અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરવાથી આરોગ્યને લગતા ઘણા ફાયદાઓ થાય છે પરંતુ શું તમે જાણો છો કે ઉપવાસ કરવાથી શું ફાયદો થાય છે? ઉપવાસ દરમિયાન શું ખાવું જોઈએ? અને ઉપવાસ કોને ન કરવો જોઈએ?
અઠવાડિયામાં એક દિવસ ભૂખ્યા રહેવાથી શરીર ની અંદર શુદ્ધિકરણ થાય છે. તેનાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો દૂર થાય છે અને શરીર સ્વસ્થ રહે છે. તમારું પાચનતંત્ર વધુ સારી રીતે કાર્ય કરે તેના માટે તમારે એક દિવસનો ઉપવાસ જરૂર કરવો જોઈએ.
અઠવાડિયામાં એક દિવસ ભોજન ન કરવાથી પાચન તંત્રને રાહત મળે છે અને તે સારી રીતે કાર્ય કરે છે. જો તમે અઠવાડિયામાં એક કે બે વાર ઉપવાસ કરો છો તો તે તમને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. ઉપવાસ દરમ્યાન તમારું શરીર ચરબી ને ઉર્જા માં રૂપાંતર કરે છે અને ધીરે-ધીરે તમારું વજન પણ ઘટાડે છે.
અઠવાડિયામાં એક દિવસ કરવાથી અપચો, ગેસ, ડાયરિયા, એસીડીટી વગેરેથી રાહત મળે છે. અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરવાથી શરીરમાં બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું થાય છે અને હૃદયરોગના જોખમને ઘટાડે છે.
ઉપવાસ દરમ્યાન અમુક પ્રકારની વસ્તુઓનું સેવન કરવું એ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે દાખલા તરીકે, શક્કરિયા ખાવાથી શરીરને વિટામિન સી અને પોટૅશિયમ મળે છે. સફરજનનું ઉપવાસ દરમિયાન સેવન કરવામાં આવતું શ્રેષ્ઠ ફળ છે આનાથી વજન પણ ઓછું થાય છે અને પેટ પણ ભરેલું રહે છે.
ઉપવાસમાં દૂધનું સેવન કરવાથી શરીરમાં કેલ્શિયમ મળે છે અને હાડકા પણ મજબૂત બનાવે છે. ઉપવાસ દરમ્યાન અખરોટનું પણ સેવન કરી શકાય છે. બીજા ડ્રાયફ્રુટ ની જેમ અખરોટ પણ કેલેરી થી ભરપુર હોય છે.
એક કપ સ્ટ્રોબેરી માં ૫૦ કૅલરી અને ત્રણ ગ્રામ ફાઇબર હોય છે. જે ઉપવાસ માં અત્યંત ફાયદાકારક છે. ઉપવાસમાં ટામેટાનો જ્યુસ અને કચુંબર ખાવાથી પણ ફાયદો થાય છે. ઉપવાસ દરમ્યાન શરીરમાં પાણીની ઉણપ ન રહે તે માટે પાણીનું સેવન વધારે કરો.
ડાયાબિટીસ અને બ્લડપ્રેશરના દર્દીઓએ ઉપવાસ ન કરવો જોઈએ. ઉપવાસ કરતાં પહેલા તમારા સ્વાસ્થ્યનું મૂલ્યાંકન કરો અને જો આરોગ્યને લગતી કોઈપણ સમસ્યા હોય તો ઉપવાસ કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ અવશ્ય લો.
જો તમને અમારી માહીતી પસંદ આવી હોય તો શેર જરુર કરો. અને હા, ઘરે બેસી નવુ જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરવુ જરુરી છેેે..