જો તમને થાક લાગવો, પગ અને હાથના સાંધા કે આંગળીઓમાં તીવ્ર દુખાવો થાય છે, ઘૂંટણ વાળવામાં તકલીફ, ઉભા થતા અને બેસતી વખતે દુખાવો વગેરે લક્ષણો દેખાય છે તો તેને અવગણશો નહીં. આ બધા લક્ષણો યુરિક એસિડ વધવાના હોઈ શકે છે, જેની તમે યોગ્ય રીતે સારવાર કરીને આ સમસ્યાઓથી સરળતાથી રાહત મેળવી શકાય છે.
યુરિક એસિડ વધવાના લક્ષણો : સાંધાનો દુખાવો, ઉઠવા અને બેસવામાં મુશ્કેલી પડવી, સાંધામાં ગાંઠ જેવું લાગવું, આંગળીઓ અને અંગૂઠામાં તીવ્ર દુખાવો, દુખાવાને કારણે થાક અથવા ઓછી એનર્જીનો અનુભવ થવો વગેરે વગેરે.
કેવી રીતે જાણી શકાય ? જો તમને ઉપર જણાવેલ કોઈપણ લક્ષણો તમારા શરીરમાં દેખાય છે તો તમારા ડોક્ટરની સલાહ લો અને જરૂરી ટેસ્ટ કરાવીને સારવાર કરાવો. તમારા ડોક્ટર તમને બ્લડ ટેસ્ટ કરાવવાની સલાહ આપશે, જેનાથી તમારા શરીરમાં યુરિક એસિડનું સ્તર કેટલું છે તે જાણી શકાશે.
જાણો કે યુરિક એસિડ કેમ વધે છે? આપણી અસંતુલિત જીવનશૈલી અને ખાવાની ખોટી આદતો જ યુરિક એસિડ વધવાનું સૌથી મોટું કારણ છે. ડાયાબિટીસની દવાઓથી પણ યુરિક એસિડ વધે છે, તેથી ડાયાબિટીસના દર્દીઓને સૌથી વધારે યુરિક એસિડનું જોખમ છે.
જે લોકો વધારે ઉપવાસ રાખે છે તેમના શરીરમાં યુરિક એસિડનું સ્તર પણ ઊંચું રહે છે. આ સિવાય રેડ મીટ, સીફૂડ, મશરૂમ્સ, રાજમા, ટામેટાં, ચોખા પણ યુરિક એસિડ વધારી શકે છે. આ સિવાય કેન્સરની સારવાર માટે વપરાતી દવાઓ અને પેઇનકિલર્સ, બ્લડપ્રેશરની ગોળીઓ પણ યુરિક એસિડનું જોખમ વધારે છે. વારસાગત કારણોને લીધે પણ યુરિક એસિડ વધે છે.
આટલું કરો : તમારા આહારમાં ફાઈબરથી ભરપૂર વસ્તુઓ લો. ઓટમીલ, પાલક, બ્રોકોલી વગેરેનું સેવન કરવાથી શરીરમાં યુરિક એસિડ નિયંત્રિત રહે છે. દિવસમાં વધારે પાણી પીવો. જેના કારણે લોહીમાં રહેલું વધારાનું યુરિક એસિડ પેશાબ દ્વારા શરીરમાંથી બહાર નીકળે છે.
જો યુરિક એસિડ વધવાને કારણે દુ:ખાવો ખૂબ થતો હોય તો દુખતી જગ્યા પર બરફ લગાવો. આહારમાં ફેરફાર કરતા પહેલા ડૉક્ટરની સલાહ જરૂર લો. શરીરમાં એકઠા થયેલા વધારાના યુરિક એસિડને દૂર કરવા માટે ફળો, લીલા શાકભાજી, મૂળાનો રસ, દૂધ, બિન પોલિશ્ડ અનાજ વગેરેનો આહારમાં સમાવેશ કરો.
દરરોજ 500 મિલિગ્રામ વિટામિન સી લેવાની ખાતરી કરો. બે મહિનામાં યુરિક એસિડ નોંધપાત્ર રીતે નીચે આવી જશે. રસોઈ માટે ઓલિવ ઓઈલનો ઉપયોગ કરો. તે વિટામિન ઇથી ભરપૂર હોય છે, જે ખોરાકને પોષક બનાવે છે અને યુરિક એસિડ ઘટાડવામાં મદદ કરે છે. દિવસમાં ઓછામાં ઓછું બે થી ત્રણ લિટર પાણી પીવાની ખાતરી કરો.
આ વસ્તુઓ ખાવાનું ટાળો : દારૂ અને ખાસ કરીને બીયરથી દૂર રહો, તેનાથી યુરિક એસિડ વધે છે. ધુમ્રપાન, દહીં, ભાત, અથાણું, ફાસ્ટ ફૂડ, ઠંડા પીણાં, પેકીંગવાળું ખોરાક વગેરેથી દૂર રહો. આ બધી વસ્તુઓ યુરિક એસિડને વધારે છે. ખોરાક ખાતી વખતે પાણી ના પીવો. જો તમારે સ્વસ્થ રહેવું હોય તો જમવાના એક કલાક પહેલા કે જમવાના અડધા કલાક પછી પાણી પીવું જોઈએ.
સરળ ઉપાયો : રસોડામાં રહેલી આ નાની ઇલાયચીનું નિયમિત સેવન કરવાથી યુરિક એસિડ ઘટે છે, સાથે જ તે કોલેસ્ટ્રોલ માટે પણ ઈલાયચી ફાયદાકારક છે. ડુંગળી ખાવાથી પણ યુરિક એસિડને કંટ્રોલમાં રાખી શકાય છે. તેથી તેને તમારા આહારમાં નિયમિત ડુંગળીનું સેવન કરવું જોઈએ.
બેકિંગ સોડાઃ એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી બેકિંગ સોડાને મિક્સ કરીને પીવાથી યુરિક એસિડનું સ્તર જળવાઈ રહે છે. જો શરીરમાં સોડિયમની માત્રા વધારે હોય તો ખાવાનો સોડા ના લો.
આ સિવાય પુષ્કળ પાણી પીવાથી યુરિક એસિડ પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે. દરરોજ અજમાના બીજનું સેવન કરવાથી યુરિક એસિડનું સ્તર ઓછું થાય છે. આ સિવાય નારંગી, આમળા જેવા વિટામિન સી થી ભરપૂર ફળોનું સેવન કરો. એક કે બે મહિનામાં યુરિક એસિડનું સ્તર સામાન્ય થઈ જશે.