રસોડામાં રહેલું પ્રેશર કૂકર મહિલાઓ માટે ખૂબ ઉપયોગી વસ્તુ છે. તેનો ઉપયોગ મોટાભાગે રાંધવા માટે થાય છે કારણ કે તેમાં રહેલો ખોરાક ન તો બળી જાય છે પણ ઝડપથી રંધાઈ પણ જાય છે. આપણે કૂકરમાં ઘણી વાનગીઓ બનાવી શકીએ છીએ, પરંતુ મોટાભાગે કુકરનો ઉપયોગ નોન-વેજ વસ્તુઓ, કઠોળ બનાવવા વધુ થાય છે.
પરંતુ ઘણી વખત પ્રેશર કૂકરમાંથી પાણી નીકળવું, કૂકરમાં યોગ્ય રીતે પ્રેશર ન આવવું જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં આપણે એવું સમજીએ છીએ કે આપણું કૂકર ખરાબ થઈ ગયું છે. પરંતુ હવે તમારે આવું કરવાની કોઈ જરૂર નથી કારણ કે આ લેખ તમારા માટે એવી ટિપ્સ લઈને આવ્યા છીએ, જેના ઉપયોગથી તમે આ સમસ્યાઓથી બચી શકો છો.
કૂકરના ઢાંકણામાંથી ફીણ આવવું
ઘણી વખત એવું બને કે પ્રેશર કૂકરમાં રસોઈ રાંધતી વખતે ઢાંકણમાંથી ફીણ નીકળવા લાગે છે. તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ખાદ્યપદાર્થો બનાવતી વખતે આવું વારંવાર થાય છે. કઠોળ અને ચોખા રાંધતી વખતે ઘણી વાર ફીણ નીકળે છે. તેનાથી બચવા માટે સામગ્રીમાં એક ચમચી તેલ અથવા ઘી ઉમેરો. ઉપરાંત, દાળ, કઠોળ અથવા ચોખા રાંધતી વખતે પ્રેશર કૂકરને અડધાથી વધુ પ્રવાહીથી (પાણી) ના ભરો.
આ જરૂર વાંચો : ગમે તેવી ગંદામાં ગંદી કૂકરની સીટી ફક્ત 2 મિનિટમાં થઇ જશે સાફ, જાણો આ 3 ટિપ્સ
યોગ્ય પ્રેશર ના બનવું
જો તમારું કૂકર એકદમ નવું છે અને તેમાં પ્રેશર બરાબર નથી આવતું તો કૂકરનું ઢાંકણું ચેક કરો. પ્રેશર કૂકરનું ઢાંકણું બરાબર બંધ છે કે નહીં તે તપાસો. તે પણ તપાસો કે ગાસ્કેટ યોગ્ય રીતે લગાવેલું છે કે નહીં. જો તમે અઠવાડિયામાં 2-3 થી વધુ વખત પ્રેશર કૂકરનો ઉપયોગ કરો છો, તો દર વર્ષે ગાસ્કેટ બદલો. જો બધું બરાબર લાગે છે, તો રસોઈ કરતી વખતે પાણીનું પ્રમાણ તપાસો કે તે ઓછું છે કે નહીં.
વરાળ બ્લોક થઇ જવી
જ્યારે આપણે કૂકરમાં ખોરાક રાંધીએ, ત્યારે કેટલીકવાર સ્ટીમ વેન્ટ બ્લોક થઈ જાય છે. આ એટલા માટે છે કારણ કે અમુક ખોરાક એવા છે જે વરાળના છીદ્રોને અવરોધે છે, જેમ કે અનાજ, પાસ્તા, ચોખા અને અન્ય ચીકણું ઘટકો જે વરાળ સાથે વધે છે અને વરાળના છિદ્રોમાં અટવાઈ જાય છે, વરાળને બહાર નીકળતી અટકાવે છે. આ અત્યંત જોખમી બની શકે છે.
આને અવગણવા માટે આપણે સ્ટીમ વેન્ટને નિયમિતપણે સાફ કરવું જોઈએ. ઉપરાંત, પ્રેશર કૂકરમાં ખોરાક અને પ્રવાહી ઉમેર્યા પછી, પ્રેશર રેગ્યુલેટર વગર ઢાંકણને લગાવો અને પહેલા વેન્ટ ટ્યુબમાંથી વરાળને બહાર નીકળવા દો.
પ્રેશર કૂકરના હેન્ડલમાંથી વરાળ નીકળવી
પ્રેશર કૂકરના હેન્ડલ્સ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે તે ગરમ ન થાય અને વરાળને અવરોધે નહીં. જો તમારા હેન્ડલમાંથી વરાળ અથવા પ્રવાહી લીક થઈ રહ્યું હોય, તો પ્રેશર કૂકરના એક કરતા વધુ ભાગો ખરાબ થઇ ગયા છે.
આ જરૂર વાંચો : દરેક ગૃહિણીઓ પ્રેશર કૂકરનો આ રીતે ઉપયોગ કરવો તે નથી જાણતી, જાણો કેટલીક રસપ્રદ માહિતી
ખરાબ થવા માટેનો સૌથી મહત્વનો ભાગ પ્રેશર કૂકરનો ગાસ્કેટ હોય છે. તમારે પ્રેશર કૂકરની બોડીને નુકસાન થયું હોય તે પણ તપાસવું જોઈએ અને તેને બદલવું જોઈએ.
જો તમને આ હેક્સ ગમ્યા હોય, તો આ લેખ શેર કરવાનું ભૂલશો નહીં. ઉપરાંત, અમને નીચેના કમેન્ટ વિભાગમાં આ લેખ પર તમારા અભિપ્રાય જણાવો. આવા વધુ લેખો વાંચવા માટે રસોઈનીદુનિયાને ફોલો કરો.