Tips to make your home smell good
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણે દરરોજ આપણું ઘર સાફ કરીએ છીએ પરંતુ તેમ છતાં ઘરમાંથી ક્યારેક દુર્ગંધ આવતી હોય છે. જો કે ઘરમાંથી દુર્ગંધ આવવાના ઘણા કારણો હોઈ શકે છે. આવી સ્થિતિમાં જો તમે કેટલીક બાબતોનું ધ્યાન રાખશો તો ઘરમાં દુર્ગંધ નહીં આવે અને આ કેટલીક શાનદાર ટિપ્સ અજમાવીને ઘરને સુગંધિત બનાવી શકાય છે.

1. ધૂપ લાકડીઓ (અગરબત્તી) : ઘરને સુગંધિત બનાવવાની સૌથી સરળ રીત અગરબત્તી. ઘણી વખત સફાઈ કર્યા પછી પણ ઘરમાં વિચિત્ર ગંધ આવે તો તેનાથી છુટકારો મેળવવા માટે તમે ઘરના કોઈપણ ભાગમાં અગરબત્તી લગાવો. અગરબત્તીથી તમારું આખું ઘર સુગંધિત થઈ જશે.

2. મોગરાના ફૂલો : ઘરમાંથી આવતી દુર્ગંધને દૂર કરવા માટે મોગરાના ફૂલનો પણ ઉપયોગ કરી શકો છો. મોગરાના ફૂલની સુગંધ ખૂબ જ સરસ અને તીવ્ર હોય છે જે ફૂલોમાંથી આવતી સુગંધ, ઘરમાંથી આવતી દુર્ગંધને દબાવી દે છે.

3. કપૂર : કપૂર લગભગ દરેકના ઘરે સરળતાથી મળી જશે. તેનો ઉપયોગ પૂજામાં થતો હોય છે પરંતુ તેનો ઉપયોગ તમારા ઘરને સુગંધિત બનાવવા માટે પણ કરી શકો છો. કપૂરને લગાડો, તેમાંથી નીકળતો ધુમાડો તમારા આખા ઘરમાં ફેલાઈ જશે અને પછી દરેક ખૂણેથી ફ્રેશ સુગંધ આવશે.

4. રૂમ ફ્રેશનર : ઘરગથ્થુ ઉપાયો કરવા નથી માંગતા તો તમે બજારમાં મળતા રૂમ ફ્રેશનરનો પણ ઉપયોગ કરી શકો છો. તમને કોઈપણ જર્નલ સ્ટોરમાંથી સરળતાથી રૂમ ફ્રેશનર મળી જશે. તમે ઓનલાઇન પણ ઘરે મંગાવી શકો છો. જ્યાં દુર્ગંધ આવે ત્યાં રૂમ ફ્રેશનરથી સ્પ્રે કરો. ઘરમાં ખૂબ જ સારી સુગંધ આવે છે.

5. એસેન્શીયલ ઓઇલ : ઘરને સુગંધિત રાખવા માટે એસેન્શીયલ ઓઈલ સારો વિકલ્પ છે. તમારે ફક્ત 1 કપ પાણીમાં થોડું એસેન્શીયલ ઓઇલ ઓઇલ મિક્સ કરીને તેને સ્પ્રે બોટલમાં ભરી લેવાનું છે પછી આખા ઘરમાં તેનો છંટકાવ કરો. ઘરમાં ખૂબ જ સારી સુગંધ આવશે.

6. આ ભૂલો ના કરો : જો તમે ઘરની સફાઈ સારી રીતે નથી કરતા તો પણ ઘરમાં દુર્ગંધ આવી શકે છે. ધર્મ રહેલા કચરાને એકસાથે ફેંકી દો. લાંબા સમય સુધી કચરો ઘરમાં રાખવાથી પણ દુર્ગંધ અને મચ્છર આવે છે.

બાથરૂમની અંદર કોઈ પણ ભીનું કપડું ના રાખો. આ સિવાય રૂમનો દરવાજો અને બારીઓ લાંબા સમય સુધી બંધ રાખવાથી પણ દુર્ગંધ આવે છે. તેથી ઘરની બારી અને દરવાજા ચોક્કસ ખોલો. ઘરમાં તડકો પણ આવવા દો. ઘરને સુગંધિત બનાવવાની ટિપ્સને તમે પણ અજમાવો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા