toilet brush cleaning tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

દરેક વ્યક્તિ જાણે છે કે શૌચાલય સ્વાસ્થ્ય માટે કેટલું મહત્વનું છે પરંતુ વ્યક્તિ એ પણ જાણે છે કે શૌચાલય ત્યારે જ સ્વચ્છ થઈ શકે છે જ્યારે શૌચાલયને સાફ કરતું બ્રશ પણ સ્વચ્છ હોય. સામાન્ય રીતે લોકો આ વાતને નજરઅંદાજ કરે છે અને સીધું ટોયલેટ સીટ સાફ કરે છે પરંતુ ટોયલેટ બ્રશ સાફ કરાવને જરૂરી નથી સમજતા.

જો તમને પણ આવી આદત છે તો જાણી લો કે આનાથી તમારા બાથરૂમમાં હંમેશા દુર્ગંધ આવશે અને કીટાણુઓ પણ ક્યારેય નાશ નથી પામતા. દેખીતી રીતે તમે ટોઇલેટ બ્રશને ટોઇલેટ સીટની નજીક જ રાખતા હશો. તો આવી સ્થિતિમાં તમારી ટોયલેટ સીટ સ્વચ્છ દેખાવા છતાં પણ તે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સ્વચ્છ નથી.

એટલા માટે એ પણ ખૂબ જ જરૂરી છે કે જ્યારે પણ તમે ટોયલેટ સીટ સાફ કરો તો તરત જ ટોયલેટ બ્રશને પણ સાફ કરી લો. ટોઇલેટ બ્રશ સાફ કરવું એ કોઈ મુશ્કેલ કામ નથી. તો તમે પણ કેટલીક સરળ ટિપ્સને અનુસરીને ટોઇલેટ બ્રશને સાફ કરી શકો છો.

વિનેગર અને બેકિંગ સોડાથી સાફ કરો : સામગ્રી : 1 ટબ સ્વચ્છ પાણી, 2 મોટી ચમચી વિનેગર અને 1 ચમચી ખાવાનો સોડા

વિધિ : એક ટબમાં સ્વચ્છ પાણી લો અને તેમાં વિનેગર અને બેકિંગ સોડા ઉમેરો. આ પછી ટોઇલેટ બ્રશને આ મિશ્રણમાં લગભગ 1 કલાક માટે ડુબાડીને રાખો. આમ કરવાથી ટોયલેટ બ્રશમાં ફસાયેલી બધી ગંદકી આપોઆપ બહાર નીકળી જશે, પછી સ્વચ્છ પાણીથી એકવાર બ્રશ સાફ કરો. પછી બ્રશને સૂકવવા માટે કોઈ જગ્યાએ લટકાવી દો.

ટોઇલેટ બ્રશને જંતુમુક્ત કરવા માટે સામગ્રી : 1/2 કપ ડેટોલ અને 1/2 ડોલ ગરમ પાણી

વિધિ : જયારે તમે ટોઇલેટ બ્રશને સારી રીતે સાફ કરી લો પછી બ્રશને જંતુમુક્ત પણ કરો. એક ડોલમાં ગરમ ​​પાણી લો અને તેમાં ડેટોલ ઉમેરો. હવે આ પાણીમાં ટોઇલેટ બ્રશ ને 15 થી 20 મિનિટ સુધી ડુબાડીને રાખો. પછી ટોઇલેટ બ્રશને સારી રીતે સુકાવો.

ટોઇલેટ બ્રશના હેન્ડલને કેવી રીતે સાફ કરવા માટે સામગ્રી : 1 મોટી ચમચી બ્લીચિંગ પાવડર, 2 મોટી ચમચી ખાવાનો સોડા અને 1 કપ પાણી

વિધિ : 1 કપ પાણીમાં બ્લીચિંગ પાવડર અને બેકિંગ સોડાને મિક્સ કરો. હવે આ મિશ્રણને ટોયલેટ બ્રશના હેન્ડલ પર લગાવીને થોડીવાર માટે રહેવા દો. પછી તમે હૂંફાળા પાણીથી હેન્ડલને સાફ કરી લો. આમ કરવાથી હેન્ડલની બધી ગંદકી નીકળી જશે.

આ બાબતો ધ્યાનમાં રાખો : ટોઇલેટ બ્રશ ક્યારેય ભીના ફ્લોર પર ના રાખો. તેને હંમેશા સાફ કરીને સૂકવ્યા પછી લટકાવી દો. જો તમે ભીના ફ્લોર પર ટોયલેટ ક્લીનર મૂકો છો તો ભીનાશને કારણે તેમાં બેક્ટેરિયા વધવા લાગશે. આ પણ એક કારણ બાથરૂમની દુર્ગંધ હોઈ શકે છે.

યાદ રાખો કે ટોયલેટ બ્રશ દર 3 મહિને બદલવો જોઈએ. આનું કારણ એ છે કે ટોયલેટ સીટની નિયમિત સફાઈ કરવાથી બ્રશ ઘસાઈ જાય છે અને ફેલાય જાય છે, જેના કારણે સીટ સારી રીતે સાફ થતી નથી. તો બ્રશને બદલવું એ વધુ સારો વિકલ્પ છે.

ટોઇલેટ સીટને ક્યારેય ગંદા ટોઇલેટ બ્રશથી સાફ ના કરશો. આમ કરવાથી ટોઇલેટ સીટ પરના ડાઘા અને ગંદકી રહી શકે છે પરંતુ ગંદા ટોઇલેટ બ્રશ સીટના જંતુઓનો નાશ કરી શકતું નથી.

હવે આગલી વખતે જ્યારે તમે ટોઇલેટ સીટ સાફ કરો છો ત્યારે તરત જ ટોઇલેટ બ્રશ સાફ કરવાનું ભૂલશો નહીં. જો તમને આ માહિતી ગમી હોય તો લાઈક કરજો અને આવી જ બીજી રસપ્રદ માહિતી વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા