આજના ભાગદોડભર્યા જીવનમાં દરેક લોકો સવારથી સાંજ સુધી પોતાના કામમાં ખૂબ જ વ્યસ્ત રહે છે. જે લોકો ઘર અને ઓફિસનું કામ સંભાળે છે તેમના માટે સવારે વહેલા ઉઠાવું ખૂબ જ પડકારજનક કામ છે. આવી પરિસ્થિતિઓમાં ઘણા લોકો રાતે ખુબ મોડા ઊંઘે છે અને તેના કારણે સૌથી મોટી મુશ્કેલી એ છે કે તેઓ સવારે મોડા ઉઠે છે.
તમને જણાવી દઈએ કે મોડે સુધી જાગવાથી શરીરની ઘડિયાળમાં ખલેલ પડી શકે છે, તેમજ સવારના કાર્યોનું આયોજન કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ઘણા લોકો મોડે સુધી જાગે છે અને સવારે મોડા ઉઠે છે જેથી સમયના અભાવે ઘણીવાર નાસ્તો કરી શકતા નથી, જેના કારણે તેમના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે.
પરંતુ જો તમે સવારે વહેલા ઉઠો અને તમારું કામ સમયસર કરી શકો તો કેટલું સારું. સવારે સમયસર વ્યાયામ કરીને, નાસ્તો કરીને અને સમયસર ઓફિસ પહોંચીને તમે ઘણી હદ સુધી તણાવથી બચી શકો છો. આ માટે તમે કેટલીક સરળ રીતો અપનાવી શકે છે, જેના દ્વારા તમે સવારે વહેલા ઉઠી શકો છો.
હૂંફાળું પાણી પીવો: ઘણીવાર લોકો ઊંઘમાંથી છુટકારો મેળવવા માટે સવારે સૌથી પહેલા ચા પીવે છે. પરંતુ ખાલી પેટે ચા પીવાથી પણ એસિડિટી થઈ શકે છે, આવી સ્થિતિમાં ઊંઘ તોડવાનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે એક ગ્લાસ હુંફાળું પાણી પીવું. ગરમ પાણી શરીરને સક્રિય કરી શકે છે.
જો તમને કબજિયાતની ફરિયાદ હોય તો તેનાથી તે દૂર થઈ શકે છે. જો તમે આ પાણીમાં લીંબુ નાખીને પીશો તો તેનાથી પણ વધુ ફાયદા થઈ શકે છે. બહાર ફરવા જાઓ: ઘણીવાર મહિલાઓ સવારે ઉઠતાની સાથે જ રોજિંદા કામમાં લાગી જાય છે, જેના કારણે તેમને લાગે છે કે ઊંઘ પૂરી નથી થઈ રહી.
જો તમે ફ્રેશ થયા પછી બહાર ગાર્ડન કે રસ્તા પર ચાલવા નીકળો તો તમને થોડી તાજી બહારની હવા મળે અને તમારી ઊંઘ તો તૂટી જશે. આ સાથે બગીચામાંથી તાજો ઓક્સિજન લેવાથી તમે ઉર્જાનો અનુભવ કરશો.
રાત્રે હલકું ખાવું: જો તમે દરરોજ રાત્રે બટર ચિકન, દાલ મખાની, શાહી પનીર જેવી વસ્તુઓ લેતા હોવ તો તમારી આદતમાં બદલાવ લાવો. જો તમે રાત્રે લીલા શાકભાજી, દાળ, રોટલી, સલાડ, ખીચડી વગેરે લો છો, તો તેનાથી તમારું પેટ હળવું રહે છે અને જ્યારે તમે સવારે ઉઠો છો ત્યારે તમને સુસ્તી નથી લાગતી.
એલાર્મને બેડથી દૂર રાખો: જો તમે ફોન પર એલાર્મ લગાવીને સૂઈ જાઓ છો અને ફોનને તમારી પાસે રાખો છો, તો તેનાથી બે નુકસાન થઈ શકે છે. એક, ફોનને નજીક રાખવાથી તમે આરામથી સૂઈ શકતા નથી, સાથે જ તમે સવારે એલાર્મ બંધ કરીને ફરી સૂઈ શકો છો.
આવી સ્થિતિમાં સમયસર ઉઠવા માટે જરૂરી છે કે તમે એલાર્મને બેડથી થોડાક ડગલાં દૂર રાખો જેથી કરીને તેને બંધ કરતી વખતે તમે પથારીમાંથી ઉઠો અને તમારી ઊંઘ તૂટી જાય.
ગેજેટ્સ સાથે સૂશો નહીં: ઘણી સ્ત્રીઓ રાત્રે પોતાના મોબાઈલ કે લેપટોપ પર નેટ સર્ફિંગ કરતી રહે છે અને રાત્રે આ ગેજેટ્સ જોતા જોતા ઊંઘી જાય છે. પરિણામે, તેઓ સારી રીતે સૂઈ શકતા નથી. સારી ઊંઘ માટે જરૂરી છે કે તમે રાત્રે શાંતિથી સૂઈ જાઓ. જો તમે ફોન, લેપટોપ, ટીવી બંધ રાખીને સૂતા હોવ તો સારી ઊંઘ આવવાની શક્યતા વધી જાય છે.
જો તમે ઉપર બતાવેલા સરળ ઉપાયો અપનાવશો તો તમે દરરોજ સવારે વહેલા ઉઠવાની આદત લગાવી શકો છો. કોઈપણ આદત વિકસાવવામાં ઓછામાં ઓછા 10 થી 15 દિવસ લાગે છે. એવું બની શકે કે તમે શરૂઆતમાં અસ્વસ્થતા અનુભવો, પરંતુ ધૈર્ય રાખો, ધીમે ધીમે આ દિનચર્યા જાળવી રાખવાથી તમને તેની આદત પડી જશે.
જો તમને અમારી માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.