tips to make child intelligent
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

દરેક માતાપિતાની એવી એક ઈચ્છા હોય છે કે તેમનું બાળક ભણી ગણીને એક સફળ વ્યક્તિ બને અને સમાજમાં મોટું નામ બનાવે. આ જ કારણે આજકાલ દરેક માતા-પિતા બાળપણથી જ તેમના બાળકોના શિક્ષણ પર ખૂબ ધ્યાન આપતા હોય છે.

આવી સ્થિતિમાં આજે અમે તમને એવી કેટલીક એવી ટિપ્સ જણાવીશું જેની મદદથી તમારા બાળકનો બૌદ્ધિક વિકાસ આપોઆપ વધવા લાગશે. આવો જાણીએ બાળકોને બુદ્ધિશાળી બનાવવા માટેની ટિપ્સ વિશે.

બધું કરવાનું શીખવો : આજના સમયમાં બાળકોને બધું જ આવડવું ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં તમારા બાળકોને માત્ર પુસ્તકો અને ક્લાસમાં ટોપ કરે ત્યાં સુધી મર્યાદિત ન રાખો. તમારા બાળકને રમવા, વાંચવા, ઘરનાં કામોમાં મદદ કરવી, વાત કરવાની આવડત અને ગીતો ગાવા માટે પ્રયત્ન કરાવો.

જો તમે બાળકોને શરૂઆતથી જ દરેક બાબતમાં પ્રોત્સાહિત કરશો તો તમારું બાળક આપોઆપ એક્ટિવ અને બુદ્ધિશાળી બનશે. ઘણા માતા-પિતા નાના બાળકોને કલાકો સુધી રમવા દે છે જેનાથી બાળકોની આદત બગડી જાય છે.

માઈન્ડ ગેમ રમાડો : જરૂરી નથી ગેમ માત્ર બોલ અને બેટથી રમી શકાય. જો તમે તમારા બાળકોને માઈન્ડ ગેમ્સ રામાડશો તો તેનાથી તેમનું આઈક્યુ લેવલ સુધરશે અને વિચારવાની શક્તિ પણ વધશે. વર્ડ સ્ક્રેમ્બલ અને નેમ પ્લેસ થિંગ્સ જેવી ગેમ્સ રમવાથી મગજ તેજ થાય છે અને વિચારવાની ક્ષમતાનો વિકાસ થાય છે.

ફોન/લેપટોપનો સાચો ઉપયોગ કરવાનું શીખવો : ફોનમાં ગેમ રમવા સિવાય ઘણા કામ થઇ શકે છે. મોબાઈલ પર વાર્તાઓ સાંભળવાથી લઈને, પ્રાણીઓ અને પક્ષીઓની પ્રજાતિઓને લગતા વીડિયો જોઈ શકે છે.

આ રીતે બાળકોને મનોરંજન પણ મળે અને તેઓ રમતા રમતા કંઈક શીખે પણ છે. તો તમે માતાપિતા તરીકે પ્રયાસ કરો કે તમારું બાળક ફક્ત કંઈક શીખવાના હેતુથી જ ફોન કે લેપટોપનો ઉપયોગ કરે.

સમાચાર સાંભળવાની અને વાંચવાની ટેવ : બાળક વાંચતા શીખે કે તરત જ તેને દરોજ 10મ મિનિટ છાપું વાંચવાની ટેવ પાડો. અખબાર વાંચવાની ટેવ બાળકોને ભવિષ્યમાં ઘણો ફાયદો આપે છે. તમનું શબ્દભંડોળ, નવા શબ્દો જાણવા મળે છે અને બોલવાની ફ્લુએન્સી પણ સારી બને છે. આ સિવાય સમાચાર સાંભળવાથી જનરલ નોલેજ પણ વધે છે .

સ્પર્ધામાં ભાગ લેવા દો : કોઈપણ સ્પર્ધામાં ભાગ લેવાથી જીતવા કે હારવા સિવાય ઘણું શીખવા મળે છે. આ સિવાય તેમનો આત્મવિશ્વાસ પણ વધે છે. આવી સ્થિતિમાં તમારે પણ પ્રયાસ કરવો જોઈએ કે તમારું બાળક શક્ય તેટલી સ્કૂલમાં વધુને વધુ સ્પર્ધાઓમાં ભાગ લે.

બાળકને બુદ્ધિશાળી બનવા માટે પુસ્તક વાંચવા સિવાય બીજા ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. આ વિકલ્પોની મદદથી તમે તમારા બાળકોને નાનપણથી સ્માર્ટ અને બુદ્ધિસારી બનાવી શકો છો. જો તમને આ ટિપ્સ પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા