ કહેવત તો સાંભળી જ હશે. આ કહેવત એકદમ સાચી છે. ટેબલ પર બેસીને ભેગા મળીને ખાવાથી આખા દિવસની વાતો થતી હોય છે, શું સમસ્યાઓ છે, તેનો કેવી રીતે ઉકેલ મેળવવો, શું સિદ્ધિઓ મળી વગેરે ડાઇનિંગ ટેબલ પર જ થતી હોય છે, ત્યારે બાળકને પણ જીવનનો એ પાઠ શીખવા મળે છે જે કદાચ તેમને સ્કૂલમાં કે પુસ્તકમાંથી પણ નથી મળતો.
જો તમે એકસાથે જમતી વખતે તમારા બાળક સાથે હળવા-મળતા ના હોવ તો તે સારો સંકેત નથી અને તમે જેટલી જલ્દી આ આદત બદલી શકો છો તેટલી જલ્દી બદલી કાઢો, કારણ કે તે તમારા બંને વચ્ચેના સંબંધ માટે સારું રહેશે.
વખાણ ઓછા કરવા અને ભૂલો વધુ કાઢવી : બાળક રમતિયાળ હોય છે, ભૂલો કરવી, જિદ્દી બનવું, કોઈની વાત ના સાંભળવું આવી ઘણી બધી બાબતો છે જે દરેક બાળકની વધતી પ્રોસેસનો એક ભાગ છે.
બાળકો ભૂલો કરશે અને તમે તેમને તે ભૂલો માટે ઠપકો પણ આપશો. પરંતુ એવું નથી કે તમારા બંને વચ્ચેની વાતચીત માત્ર બાળકની ભૂલો કાઢવા અને અને તેને ધમકાવવા આપવા સુધી જ મર્યાદિત હોય.
કારણ કે જો આ કિસ્સોમાં બની શકે છે કે તમે બાળકની સકારાત્મક બાબતોની અવગણના કરી રહ્યા હોય, બાળકની પ્રશંસા કરવી, તેમને પ્રોત્સાહિત કરવા અને તેને જણાવવું કે તે કેટલા ખાસ છે, આવી બાબતોથી તેમનો આત્મવિશ્વાસ વધશે અને તમારા બંને વચ્ચેનો સંબંધ પણ મજબૂત બનશે.
એકવાર બાળક જયારે પણ કોઈ નાનું કામ ખાતે છે તો તમે એકવાર સ્મિત સાથે કોઈપણ પ્રયત્નોના વખાણ તો કરી જુઓ, મારા પર વિશ્વાસ કરો કે તમારું એક નાનકડું સ્મિત તમારા બાળક માટે ટ્રોફી અથવા સર્ટિફિકેટ થી ઓછું નથી.
બધી વાતોને તેમના પર બધું લાદવું : તમે તમારા બાળકને કેટલી સારી રીતે જાણો છો? કે તેને શું ગમે છે તેનાથી લઈને તેના મિત્રો કોણ છે કે તેને કઈ રમત ગમે છે, આ બધું તમને ત્યારે જ ખબર પડશે જ્યારે તમે તમારા બાળકને તમારો કિંમતી સમય આપશો.
અને જો તમે આ બધું જાણતા નથી તો સ્વાભાવિક છે કે તમે તમારી આશાઓ અને તમારી પોતાની અધૂરી ઇચ્છાઓ બાળક પર થોપશો. ઘણી બૉલીવુડ ફિલ્મો આવી જ સ્થિતિઓને વર્ણવે છે, જે પીડા અને એ કિંમત માતાપિતાએ ચૂકવવી પડે છે જ્યારે તેઓ કાં તો તે બાળાઓને સમજી શકતા નથી અથવા તેમના બાળકને સમજવા માંગતા નથી.
તેમને નિષ્ફળ ન થવા દેવું : જ્યાં સુધી માતા-પિતા આ બાબતો તેમના મગજમાં ન મૂકે ત્યાં સુધી બાળકોને નિષ્ફળતાનો ડર અથવા પ્રથમ આવવાનું દબાણ ક્યારેય ખબર નહીં પડે. ધારો કે માતા-પિતા તરીકે તમે ઈચ્છો છો કે તમારું બાળક શ્રેષ્ઠ બને પણ જો તમે તમારા બાળકને નિષ્ફળ ન થવા દેવાના ડરથી દરેક પગલે તેનો હાથ પકડીને ચાલશો તો તે પોતાનો રસ્તો કેવી રીતે બનાવશે…
સમજો કે દુઃખી થયા પછી અને હાર્યા પછી જ પોતાની અસલી તાકાતને ઓળખશે અને આવનારા સમયમાં જીતના ડુંગળ ચડશે, તેથી અમુક કામ માટે તેમને એકલા જ આગળ વધવા દો. દરેક ડગલે તમે સાથે ચાલશો તો તેમને આદત પડી જાય છે અને પછી તેઓ પોતાની જાતને આગળ કેવી રીતે લઇ જવી તેના પરથી ધ્યાન હટાવી લે છે.
બાળકને તેની લાગણીઓ વ્યક્ત કરવા ન દેવી : જો બાળક રડે છે અથવા ઉદાસ થઈને બેઠું છે તો માતાપિતાના દરેક પ્રયત્નો હોય છે તેમની સ્મિત પાછી લાવવાની. પણ તમારો આ પ્રયાસ બાળકને શીખવી રહ્યો છે કે રડવું કે દુઃખી થવું અને તમારી લાગણીઓ દર્શાવવી એ સારી વાત નથી.
જો બાળક ઉદાસ હોય તો તેને પોતે તેમાંથી બહાર આવવા દો, તેને જાતે શીખવા દો કે જેનાથી તે ભાવનાત્મક રીતે મજબૂત બની શકે.સૌથી મનૉટી વાત એ છે કે બાળકને એવું કહીને ચૂપ ન કરાવો કે રડવું એ ખરાબ બાબત છે. તમારું બાળક જેટલી ખુલ્લેઆમ પોતાની જાતને વ્યક્ત કરશે, તેટલું જ તે તેની સમસ્યાઓનો સામનો કરવાનું શીખશે અને તે તેને આવતીકાલના વિજય માટે તૈયાર કરશે.
અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થશે. આવી વધુ વાર્તાઓ માટે વાંચવાનું પસંદ હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.