ઘણી વાર રાત્રે લાખ પ્રયત્નો કરવા છતાં ઊંઘ નથી આવતી, ઊંઘ ના આવવાની સમસ્યાને અનિંદ્રા ની સમસ્યા કહેવાય છે. ઊંઘ ના આવવાના કારણો ઘણા છે જેમ કે બિનઆરોગ્યપ્રદ આહાર, કસરત ના કરવી, તણાવ અને ઓફિસમાં લાંબા સમય સુધી કામ કરવાથી આપણી ઊંઘમાં ખલેલ પડે છે.
ઘણા સંશોધન મુજબ લાંબા સમય સુધી ઊંઘની ઉણપના લીધે મોટાપા, હાઈ બ્લડ પ્રેશર, હૃદય રોગ અને અકાળે મૃત્યુનું જોખમ પણ વધી શકે છે. પરંતુ તમે સ્વસ્થ જીવનશૈલી પસંદ કરીને આ બધી સંભાવનાઓને ધીમી કરી શકાય છે જે તમને તણાવ દૂર કરવામાં મદદ કરે છે.
ઊંઘ એ તમારા શરીરની ઊર્જા પુનઃસ્થાપિત કરવાની કુદરતી રીત છે અને યોગાભ્યાસ કરવાથી સારી ઊંઘ લઇ શકાય છે. યોગ એ એક આરામદાયક અને પુનર્જીવિત અભ્યાસ છે જે મસલ્સમાં તણાવને દૂર કરી શકે છે.
આમાંની કેટલીક યોગ મુદ્રાઓને તમારી દિનચર્યાનો નિયમિત ભાગ બનાવવાથી તમારી ઊંઘની ગુણવત્તામાં સુધારો કરી શકાય છે. આજે અમે તમને એવા જ કેટલાક યોગાસનો વિશે જણાવીશું જે સુતા પહેલા કરવાથી તમને સારી ઊંઘ મેળવવામાં મદદ કરશે.
બાલાસન : આ માટે, તમારા ઘૂંટણ વાળીને ફ્લોર પર બેસી જાઓ. બંને પગને એવી રીતે વાળો કે તે તમારા બંને પગના અંગૂઠા એકબીજાને સ્પર્શે. હિપ્સને તમારી એડી પર રાખો અને આગળની તરફ ઝૂકવાનું શરૂ કરો. હવે નાકથી ધીમા અને સ્થિર શ્વાસ લેતી વખતે થોડા શ્વાસો માટે આ સ્થિતિમાં રહો.
ઉત્તનાસન : : પગને હિપ્સની પહોળાઈને અલગ રાખો. છાતીને ઘૂંટણ સુધી નીચે લઇ જાઓ અને ઊંડો શ્વાસ લો. જ્યારે તમે શ્વાસ બહાર કાઢો છો ત્યારે તમારા માથાને તમારા પગ પર ફેલાવીને તમારી કરોડરજ્જુને ખેંચો. તમારા હાથને જમીન પર જ રાખો.
જો તમારા હાથ જમીન પર સ્પર્શ થતા નથી તો કોઈ વાંધો નથી; તમારા હાથને હવામાં શક્ય હોય ત્યાં સુધી લંબાવવાનો પ્રયત્ન કરો. દરરોજ આ યોગાભ્યાસ કરવાથી તમારા શરીરના ખેંચાણમાં મદદ કરશે. તણાવ ઘટાડવા માટે તમારા ઘૂંટણને વાળો અને તે તમારા હિપ્સ અને પગ વચ્ચેના તણાવને દૂર કરશે. મૂળ મુદ્રામાં પાછા આવવા માટે નાક દ્વારા ધીમે ધીમે શ્વાસ લો અને ધીમે ધીમે ઉપર આવો.
ઉત્તાનાસન પિંડીઓ અને હિપ્સને ખેંચે છે અને ચિંતાને ઓછી કરીને ગળાના વિસ્તારમાં તણાવ દૂર કરે છે. ઊંઘતા પહેલા 3-5 મિનિટ માટે આ યોગાસન કરીને તમારા મન અને શરીરને આરામ આપી શકો છો. તે તમારા ઊંઘના ચક્રને સારું બનાવવામાં મદદ કરશે.
આશા છે કે તમને આ યોગાસનો પસંદ આવ્યા હશે અને યોગ સંબંધિત આવી જ જાણકારી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.