સ્ટ્રીટ ફૂડ ખાવાનું બાળકોને ખૂબ જ પસંદ હોય છે. જો આપણે બાળકો સાથે બજારમાં જતા હોય ત્યારે તે વારંવાર તેને ખાવાનો આગ્રહ રાખે છે. પરંતુ બહારનો ખોરાક તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.
તમે મુંબઈના પ્રખ્યાત વડાપાવનું નામ તો સાંભળ્યું જ હશે. આ અઠવાડીયાના અંતે તમે બાળકોને તેનો સ્વાદ ચખાડી શકો છો. ઘરે વડાપાવ બનાવવો ખૂબ જ સરળ છે. તમે બાળકોને ઘરે જ સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ બનાવીને ખવડાવી શકો છો. તો ચાલો જાણીએ તેને બનાવવાની રીત.
સામગ્રી : પાવ – 10, બેસન – 3 કપ, તેલ – 3 કપ, ખાવાનો સોડા – 2 ચમચી, બટાકા – 500 ગ્રામ, મીઠું સ્વાદ મુજબ, લીલા મરચાં – 3-4, રાઈના દાણા – 2 ચમચી, લસણ – 1/2 કપ, હિંગ – 1 ચમચી, હળદર પાવડર – 1 ચમચી અને મીઠા લીમડાના પાન – 10-12.
વડાપાવ બનાવવાની રીત : સૌ પ્રથમ એક પેનમાં તેલ નાખો અને તેને ગરમ થવા દો. ત્યાર બાદ તેમાં રાઈ, મીઠો લીમડો અને હિંગ નાખી થોડીવાર સાંતળો. આ પછી, લસણને છીણીને, મિશ્રણમાં લસણ અને લીલા મરચાં ઉમેરીને તેને સાંતળો.
હવે બાજુમાં બટાકાને બાફી લો. બટાકાને બાફીને મેશ કરો અને તેમાં હળદર અને મીઠું ઉમેરો. હવે આ બટાકાનું મિશ્રણને પેનમાં ઉમેરો અને ફ્રાય કરો. પછી આ મિશ્રણમાં બેસન, હળદર, ખાવાનો સોડા અને થોડું પાણી ઉમેરો.
હવે એટને ગેસ પરથી ઉતારીને, આ મિશ્રણમાંથી ગોળ ગોળ આકારની ટિક્કી તૈયાર કરો. હવે એક કડાઈમાં ફરીથી તેલ ગરમ કરો અને તેમાં આ ટિક્કી (વડાં) ઉમેરીને તળી લો. ટિક્કી બ્રાઉન રંગની થઇ જાય પછી વડાને બહાર કાઢી લો.
આ પછી પાવને અડધા ભાગમાં કાપી લો અને તેનો સ્વાદ વધારવા માટે તેમાં લીલી ચટણી લગાવી, વચ્ચે વાળું મૂકીને બંધ કરી દો. તમારો ઘરે બનાવેલો વડાપાવ તૈયાર છે. હવે બાળકોને ગરમાગરમ સર્વ કરો.