tulsi uses in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણે બધા જાણીયે છીએ, હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ઘણું મહત્વ આપવામાં આપ્યું છે. આ છોડને દેવતુલ્ય માનવામાં આવે છે અને તેથી દરેક હિન્દુ પરિવાર તુલસીનો છોડ હોય છે અને તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે.

પરંતુ ધાર્મિક મહત્વની સાથે સાથે, તુલસીનો છોડ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે અને તેના પાંદડાઓનો ઉપયોગ ખોરાકને સ્વાદિષ્ટ બનાવવા માટે પણ કરી શકાય છે. ખાસ કરીને શરદી, ઉધરસ અને તાવ જેવી સમસ્યાઓ માં તુલસીના પાનનું સેવન કરીને મટાડી શકાય છે.

તેથી જ લોકો તેમના ઘરોમાં તુલસીનો છોડ રોપતા હોય છે અને જરૂર પડે ત્યારે તુલસીના પાંદડા તોડે પણ છે. પરંતુ શું તમે જાણો છો કે શાસ્ત્રોમાં તુલસીના પાન તોડવા માટે કેટલાક નિયમો આપવામાં આવ્યા છે. ‘તુલસીનો છોડ પૂજનીય છે. તેથી, તેના પાંદડા તોડતા પહેલા, શાસ્ત્રોમાં બતાવવામાં આવેલી આ વાતોને ધ્યાનમાં રાખો.

1. કયા દિવસે તુલસીના પાન ન તોડવા જોઈએ

શાસ્ત્રો અનુસાર તુલસીના પાંદડા રવિવારે ક્યારેય તોડવા જોઈએ નહીં. અમાવસ્યા, ચતુર્દશી અને દ્વાદશી પર તુલસીના પાન તોડવું પાપ માનવામાં આવે છે. રવિવારે તુલસીના છોડને પાણી પણ ન આપવું. કહેવામાં આવેલા દિવસોમાં જે વ્યક્તિ તુલસીના પાન તોડે છે, તેને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે

2. તુલસીના પાનને નખથી તોડશો નહીં

ઘણા લોકો તુલસીના પાન તોડવા માટે નખનો ઉપયોગ કરતા હોય છે, પરંત આમ ના કરવું જોઈએ. તુલસી તોડવા માટે નખને બદલે આંગળીની ટોચનો ઉપયોગ કરો. જો શક્ય હોય તો તુલસીના પાંદડા તોડવાને બદલે તમારે પોટમાં પહેલેથી પડી ગયેલા તુલસીના પાંદડાનો જ ઉપયોગ કરવો જોઈએ.

3. કયા સમયે તુલસીના પાન ન તોડવા જોઈએ

સૂર્યાસ્ત પછી તુલસીના પાન ના તોડવા. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે સાંજના સમયે દેવી તુલસી, જેમને શ્રી રાધાનું સ્વરૂપ માનવામાં આવે છે, તે શ્રી કૃષ્ણ સાથે રાસ કરવા માટે જંગલમાં જાય છે. જો કોઈ તેમના રાસમાં વિક્ષેપ ઉભો કરે છે, તો તેણે શ્રી કૃષ્ણ તેમજ શ્રી રાધાના ક્રોધનો એક ભાગ બનવું પડશે. આ સિવાય ચંદ્ર અને સૂર્ય ગ્રહણ સમયે પણ તુલસીના પાંદડા ના તોડવા જોઈએ.

4. ક્યારે તુલસીના પાનને સ્પર્શ ના કરવો

તુલસીના છોડને સ્નાન કર્યા પછી હંમેશા સ્વચ્છ હાથથી જ સ્પર્શ કરવો જોઈએ. જો તુલસીના પાન પહેલેથી જ તૂટી ગયા હોય તો તેને પણ સ્વચ્છ હાથથી સ્પર્શ કરો. જો તમારા ઘરમાં ગોપાલ હોય અને તમે તુલસીના તૂટેલા પાંદડા તેમની સાથે રાખો છો અથવા શ્રી કૃષ્ણને પ્રસાદ ચડાવા માટે જૂના તુટેલા તુલસીના પાંદડા વાપરો છો, તો તમારે 11 દિવસથી જુના પાંદડાઓનો ઉપયોગ ના કરવો જોઈએ.

5. સુકાઈ ગયેલા તુલસીના પાન અને પાંદડા સાથે શું કરવું

જો ઘરમાં તુલસીનો છોડ સંપૂર્ણપણે સુકાઈ ગયો હોય અને તેમાં એક પણ પાન ના ઉગતું હોય તો આવા વૃક્ષને ઘરમાં ના રાખો પણ તેને પવિત્ર નદીમાં ડુબાડી દો કારણ કે ઘરમાં સૂકા તુલસીનો છોડ રાખવો અશુભ માનવામાં આવે છે.

6. ભૂલથી પણ તેમના પર તુલસીના પાન ના ચડાવો

તુલસી ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે, તેથી તમે ભગવાન વિષ્ણુના કોઈપણ સ્વરૂપને તુલસીના પાન અર્પણ કરી શકો છો. પરંતુ તુલસીના પાંદડા ક્યારેય ભગવાન શિવ અને ભગવાન ગણેશને ન ચડાવવા જોઈએ. તમને જણાવી દઈએ કે, શ્રી રાધા ભગવાન શિવને તેમની આરાધ્ય માને છે અને તુલસીનો છોડ શ્રી રાધાનું એક સ્વરૂપ છે.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી Share કરજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે રસોઈ ની દુનિયા ને Like & Follow કરો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા