શું તમને રાત્રે ઊંઘ નથી આવતી? જો તમે અડધી રાત્રે જાગી જાઓ છો, તો શું તમને ફરીથી સુવામાં તકલીફ પડે છે? શું તમે ઈચ્છા વગર પણ સવારે વહેલા ઉઠાઈ જાઓ છો? જો આ સમસ્યા થોડા દિવસો, અઠવાડિયા કે તેથી વધુ સમય સુધી સતત રહે છે તો તમે અનિદ્રાનો શિકાર બની શકો છો.
હા, ઊંઘ ન આવવી એ આજકાલ સામાન્ય સમસ્યા બની ગઈ છે અને સારી ઊંઘ મેળવવા માટે મહિલાઓ ઊંઘની ગોળીઓનો પણ લેતી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ઊંઘની ગોળીઓથી આપણા શરીર પર ઘણી આડઅસરો થઈ શકે છે. એટલા માટે તમારે ઊંઘ આવવા માટે ભૂલથી પણ ઊંઘની ગોળીઓ ન લેવી જોઈએ.
જો તમને પણ રાત્રે સારી રીતે ઊંઘ નથી આવતી તો તમારે ઊંઘની ગોળીઓ ખાવાની જરૂર નથી કારણ કે આ સમસ્યાને આયુર્વેદિક દવાથી દૂર કરી શકાય છે. આ આયુર્વેદિક રેસિપીથી તમે સૂતાની સાથે જ 5 મિનિટમાં ઊંઘી જશો.
આ રેસીપીની સૌથી સારી વાત એ છે કે તેને લેવાથી તમારા શરીર પર કોઈ આડઅસર થતી નથી અને તે ખૂબ જ સસ્તી અને સરળતાથી કરી શકાય છે. તો ચાલો જાણીએ આવા ઘરગથ્થુ અને આયુર્વેદિક ઉપાયો વિશે જે ઝડપથી 5 મિનિટમાં સારી અને ગાઢ ઊંઘ લાવે છે.
ઊંઘનો નુશખો : અશ્વગંધા અને સર્પગંધાને સરખી માત્રામાં પીસીને તેનો પાવડર બનાવી લો. રાત્રે સૂતા પહેલા ચારથી પાંચ ગ્રામ પાવડર એક ગ્લાસ પાણી સાથે લો. આ આયુર્વેદિક દવાથી તમને સારી અને ગાઢ ઊંઘ આવવા લાગશે.
અશ્વગંધા અને સર્પગંધા જ શા માટે? અશ્વગંધા પ્રાચીન સમયથી આપણા જીવનમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. તેને ઔષધીય ઉપયોગ કરનાર વૃક્ષ માનવામાં આવે છે. તે શરીરને ચુસ્તી અને સ્ફૂર્તિ પ્રદાન કરે છે.
અશ્વગંધાને ટોનિક કહેવામાં આવે છે, કારણ કે તે શારીરિક સહનશક્તિ અને પુનઃપ્રાપ્તિ વધારે છે. અશ્વગંધાને અંગ્રેજીમાં ઈન્ડિયન જિનસેંગ કહે છે. અશ્વગંધાનું વૃક્ષ અને તેના ઔષધીય ગુણધર્મો પરંપરાગત ચાઈનીઝ દવા અને આયુર્વેદ બંનેમાં વર્ણવવામાં આવ્યા છે.
અશ્વગંધા કુદરત દ્વારા આપવામાં આવેલ એક એવું વરદાન છે કે જેનો ઉપયોગ આપણે અનેક પ્રકારના રોગો અને સુંદરતા વધારવા માટે કરવામાં આવે છે. તણાવ, ચિંતા , થાક, ઊંઘની ઉણપ જેવી સમસ્યાઓનો અસરકારક રીતે અશ્વગંધાથી ઉપચાર કરી શકાય છે. તે સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલનું સ્તર ઘટાડે છે, જેનાથી તણાવ ઓછો થાય છે.
અનિદ્રાથી પીડાતી મહિલાઓ માટે ભારતીય સર્પગંધા એક સરળ ઉપાય છે. ભારતીય સર્પગંધા શરીરને આરામ આપવા, શાંત કરવા અને ઊંઘમાં મદદ કરવા માટે ઉત્તમ છે. તે અનિદ્રા, બેચેની અથવા સામાન્ય થાકથી પીડિત મહિલાઓને તેમના રોજબરોજના કામો કરવા સક્ષમ બનાવે છે.
આ સિવાય સૂતા પહેલા હાથ અને પગને બરાબર ધોઈને સુવો અને પગના તળિયાની માલિશ કરો. તેનાથી રક્ત પરિભ્રમણ સુધરે છે અને થાક દૂર થાય છે. સારી ઊંઘ માટે રોજ સૂતા પહેલા તળિયાની માલિશ કરવાથી તમારી અનિદ્રાની સમસ્યા દૂર થઈ જશે.
જો કે આ નુસખો સંપૂર્ણપણે કુદરતી વસ્તુઓથી બનેલો છે, પરંતુ તેને લેતા પહેલા એકવાર નિષ્ણાતની સલાહ જરૂર લો. કારણ કે દરેકનું શરીર અલગ અલગ હોય છે. જો તમને જાણકરી પસંદ આવી હોય તો, આવી વધુ માહિતી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.
Comments are closed.