ungh no upay gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

સારા સ્વાસ્થ્ય માટે સારી ઊંઘ ખૂબ જરૂરી છે. જો આપણે રાત્રે સારી રીતે ઊંઘી શકતા નથી, તો આપનો બીજો દિવસ અને સ્વાસ્થ્ય બંને પર અસર થાય છે. કોઈપણ વ્યક્તિએ ઓછામાં ઓછી 7-8 કલાકની ઊંઘ જરૂર લેવી જોઈએ.

આપણી ખાવાની આદતો અને જીવનશૈલી આપણી ઊંઘ પર ખરાબ ​​અસર કરે છે. જો આપણે રાત્રે સારી અને ગાઢ ઉંઘ લઈએ તો આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને ત્વચા પણ ચમકીલી રહે છે. આજના સમયમાં ઊંઘ ન આવવી એ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે.

ઘણી વખત આખો દિવસ થાક્યા પછી પણ આપણે રાત્રે બરાબર ઊંઘ આવતી નથી. આજે અમે તમને નિષ્ણાતોની કેટલીક એવી ટિપ્સ જણાવી રહ્યા છીએ, જેને અપનાવીને તમે તમારી આ સમસ્યાને દૂર કરી શકો છો.

ઊંઘવાનો સમય ફિક્સ કરો

ungh

આપણે આપણા સૂવાનો અને જાગવાનો સમય નક્કી કરવો જોઈએ. આનાથી આપણા શરીરને તે સમયે સૂવાની આદત પડી જશે અને આપણી બોડી ક્લોક પણ ફિક્સ થઈ જશે. જો તમે નક્કી કર્યું છે કે તમારે 11 વાગ્યે સૂવાનું છે, તો તે સમયે બધા કામ બંધ કરીને, તમારો ફોન બાજુ પર રાખો, પલંગ પર સૂઈ જાઓ અને સૂવાનો પ્રયાસ કરો. આયુર્વેદમાં પણ સમયસર સૂવાનું અને જાગવાનું મહત્વ જણાવેલું છે. તેનાથી રોગો મટે છે અને પાચનક્રિયા પણ સુધરે છે.

લીમડાના પાન અથવા જાયફળના પાણીથી સ્નાન કરો

લીમડો ગુણોથી ભરપૂર હોય છે. તે આપણને માત્ર ઇન્ફેક્શન સામે લડવામાં જ નહીં પરંતુ આપણી રોગપ્રતિકારક શક્તિને પણ વધારે છે. જાયફળમાં એન્ટી-ઓક્સિડન્ટ અને બળતરા વિરોધી ગુણો હોય છે. રાત્રે સૂતા પહેલા આમાંથી એક અથવા બંનેને હુંફાળા પાણીમાં નાખો અને તેનાથી સ્નાન કરો. તમને રાત્રે સારી ઊંઘ આવશે.

આ પણ વાંચો: રાત્રે ઊંઘ નથી આવતી તો અપનાવો આ ચાર ઘરેલુ ઉપચાર

પગના તળિયાને ઘીથી માલિશ કરો

જો તમને સારી ઊંઘ જોઈએ છે, તો આ પણ સારો ઉપાય છે. ખાસ કરીને જો તમને રાત્રે ગેસ કે પેટનું ફૂલવું હોય તો ચોક્કસથી આ ટ્રાય કરો. રાત્રે પગના તળિયા પર ઘી લગાવવાથી પેટ પણ સારું રહે છે અને ચિંતા પણ દૂર થાય છે. આનાથી તમને રાત્રે સારી ઊંઘ પણ આવશે અને સવારે તાજગી પણ અનુભવો છો.

આ સિવાય પણ કેટલીક અન્ય બાબતો છે જેનું તમે ધ્યાન રાખી શકો છો.

  • તમારા રાત્રિભોજન અને સૂવાના સમય વચ્ચે 2-3 કલાકનું અંતર જરૂર રાખો.
  • સૂવાના સમય પહેલા એક કલાક પહેલા બધા ગેજેટ્સ (મોબાઈલ, કોમ્પ્યુટર) બાજુ પર રાખો.
  • સૂતા પહેલા હળદર વાળું દૂધ પીવો.
  • હવાદાર, ઠંડી અને અંધારાવાળી રૂમમાં સૂઈ જાઓ.
  • સૂતા પહેલા પ્રાર્થના કરો.

આ સરળ ટિપ્સ અપનાવીને તમે અનિંદ્રાની સમસ્યાને પળવારમાં દૂર કરી શકો છો. જો તમને આ માહિતી પસંદ આવી હોય, અને આવી વધુ જીવનઉપયોગી માહિતી ઘરે બેઠા મેળવવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા