બટાકાનું ભરણ માટે સામગ્રી
- 1 ચમચી રાઈ
- 1 ચમચી જીરું
- અડધી ચમચી હિંગ,
- 8 થી 10 મીઠા લીંબડાના પાન,
- 1 થી 1.5 ચમચી લીલા મરચાની પેસ્ટ,
- અડધી ચમચી હળદર,
- 5 થી 6 બાફેલા મેસ કરેલા બટાકા,
- 1 લીંબુનો રસ,
- ઝીણા સમારેલા લીલા ધાણા,
- સ્વાદ પ્રમાણે મીઠું,
બટાકાવડાં ની ખીરું બનાવવા માટે સામગ્રી
- 2 કપ ચણાનો લોટ
- અડધી ચમચી હળદર,
- 1 ચમચી લાલ મરચું,
- સ્વાદ પ્રમાણે મીઠું,
- જરૂર મુજબ પાણી
કર્ણાવતી વડાપાવ અમદાવાદ માં બહુ જ પ્રખ્યાત છે. આજે તમને આ વડાપાવ ઘરે કેવી રીતે બનાવવા એ બતાવીશું. સૌ પ્રથમ આપણે બટાકાનું ભરણ તૈયાર કરીશું. આ માટે કડાઈમાં તેલ ગરમ કરો.
તેલ ગરમ થયા બાદ ૧ ચમચી રાઈ, 1 ચમચી જીરુ, અડધી ચમચી હિંગ, આઠ થી દસ મીઠા લીમડાના પાન અને એકથી દોઢ ચમચી લીલા મરચાની પેસ્ટ નાખીને પેસ્ટ અને તેલમાં થોડી સાંતળી લઈશું.
હવે એમાં અડધી ચમચી હળદર નાખીને મિક્સ કરી લઈશું. પછી તેમાં 5-6 થી બાફેલા અને મેસ કરેલા બટાકા નાખીને મિક્સ કરી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું, ૧ લીંબુનો રસ અને થોડા વધારે પ્રમાણમાં ઝીણા સમારેલા લીલા ધાણા નાખીને, આ બટાકા ને બે થી ત્રણ મિનિટ કુક થવા દઈશું.
બટાકાનું મિશ્રણ ઠંડું થયા બાદ એના મીડિયમ સાઇઝના ગોળા તૈયાર કરીશું. હવે બટાકા વડાના ખીરા માટે બે કપ ચણાના લોટમાં અડધી ચમચી હળદર, ૧ ચમચી લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું અને જરૂર પ્રમાણે પાણી નાંખીને સ્મૂથ બેટર તૈયાર કરીશું.
હવે તૈયાર કરેલા બટાકાના ગોળાને ખીરામાં ડબોલીને ગરમ તેલમાં તળવા માટે મુકીશું. બટાકાવડા ને ચારે બાજુ થી સારી રીતે તળી લઈશું. આ પછી તેને ટીશ્યુ પેપર ઉપર કાઢી લઈશું જેથી વધારાનું તેલ શોષાઈ જશે.
હવે એક પેનમાં ઉપર બટર મેલ્ટ થવા દઈશું. હવે વડાપાવ ની લસણની ચટણીને આ બટરમાં થોડી ફ્રાય કરી લઈશું. પાવ ને વચ્ચેથી કાપીને આ ચટણીમાં સારી રીતે રોસ્ટ કરી લઈશું. હવે આપણે બટાકા વડા ને પાવ ની વચ્ચે મૂકી દઈશું. પાવ ને હાથની મદદથી થોડા દબાવી લઈશું.
ફરીથી પેન ઉપર થોડું બટર નાંખીને પાવ ને બંને બાજુથી સારી રીતે રોસ્ટ કરીશું. જેથી આપણા વડાપાવ ક્રિસ્પી લાવશે. અમદાવાદના પ્રસિદ્ધ એવા કર્ણાવતી વડાપાવ ખાવા માટે તૈયાર છે. આજે જ વડાપાંવ તમે ઘરે બનાવીને આનંદ લેશો.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી અને કિચન ટિપ્સ જાણવા રસોઈનીદુનિયા પેજને Like & Follow કરો.