type fabric not ironing
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

કપડાંને ઇસ્ત્રી કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જો કપડાને ખોટી રીતે ઈસ્ત્રી કરવામાં આવે તો કપડું ખરાબ થઈ શકે છે. જો કે બજારમાં વિવિધ પ્રકારના કાપડ મળે છે પરંતુ તેમની દરેકની અલગ અલગ રીતે કાળજી લેવાની રીત છે.

ઘણા કાપડ એવા હોય છે જેને ઇસ્ત્રીની જરૂર નથી. તમે તેને ધોયા પછી પહેરી શકો છો. આ કાપડ એવા હોય છે કે જો તેને ઈસ્ત્રી કરવામાં આવે તો તે કપડાને નુકસાન પણ થઈ શકે છે. આજના આર્ટિકલમાં અમે તમને એવા કાપડ વિશે જણાવીશું જેને તમારે ઈસ્ત્રી કરવાની ભૂલ ન કરવી જોઈએ.

પોલિસ્ટર :પોલિએસ્ટર કપડામાં કરચલીઓ નથી પડતી તેથી તેને ઇસ્ત્રી કરવાની જરૂર નથી. ઇસ્ત્રીની વધુ ગરમી આ કપડાને બાળી શકે છે. તેથી જો તમે આ ફેબ્રિકના કપડાંને ઇસ્ત્રી કરવી જરૂરી લાગે છે તો તમારે ઇસ્ત્રીની ગરમીનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

સ્વેડ ફેબ્રિક : સ્વેડ કાપડ ચામડાનું બનેલું હોય છે. તેને ઈસ્ત્રી કરવાથી નુકસાન થઈ શકે છે. આમાં શિયાળાના જેકેટ્સ અને ટોપ્સ આવે છે, જે વધારે ગરમીના સંપર્કમાં આવવાથી બળી શકે છે. આ કિસ્સામાં, આ ફેબ્રિકને ઇસ્ત્રી ના કરવી જોઈએ. પરંતુ જો તમારા જેકેટમાં ઘણી કરચલીઓ પડી છે તો તમે સાવધાની સાથે ઓછી ગરમીથી ઇસ્ત્રી કરી શકો છો.

વેલ્વેટ ફેબ્રિક : વેલ્વેટ ખૂબ મુલાયમ અને લકઝરીયસ ફેબ્રિક છે. મોટાભાગના આ કાપડમાંથી ઓશિકા કવર, બ્લેન્કેટ અથવા ડ્રેસ બને છે. ઈસ્ત્રી કરવાથી આ કાપડના સોફ્ટ ટેક્સચરને સંપૂર્ણપણે નુકસાન થઈ શકે છે, જેનાથી ફેબ્રિક ફરીથી પહેલા જેવું કરવું ખૂબ મુશ્કેલ બને છે.

લેધર કાપડ : ચામડાના કપડાં ખૂબ જ સેન્સેટિવ હોય છે. જો તમે તેમને ઇસ્ત્રી કરો છો તો તમારા ડ્રેસને ખરાબ રીતે નુકસાન થઈ શકે છે. તેથી તમારા કપડામાં કરચલીઓ ન પડે તે માટે કપડાને સારી રીતે ફોલ્ડ રાખવું જોઈએ.

શિફોન ફેબ્રિક : આ ખૂબ જ હલકું હોય છે. એવામાં તે માત્ર હળવી ગરમીને કારણે બળી શકે છે. તેથી તમારી પાસે શિફોન સાડી અથવા ડ્રેસ હોય તો તમારે તેને ઇસ્ત્રી ન કરવી જોઈએ. તેથી તેને સારી રીતે ફોલ્ડ કરીને રાખવું જોઈએ. જો ઇસ્ત્રી કરવી જરૂરી લાગે તો તમારે કપડાની ઉપર કાગળ મૂકીને ઇસ્ત્રી કરવી જોઈએ.

ઓર્ગેન્ઝા : ઓર્ગેન્ઝા ફેબ્રિકનો આજકાલ ટ્રેન્ડ છે. જો તમારી પાસે પણ ઓર્ગેન્ઝા ડ્રેસ અથવા સાડી હોય તો ઈસ્ત્રી ન કરવી જોઈએ. કારણ કે તેનું ટેક્ચર ખૂબ મુલાયમ હોય છે. જો ઈસ્ત્રી કરતા એકપણ ભૂલ થાય છે તો કપડાને નુકસાન થઈ શકે છે.

તેથી આ એવા કાપડ હતા જેને તમારે ક્યારેય ઈસ્ત્રી ના કરવી જોઈએ. કપડું લાંબા સમય સુધી ચાલે તે માટે, ઇસ્ત્રી કરતી વખતે જરૂરી સૂચનાઓનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમને જાણકરી ઉપયોગી લાગી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા