tomato benefits in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ભોજન બનાવવા માટે આપણે ઘણા બધા મસાલાઓ સાથે ઘણી બધી શાકભાજીનો ઉપયોગ કરીએ છીએ. દરેક મસાલા અને શાકભાજી શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે. ખાસ કરીને જો ટામેટાની વાત કરીએ તો ટામેટા દરરોજ ઉપયોગમાં આવતી વસ્તુ છે.

બધા લોકો ટામેટાનો ઉપયોગ ભોજનમાં જુદી જુદી વાનગીઓમાં સ્વાદ વધારવા કરે છે. ખાસ કરીને શાક, દાળ અને સલાડ માં તેનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ટામેટાનો ઉપયોગ વધુમાં વધુ ફાયદો મેળવવા કેવી રીતે કરી શકીએ તે વિષે મોટાભાગના બધા લોકો અજાણ હોય છે.

ટામેટાનો ઉપયોગ કાચો જ કરવો કરવો જોઈએ કારણકે ટામેટાને વધારે પડતા રાંધવાથી તેમાં રહેલા તત્વો નષ્ટ થાય છે. તેથી ખાસ કરીને તેનો ઉપયોગ બને ત્યાં સુધી સલાડ માં વધુ કરવો જોઈએ.

ટામેટામાં ભરપૂર માત્રામાં શરીરને જરૂરી પોષકતત્વો સાથે  વિટામિન એ, વિટામિન બી અને વિટામિન સી ખૂબ જ સારી માત્રામાં મળી રહે છે.

ટામેટા નો રસ હરસ, મસા અને કબજીયાત ને મટાડનાર છે. આ સાથે તે લોહીમાં વધારો અને પિત્તની વૃદ્ધિ કરનાર છે. ટામેટા અરુચિ માટે ફાયદાકારક છે. ટામેટા નું કચુમ્બર કરીને તેમાં સુંઠ અને સિંધા નમક નાખીને ખાવાથી અરુચિ મટે છે.

જે લોકોના શરીરમાં લોહીની ઉણપ હોય અને શરીર પીળું રહેતું હોય તેવા લોકોએ ટામેટાના સૂપની અંદર એક થી બે ચમચી જેટલો ચ્યવનપ્રાશ નાખી સવાર-સાંજ લેવાથી શરીર એકદમ ટામેટા જેવું લાલ બની જાય છે. એટલે કે શરીરમાં લોહી વધારવા માટે અને લોહીની ઉણપ દૂર કરવા ટામેટા ખૂબ જ મદદરૂપ થાય છે.

જે લોકોને આખો દિવસ પસાર કરવા છતાં પણ ભૂલ લાગતી ન હોય તેવા લોકોએ ટામેટાના ટુકડા કરી તેના ઉપર સિંધવ મોઠું, ધાણાજીરું અને કાળા મરીનો પાવડર મિશ્ર કરી ખાવાથી ભૂખ ઉગડે છે અને પાચનશક્તિ તીવ્ર બને છે.

જે લોકો વારંવાર કબજીયાતની સમસ્યાથી પીડાઈ રહ્યા છે તેના માટે ટામેટા રામબાણ સાબિત થાય છે. આ માટે સવાર-સાંજ દરરોજ તાજા ટામેટાનો સુપ પીવાથી કબજિયાતમાં રાહત મળે છે. આ સાથે જે લોકોને અનિદ્રાની સમસ્યા હોય તે લોકો માટે પણ  ટામેટાનો સુપ ફાયદાકારક છે.

જે લોકોના મોઢામાં અવારનવાર ચાંદાં પડે છે તે લોકો માટે  ટામેટા ફાયદારૂપ સાબિત થાય છે. આ માટે પાણીમાં ટામેટાના રસને મિક્સ કરી એના કોગળા કરવાથી ચાંદા ઠીક થઈ જાય છે. કૃમિ રોગ માં ટામેટાના રસ માં હિંગ નો વઘાર કરીને પીવાથી ફાયદો થાય છે.

હાડકાને મજબૂત કરવા ટામેટા ફાયદાકારક છે. ટામેટા માં કેલ્શિયમ રહેલું હોવાથી તે હાડકાને મજબૂત કરે છે. આ સાથે સાંધાની તકલીફમાં પણ ટામેટા ખાવાથી રાહત મળે શકે છે. તમને જણાવીએ કે કાચા ટામેટા ખાવાથી લોહીમાં બ્લડ શુગરનું લેવલ જળવાઈ રહે છે અને આથી ડાયાબિટીસની બીમારી સામે ટામેટા ખાવાથી રક્ષણ મળે છે.

નોંધ લેવી : જે લોકોને પથરી, સોજા, સંધિવા અને અમ્લપિત્ત ના રોગ ની તકલીફ હોય તેવા લોકોએ ટમેટાનું સેવન કરવું જોઈએ નહિ. આ સાથે જે લોકોને ટામેટા ખાવાથી એલર્જી ની સમસ્યા રહેતી હોય તે લોકોએ પણ ટામેટા ખાવાથી દૂર રહેવું જોઈએ.

ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી માહિતી ઘરે બેસી જાણવા અને શીખવા માટે રસોઈની દુનિયા સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા