tomato pulao recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

Tometo Pulao Recipe: તમે ઘરે વેજ બિરિયાની ચોક્કસ બનાવતા હશો કારણ કે આ પ્રકારના ભાતની રેસિપી દરેકને ખાવાનું ગમે છે. આ લેખમાં, અમે તમને વેજ બિરયાનીમાંથી સરળ ટમેટા રાઈસની રેસીપી બનાવવાની રીત જણાવીશું.

જો જમવાના સમયે તમને સમજાતું નથી કે આજે શું રાંધવું તો આ રેસીપી તમારા માટે બેસ્ટ છે કારણ કે તેને બનાવવી ખુબ જ સરળ છે અને સાથે જ તે ખાવામાં એટલી સ્વાદિષ્ટ છે કે તમે તેને ઘરે જ બનાવીને ખવડાવશો તો ઘરના બધા જ તમારા વખાણ કરતા રહેશે. આવો જાણીએ તેને બનાવવાની રીત.

સામગ્રી : બાસમતી ચોખા – 200 ગ્રામ, તેલ – 1 ચમચી, કાળા મરી – 1/2 ચમચી, કાળી ઈલાયચી – 1, તજ – 1, 2 ટામેટાની પ્યુરી, તેલ – 2 ચમચી, તમાલપત્ર – 1, જીરું – 1 ચમચી, સમારેલી ડુંગળી – 2, છીણેલું આદુ લસણ – 1 ચમચી, સૂકું લાલ મરચું – 2 ચમચી, લાલ મરચું પાવડર – 1/2 ચમચી, મીઠું સ્વાદ મુજબ, ધાણાજીરું પાવડર – 1/2 ચમચી, જીરું પાવડર – 1/2 ચમચી, ગરમ મસાલો – 1/2 ચમચી, લીલા વટાણા – 100 ગ્રામ, બાફેલા બટેટા – 2 અને થોડી કોથમીર.

ટોમેટો રાઈસ બનાવવાની રીત : સૌપ્રથમ બાસમતી ચોખાને બે થી ત્રણ વાર ચોખ્ખા પાણીથી ધોઈ લો અને પછી ચોખાને 10 થી 15 મિનિટ પાણીમાં પલાળી રાખો જેથી ચોખા સારી રીતે થોડા ફૂલી જાય.

પછી ચોખામાંથી પાણી કાઢી લો. હવે કૂકરને ગેસ પર મૂકી તેમાં એક ચમચી તેલ નાખીને બરાબર ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં કાળા મરી, તજ, મોટી ઈલાયચી નાખીને સાંતળો. પછી તેમાં બાસમતી ચોખા, એક કપ પાણી, ટામેટાની પ્યુરી, હળદર, સ્વાદ મુજબ મીઠું નાખીને સારી રીતે મિક્સ કરી લો.

પછી, કૂકર પર ઢાંકણું ઢાંકીને એક સીટી આવે ત્યાં સુધી ચોખાને મધ્યમ આંચ પર રાંધો. કુકરની એક સીટી વાગ્યા બાદ કુકરને ગેસ પરથી ઉતારી લો અને તેને ઠંડુ થવા માટે બાજુ પર રાખો. કૂકર ઠંડું થાય પછી ચોખાને એક વાસણમાં કાઢી લો.

હવે ગેસ પર એક કડાઈ મૂકો, તેમાં બે ચમચી તેલ ઉમેરીને ગરમ કરો. તેલ ગરમ થયા પછી, કડાઈમાં જીરું અને તમાલપત્ર નાખો અને તેને ફ્રાય કરો. ત્યાર બાદ તેમાં સમારેલી ડુંગળી, એક ચમચી છીણેલું લસણ આદુની પેસ્ટ અને બે સૂકા લાલ મરચાને બે ટુકડા કરીને મધ્યમ તાપ પર તેને સતત હલાવતા રહો જ્યાં સુધી ડુંગળી આછી સોનેરી રંગની ન થાય.

ડુંગળી સોનેરી રંગની થાય ત્યાર બાદ, કડાઈમાં લાલ મરચું પાવડર, ધાણા પાવડર, ગરમ મસાલો પાવડર, જીરું પાવડર, સ્વાદ મુજબ મીઠું નાખીને મિક્સ કરો. પછી અડધો કપ લીલા વટાણા અને બે બાફેલા બટાકાના નાના ટુકડા કરી તેને સારી રીતે મિક્સ કરી 1 થી 2 મિનિટ સુધી ધીમી આંચ પર પકાવો. પછી તેમાં થોડી ઝીણી સમારેલી કોથમીર ઉમેરીને મિક્સ કરો.

આ બધી સામગ્રી સારી રીતે મિક્સ થઇ ગયા પછી, તેમાં રાંધેલા બાસમતી ભાત ઉમેરો અને તેને ધીમી આંચ પર સારી રીતે મિક્સ કરો જેથી મસાલો ભાતમાં સારી રીતે ભરી જાય. તો તૈયાર છે મસાલેદાર ટોમેટો રાઇસ. હવે એક પ્લેટમાં કાઢીને ગરમા-ગરમ સર્વ કરો.

સૂચના : આ રેસીપી તમે ઘરે કોઈપણ ચોખાનો ઉપયોગ કરીને બનાવી શકો છો. ચોખાને પલાળતા પહેલા એક કે બે વાર પાણીથી જરૂર ધોઈ લો, જેથી ચોખામાં રહેલો પાવડર સારી રીતે ધોવાઈ જાય.

ભાતને ભીના ન રાંધવા કારણ કે જો ભીના હશે તો તે ચોંટી જાય છે અને ખાવામાં સારા નહિ લાગે. કૂકરમાં ચોખા રાંધતી વખતે તેમાં સરખા પ્રમાણમાં ચોખા અને પાણી ઉમેરીને એક સીટી પર પકાવો. આને કારણે ભાત દાણાદાર બનશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા