મોડી રાત સુધી કામ કરવાથી તમને કામની સમયમર્યાદા પૂરી કરવામાં મદદ કરે છે. પણ મોડા સુધી કામ કરવાથી તમારી ત્વચા અને વાળથી લઈને તમારા માનસિક સ્વાસ્થ્ય સુધી દરેક વસ્તુ પર ખરાબ અસર કરતુ હોય છે. ઊંઘ આપણા શરીરમાં બળતરાને ઘટાડે છે અને તે સાયટોકિન્સ ઉત્પન્ન કરે છે જે પ્રોટીનને સંકેત આપે છે જે આપણી રોગપ્રતિકારક શક્તિને જણાવે છે કે કેવી રીતે કામ કરવું.
જ્યારે તમારી ઊંઘ પુરી થતી નથી ત્યારે આ ઇન્ફ્લેમેટરી માર્કર્સ સારી રીતે બનતા નથી. રાતની સારી ઊંઘ ઇમ્યુનીટી અને એનર્જી વધારવામાં અને યાદશક્તિ જાળવવા માટે જરૂરી છે. પણ ભલે તમે તમારા કામ માટે સમયસર ઊંઘ નથી લેતા પણ તેના બીજા ઘણા કારણો છે જે તમારી ઊંઘની ગુણવત્તાની સાથે ગડબડ કરી શકે છે.
જો કે ના ખાલી રોગચાળામાં જ માત્ર ઊંઘનું ચક્ર બદલાયું પરંતુ હોર્મોનલમાં પરિવર્તન, પોષણ સબંધિત અભાવ અને ડાયાબિટીસ જેવી જીવનશૈલીના રોગો પણ છે જે તમારી ઊંઘમાં વિક્ષેપ લાવી શકે છે.
શું તમને ખબર છે કે આપણા શરીરમાં એક આંતરિક ઘડિયાળ હોય છે જેને સર્કેડિયન રિધમ કહેવાય છે અને આપણે તેનો કેવો વ્યવહાર કરીએ છીએ અને આપણે જે શેડ્યૂલનું પાલન કરીએ છીએ તે મુજબ વર્તન અને કાર્ય કરવા માટે અનુકૂળ છે.
આ સર્કેડિયન લય વિભિન્ન કારણો જેવા હોર્મોન્સ, લાઈટ અને અંધકારથી વગેરે પરિબળોથી પ્રભાવિત થાય છે, આજ કારણથી તે આપણી ઊંઘવાનું અને જાગવામાં ચક્રને પણ અસર કરે છે. આ લેખમાં જણાવવામાં આવ્યું છે કે કયા પરિબળો તમારી ઊંઘને અસર કરી શકે છે અને તમારે તેને શા માટે તેને ઠીક કરવાની જરૂર છે.
કામ કરવાના ખોટા કલાકો : જો તમને લાગે કે તમે માત્ર પાંચ કલાકની ઊંઘ લઈને જ જીવી શકો છો અને દિવસની દરેક મિનિટનો ઉપયોગ તમારા કામને પૂર્ણ કરવા માટે કરો છો, તો તમે ખોટા છો. જ્યારે આપણે મોડા જાગીએ છીએ તો તે રિવર્સ મેલાટોનિન અને કોર્ટિસોલ રિબનનું કારણ બને છે.
જ્યારે આપણે એક્ટિવ અને કામ કરતા હોઈએ છીએ ત્યારે આપણું શરીર કોર્ટિસોલ, એડ્રેનાલાઈન અને બીજા હોર્મોન્સ મુક્ત કરે છે. અને જ્યારે તમે મોડા ઉઠો છો, ત્યારે આ ચક્ર ઉલટું થઇ જાય છે, કારણ કે જ્યારે તમે રાત્રે કામ કરો ત્યારે શરીર કોર્ટિસોલ છોડે છે,
સાથે જ્યારે તમે ઊંઘવાનો પ્રયત્ન કરો ત્યારે મેલાટોનિન નીકળે છે પણ ત્યાં સુધીમાં દિવસ થઇ જાય છે. આ આખરે ઊંઘની ગુણવત્તાને ઓછી કરે છે અને તમે ઓછા કલાક સુધી ઊંઘો છો.
સૂતા પહેલા ખાવું : જો તમે રાત્રે ખાવાનું ખાધા પછી કોફી પીવાનું પસંદ કરો છો, તો સંભાવના છે કે તે તમારી ઊંઘને ખલેલ પહોંચાડે. કેફીન એક ઉત્તેજક હોવાના કારણે તે ઊંઘવાના સમયે પણ તમને જાગવામાં મદદ કરે છે.
સૂવાના થોડા કલાકો પહેલા ખાવાથી એસિડ રિફ્લક્સ થાય છે અને તમારી ઊંઘ પર અસર કરે છે. સાથે આલ્કોહોલ પીવાથી ડિહાઇડ્રેશન થાય છે અને તમારી ઊંઘ ઉડી જાય છે. જો તમે રાત્રે કસરત કરો છો તો કસરત પહેલા અને વર્કઆઉટ પછી કોઈ પણ પ્રકારનું સપ્લીમેન્ટ ના લો કારણ કે તેમાંના ઘણામાં કેફીન જેવા ઉત્તેજક પદાર્થ હોય છે.
ડાયાબિટીસ : ઇન્સ્યુલિન બ્લડ સુગરનું લેવલ કંટ્રોલ કરે છે. જ્યારે કોઈ વ્યક્તિમાં ઇન્સ્યુલિન પ્રતિરોધ થાય છે, ત્યારે આપણું શરીર બ્લડ સુગરને કંટ્રોલ કરવા માટે બીટા કોષો દ્વારા ઉપયોગમાં લેવાતા ઇન્સ્યુલિનનો ઉપયોગ કરી શકતું નથી.
ડાયાબિટીસના દર્દીઓ ઘણીવાર પોલ્યુરિયાથી પીડિત હોય છે જેના કારણે તમને વારંવાર પેશાબ કરવાની ઈચ્છા થાય છે અને તમને ઊંઘ આવતી નથી. ઇન્સ્યુલિન સંવેદનશીલતા બ્લડ સુગર લેવલને ઘટાડે છે, જેનો અર્થ છે કે તમને અડધી રાત્રે ભૂખ લાગી શકે છે અને ખાવા માટે જાગી શકો છો.
તે ગ્રેલિન અથવા આપણા ભૂખ હોર્મોનને પ્રભાવિત કરે છે, અને જો તમે ઓછું GI વાળો ખોરાક ખાઓ છો, તો તે તમને લાંબા સમય સુધી ભરેલું રાખશે નહીં.
ડિપ્રેશન : જ્યારે તમે મોડા સૂઓ છો અને મોડા જાગો છો ત્યારે તમને પૂરતા પ્રમાણમાં વિટામિન-ડી મળતું નથી જે તમારી ઊંઘને અસર કરે છે. વિટામિન ડીની ઉણપ કારણે પણ ડિપ્રેશન થાય છે, જે ફરીથી તમારી ઊંઘની ગુણવત્તાને અસર કરે છે.
ડિપ્રેશનના પહેલા લક્ષણોમાં એક છે કે તમે દિવસ દરમિયાન સૂવા માંગતા હોવ છો. ચિંતા અને હતાશા આપણી ઊંઘની ગુણવત્તા પર નકારાત્મક અસર કરે છે અને ચિંતા ખાસ કરીને આ સમય દરમિયાન ઘણા લોકોની ઊંઘને હરામ બનાવે છે.
આ સિવાય આધાશીશી, સંધિવા અને માઈગ્રેન જેવી સમસ્યાઓ પણ પીડા પેદા કરે છે, ઊંઘના ચક્ર પર અસર કરે છે, જેમ કે સ્લીપ એપનિયા કરે છે, જે શ્વાસ લેવામાં તકલીફને કારણે જાગે છે.
આવા કિસ્સાઓમાં તમારે શું કરવું જોઈએ? એક ચોક્કસ સમયે જાગવાની આદત પાડવી જોઈએ અને સ્વૈચ્છિક રીતે સમયસર ઊંઘવા માટે તમારી જાતને દબાણ કરો અને થોડા અઠવાડિયામાં તમારી આ ટેવ બની જશે.
તમારા ફોનને દૂર રાખો કારણ કે સ્ક્રીન લાઇટ તમારા ઊંઘવાના શેડ્યૂલને અસર કરશે અને ફીલ-ગુડ પ્લેસિબો વાતાવરણ બનાવશે.
ઉપર જણાવેલ આ 4 કારણો તમારી ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે. તમને આ લેખ ગમ્યો હોય તો અમને જણાવો અને આવી વધુ માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.
Comments are closed.