આપણે ઘરે અનેક પ્રકારના શાક બનાવીએ છીએ પરંતુ તેમ છતાં પણ આપણા બાળકો અમુક શાક ખાવાની પાડતા હોય છે કારણ કે આપણે બધા શાક એક જ રીતે બનાવીએ છીએ. રીંગણનું શાક બધાને પસંદ હોય છે પરંતુ જો એક જ રીતે વારંવાર બનાવવામાં આવે તો ખાવાનો સ્વાદ બગડી જાય છે.
તેથી જ આજે અમે તમને આ આર્ટિકલમાં કેટલીક એવી ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની મદદથી તમે રીંગણના શાકને વધુ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બનાવી શકો છો. તો ચાલો જાણીએ આ ટિપ્સ વિશે.
રીંગણનું સ્ટફિંગ બનાવો :
તમે પણ બીજા શાકની જેમ રીંગણના શાકને બનાવતા હશો. જેમ કે રીંગણને કાપો અને પછી ટામેટા ડુંગળીને સાંતળીને શાક બનાવી લો. પરંતુ આ જ રીતે શાક બનાવીને તમે પણ કંટાળી જતા હશો અને ખાનારા પણ
રીંગણની શાકને મજેદાર બનાવવા માટે તમે ભરેલા રીંગણ બનાવી શકો છો. જે રીતે કારેલાનું સ્ટફિંગ અને કેપ્સિકમ સ્ટફિંગ બનાવવામાં આવે છે તેવી જ રીતે રીંગણનું સ્ટફિંગ બનાવવામાં આવે તો તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તમારે એકવાર જરૂર ટ્રાય કરીને જુઓ.
મેગી મસાલાનો ઉપયોગ કરો :
કોઈપણ શાકને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે મેગી મસાલો ઉમેરી શકાય છે. શાક ગમે તે હોય, જો તમે તેમાં મેગી મસાલો ઉમેરો તો તે વધુ સ્વાદિષ્ટ બને છે. જ્યારે પણ તમે લીલા રીંગણ અથવા સ્ટફ્ડ રીંગણનું શાક બનાવો ત્યારે, શરૂઆતમાં અથવા અંતમાં મેગી મસાલો ઉમેરો.
ટમેટાની પ્યુરી :
રીંગણનું શાક મોટાભાગે સૂકું જ બનાવવામાં આવે છે પરંતુ તમે તેમાં ટામેટાની પ્યુરી ઉમેરીને તેને થોડું મસાલેદાર બનાવી શકો છો. ટામેટાની પ્યુરી શાકને વધુ સ્વાદિષ્ટ બનાવે છે જે બાળકોની સાથએ વડીલોને પણ પસંદ આવશે.
જો તમે ઇચ્છો તો શાકને સ્વાદિષ્ટ બનાવવા માટે તમે તેમાં મકાઈ, દહીં, લીંબુ જેવી ઘણી વસ્તુઓનો ઉપયોગ કરીને ટેસ્ટી બનાવી શકો છો.
તમે રીંગણ કે બીજું કોઈ શાક કેવી રીતે બનાવો છો તે અમને પણ કોમેન્ટ કરીને જણાવો. અમે તમારા માટે આવી જ નવી માહિતી લાવતા રહીશું. જો તમને આ લેખ ગમ્યો હોય તો રસોઈનીદુનિયા જોડાયેલા રહો.