અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now
સામગ્રી
- 2 મધ્યમ ટામેટાં
- 1 કપ જાડું દહીં
- 2 ચમચી જીણી સમારેલી કોથમીર
- 1 લીલું મરચું, ઝીણું સમારેલ
- 1/2 ચમચી જીરું પાવડર
- 1/4 ચમચી કાળા મરી પાવડર (વૈકલ્પિક)
- સ્વાદ મુજબ મીઠું
ટામેટાનું રાયતું
- સૌથી પહેલા એક બાઉલમાં દહીં લો અને તેને ચર્નર અથવા વ્હિસ્કની મદદથી ફેટી લો (સારી રીતે હલાવી લો).
- હવે 2 ટામેટાને બે ભાગમાં કાપીને તેમાંથી બીજ કાઢી લો અને તેમને નાના ટુકડાઓમાં કાપો.
- હવે દહીંમાં સમારેલાં ટામેટાં, સમારેલાં લીલાં મરચાં, સમારેલી કોથમીર, જીરું પાવડર અને મીઠું ઉમેરો.
- આ બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો અને રાયતાનો ટેસ્ટ કરી જોવો. જો જરૂરી હોય તો વધુ મીઠું ઉમેરો.
- હવે રાયતાને સર્વિંગ બાઉલમાં કાઢી લો અને તેના પર કાળા મરીનો પાવડર છાંટો.
ટિપ્સ
- ટામેટાં લાલ પાકેલા અને સ્વાદમાં ઓછા ખાટા હોય તેવા લો.
- અલગ સ્વાદ માટે, રાયતામાં 1/2 સમારેલી ડુંગળી અને અથવા 1/3 કપ સમારેલી કાકડી ઉમેરો.
- રાયતાને કંઈક અલગ બનાવવા માટે, કાળા મરીના પાવડરને બદલે રાઈ અને હિંગ તડકો લગાવો.