શું તમે પણ ઘરે ટોમેટો સૂપ રેસીપી બનાવવા માંગો છો? જો હા, તો તમારે આ રેસિપી અંત સુધી જરૂર વાંચવી જોઈએ. આજે અમે તમને ટોમેટો સૂપ બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જણાવીશું, જેથી તમે કોઈપણ ભૂલ વગર તમારા ઘરે બનાવી શકશો.
સામગ્રી
- 2 મધ્યમ લાલ ટામેટાં, બારીક સમારેલા
- 1/4 ચમચી જીરું
- 1-2 લસણની કળી, બારીક સમારેલી
- 1/2 લીલું મરચું, બારીક સમારેલું
- 1/2 ચમચી છીણેલું આદું
- 1 ચમચી ખાંડ (વૈકલ્પિક)
- 1 ચમચી તેલ
- મીઠું, સ્વાદ અનુસાર
ટોમેટો સૂપ રેસીપી
- ટામેટાંને મોટા ટુકડાઓમાં અને બીટને નાના ટુકડાઓમાં કાપો.
- ટામેટાં, બીટ, લસણ, મરી અને તેજ પત્તાને એક મધ્યમ કડાઈ અથવા એક ૨-૩ લીટર ક્ષમતાવાળા પ્રેશર કૂકરમાં નાખોં. તેમાં 1 કપ પાણી અને મીઠું નાખોં અને મધ્યમ આંચ પર જ્યાં સુધી બીટ અને ટામેટાં નરમ થઈ જાય ત્યાં સુધી ઢાંકીને પકાવો. તેમાં લગભગ 8 થી 10 મિનિટનો સમય લાગશે. જો તમે પ્રેશર કૂકરનો ઉપયોગ કરી રહ્યા છો તો તેને મધ્યમ આંચ પર 2 સીટી થાય ત્યાં સુધી પકાવો.
- જ્યારે તે ટામેટા અને બીટ નરમ થઈ જાય ત્યારે ગેસને બંધ કરી દો. ઢાંકણ હટાવો અને મિશ્રણને થોડી મિનિટ માટે ઠંડુ થવા દો.
- હવે કૂકરમાંથી તેજ પત્તું કાઢી નાખોં અને બ્લેંડરથી પ્યુરી બનાવો (અથવા મિક્સર ગ્રાઇન્ડરમાં પ્યુરી બનાવી લો). મિશ્રણ ગરમ હોવાથી પ્યુરી બનાવતી વખતે ખાસ ધ્યાન રાખો.
- હવે એક મોટા બાઉલ ઉપર ગળણી મૂકો. તેમાં પ્યુરી નાખોં અને તેને ગાળી લો. બહુ બારીક ગળણીનો ઉપયોગ ન કરો કારણ કે, સૂપમાં ટમેટાનો પલ્પ પણ રાખવાનો છે .
આ પણ વાંચો: ટામેટાં ની ચટણી
- હવે એક કડાઈમાં મધ્યમ આંચ પર 1/2 ચમચી બટર ગરમ કરો. તેમાં ૧ ચમચી મેંદો નાખોં. તેને ચમચાથી સતત હલાવીને એક મિનિટ માટે પકાવો.
- તેમાં ધીમે ધીમે ટામેટાંની પ્યુરી નાખોં અને ચમચાથી સતત હલાવતા રહો જેથી ગાંઠો ના બને. તેમાં 1/2 કપ પાણી અને ૧ ચમચી ખાંડ નાખોં અને મિશ્રણને બરાબર મિક્ષ કરો.
- તેને ઊંચી આંચ પર ઉકળવા માટે મૂકો. જ્યારે તે ઉકળવા લાગે ત્યારે આંચને મધ્યમ કરી દો અને 4-5 મિનિટ માટે પકાવો. આ સ્ટેપમાં સૂપને ચાખી જોવો અને જો જરૂર લાગે તો મીઠું અને મરી સ્વાદ પ્રમાણે વધારે નાખોં. ગેસને બંધ કરી દો. ટામેટાંનું સૂપ તૈયાર છે. તેને મરીનો પાઉડર અને લીલા ધાણાથી સજાવો અને પીરસો.
આ પણ વાંચો: પ્રોટીનથી ભરપૂર મગનો સૂપ બનાવવાની રીત
ટીપ્સ
- સૂપ બનાવવા માટે લાલ પાકેલાં અને ઓછા ખાટા ટામેટાં પસંદ કરો.
- ટામેટાંની ખટાશ પ્રમાણે ખાંડની માત્રા ઓછી અથવા વધારે કરો.
- જુદી રીતે બનાવવા માટે તેમાં ટામેટાંની સાથે 1/4 કપ કાપેલું ગાજર નાખોં.
- તેને ક્રીમી બનાવવા માટે ગેસને બંધ કર્યા પછી તેમાં 2 ચમચી તાજું ક્રીમ નાખોં.
- જો તમારી પાસે આખા કાળા મરી ન હોય તો તેના બદલે છેલ્લા સ્ટેપમાં 1/4 ચમચી મરીનો પાઉડર નાખોં.
- સૂપનો ઘાટો લાલ રંગ કરવા માટે બીટ નો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેનાથી સ્વાદમાં કોઈ ફરક નહીં પડે.
- બહુ વધારે બીટ નાખશો નહીં કારણકે તેનાથી સૂપનો રંગ હલકો જાંબુડી થઈ જશે.
જો તમને અમારી ટોમેટો સૂપ રેસીપી બનાવવાની રીત પસંદ આવી હોય તો શેર કરજો. આવી અવનવી વાનગી જાણવા માટે રસોઈનીદુનિયા ફેસબુક પેજને ફોલો કરો.