માર્કેટ જેવો જ ટોમેટો સૉસ ઘરે બનાવવાની સરળ રીત | Tomato Sauce Recipe in Gujarati

tomato sauce recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શું તમે પણ ઘરે ટોમેટો સૉસ બનાવવા માંગો છો? જો હા, તો તમારે આ રેસિપી અંત સુધી જરૂર વાંચવી જોઈએ. આજે અમે તમને ટોમેટો સૉસ બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જણાવીશું, જેથી તમે કોઈપણ ભૂલ વગર તમારા ઘરે બનાવી શકશો.

સામગ્રી

  • ટામેટા – 1.5 કિગ્રા
  • આદુ – 1.5 ઇંચ
  • લસણ – 8 થી 10
  • સમારેલી ડુંગળી – 1
  • પાંચ તાજા લાલ મરચાં
  • કાળા મરી – 5 થી 6
  • લવિંગ – 4
  • તજની લાકડીઓ – 2
  • સમારેલી બીટરૂટ – 5 થી 6 ટુકડાઓ
  • તાજા લાલ મરચા – 5 નંગ
  • મીઠું – 2 ચમચી
  • કાશ્મીરી લાલ મરચું પાવડર – 1 ચમચી
  • ખાંડ – 225 ગ્રામ
  • વિનેગર – 1 કપ

ઘરે ટોમેટો સૉસ બનાવવાની રીત

  • ટોમેટો સૉસ બનાવવા માટે 1.5 કિલો લાલ અને પાકેલા ટામેટાં લો અને તેને સારી રીતે ધોઈ લો.
  • ટામેટાંની ટોચને કાપી નાખો અને તેના નાના ટુકડા કરો.
  • એક કઢાઈ લો અને તેમાં ટામેટાના બધા ટુકડા નાખો.
  • 1.5 ઇંચ આદુ, 8-10 લસણની કળી, એક સમારેલી ડુંગળી, 5-6 કાળા મરીના દાણા, ચાર લવિંગ અને 2 તજની લાકડીઓ ઉમેરો.
  • બીટરૂટના 5-6 ટુકડા (અડધું બીટ), પાંચ તાજા લાલ મરચાં અને 3-4 ચમચી પાણી ઉમેરો.
  • હવે આ કઢાઈને ધીમી આંચ પર ગેસ ઉપર મૂકો, ઢાંકણ બંધ કરો અને 20-25 મિનિટ સુધી ધીમા તાપે પકાવો.
  • 20-25 મિનિટ પછી, ગેસ બંધ કરો અને સોસના મિશ્રણમાંથી તજની લાકડી, કાળા મરી અને લવિંગને કાઢી લો.
  • સૉસનું મિશ્રણ ઠંડું થાય પછી તેને ગ્રાઇન્ડીંગ જારમાં નાખીને તેની ઝીણી પેસ્ટ બનાવી લો.
  • ગરણીનો ઉપયોગ કરીને પેસ્ટને ગાળી લો.

આ પણ વાંચો: મુમ્બઈ નો પ્રખ્યાત ટોમેટો પુલાવ એકદમ સરળ અને ટેસ્ટી બનાવાની રીત જાણો

  • એક પેનને ગેસ પર મૂકો, તેમાં તૈયાર સૉસની પેસ્ટ, 2 ચમચી મીઠું, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
  • 225 ગ્રામ ખાંડ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
  • 1 કપ સફેદ વિનેગર ઉમેરો અને 25-30 મિનિટ માટે સારી રીતે રાંધો.
  • 25-30 મિનિટ પછી, એક પ્લેટમાં થોડો સૉસ રેડો, જો સૉસ નીચે વહેતો નથી, તો તેનો અર્થ એ કે સૉસની
  • કન્સીસ્ટન્સી બરાબર છે. જો પાણી અને સૉસ અલગ પડતો હોય તો થોડી વાર વધુ પકાવો.
  • એકવાર સૉસની કન્સીસ્ટન્સી બરાબર થઈ જાય, ગેસ બંધ કરો અને તેને સંપૂર્ણપણે ઠંડુ થવા દો.
  • તૈયાર સૉસને કાચની બોટલમાં ભરો અને તેને (ફ્રિજમાં) 1-1.5 મહિના માટે રાખો.
    હવે તમારો બજાર સ્ટાઇલ ટોમેટો સૉસ તૈયાર છે.

જો તમને અમારી ટોમેટો સૉસ બનાવવાની રીત પસંદ આવી હોય તો શેર કરજો. આવી અવનવી વાનગી જાણવા માટે રસોઈનીદુનિયા ફેસબુક પેજને ફોલો કરો.