tongue burn home care
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઘણીવાર આપણે ઉતાવળમાં ગરમાગરમ જમવાનું કે ચા પીએ છીએ, જેના કારણે આપણી જીભ બળી જાય છે અને જલન થવા લાગે છે. ગરમ સૂપ પીધા પછી અથવા ગરમ શાક ખાધા પછી જીભ ઘણીવાર બળે છે અને પછી ઘણા દિવસો સુધી આપણને ખાવામાં ઘણી તકલીફ થાય છે અને કંઈપણ ખાવાનો સ્વાદ પણ નથી આવતો.

તમારી સાથે પણ આવું થયું જ હશે અને આ સમસ્યાથી બચવા આપણે ઘરગથ્થુ ઉપચાર શોધીયે છીએ. જો તમે પણ વારંવાર આ સમસ્યાથી પરેશાન થઇ રહયા છો તો, હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે આ લેખમાં અમે તમને કેટલાક ઘરેલુ ઉપાયો વિશે જણાવીશું, જેને તમે અપનાવી શકો છો.

1 ફુદીના પાન : આયુર્વેદિક અનુસાર, જીભ બળી ગયા પછી તરત જ ફુદીના થોડા પાન ધોઈને ચાવી લો. ફુદીનામાં રહેલું મેંથોલ કોષોને ફરીથી સક્રિય કરે છે તેની ઠંડક તમને બળતરાથી રાહત આપે છે. તે જલ્દીથી રાહત આપે છે અને આ એક કુદરતી ઉપાય છે.

2 મધ : મધના એન્ટિ-બેક્ટેરિયલ ગુણ જીભની જલન પર રક્ષણાત્મક પરત બનાવશે, જેથી બેક્ટેરિયા ત્યાં નુકસાન નહિ પહોંચાડી શકે. મધ ખાવાથી બળતરા અને સોજામાં પણ રાહત મળે છે, તેથી જ્યારે પણ તમારી જીભ બળે ત્યારે તરત જ એક ચમચી મધ ખાઈ લો. બળેલી જીભ પર મધ લગાવવાથી અને લાળ સાથે ટપકવાથી બળતરા ઓછી થાય છે અને આરામ મળે છે.

3 દહીં : જીભ બળે તો દહીં ખાઓ. દહીં કુદરતી રીતે ઠંડક આપે છે અને બળતરાને દૂર કરે છે. આ સિવાય તમે ગુલાબના પાન જીભ પર રાખવાથી બળી ગયેલી જગ્યાની ગરમી ઓછી થાય છે. નાળિયેરનું પાણી મોઢામાં રાખવાથી ઠંડક મળે છે અને બળી ગયેલી જગ્યા ઠીક થઈ જાય છે.

4. ખાંડ : જો તમે જમવા બેઠા છો તો અને ઉતાવરમાં કંઈક ગરમ ખાઈ લીધું છે તો અને તમારી જીભ બળી જાય તો તમારે તે જલનને દૂર કરવા માટે ખાંડ ખાઈ શકો છો. ખાંડ ખાવાથી જીભની બળતરા તો દૂર થાય છે પણ મોઢામાં ખરાબ સ્વાદ પણ દૂર થાય છે.

5. એલોવેરા જેલ : એલોવેરા જેલ પણ એક અસરકારક ઉપાય છે. જીભ બળતાની સાથે જ તેના પર એલોવેરા જેલ લગાવો, તે જીભ પરના અસરગ્રસ્ત કોષોને ઠંડુ કરીને રાહત આપે છે. આ માટે તમે થોડું એલોવેરા તોડીને તેની જેલ તમારી જીભ પર લગાવો. તમે તેને ફ્રીજમાં આઇસ ક્યુબની જેમ મૂકીને પણ જીભ પર લગાવી શકો છો.

જો તમને આ જાણકારી ગમી હોય તો આવી જ જીવનઉપયોગી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, અહીંયા તમને કિચન ટિપ્સ, હોમ્સ ટિપ્સ અને અવનવી વાનગીઓની માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા