ઘરમાં વધેલો કોઈપણ ખોરાકને ફેંકી દેતા પહેલા, આપણે વિચારવું જોઈએ કે આપણે તે વસ્તુનો ઉપયોગ બીજી કોઈ વાનગી બનાવવા માટે કરી શકીએ કે નહીં. કેટલીકવાર આવા ઘણા ભોજન હોય છે, જેમાં કેટલાક મસાલા અથવા અન્ય સામગ્રી ઉમેરીને સ્વાદિષ્ટ અને અદ્ભુત વાનગી તૈયાર કરી શકાય છે.
આમ કરવાથી, ખોરાકનો બગાડ પણ થતો નથી અને એક સ્વાદિષ્ટ વાનગી પણ તૈયાર થઇ જાય છે. ઘણીવા આપણા ઘરે રોટલી વધતી હોય છે અને ઘણા લોકો તેને પશુને ખવડાવે છે અથવા ફેંકી દે છે. પરંતુ, ઘણા લોકો એવા છે કે જેઓ બાકી રહેલી રોટલીને ફેંકી દેવાને બદલે તેનો ઉપયોગ કેટલીક અલગ અલગ વાનગીઓ બનાવવા માટે પણ કરે છે.
જો તમારા ઘરમાં પણ રોટલી વધે છે, તો તેને ફેંકી દો નહીં, પરંતુ કેટલીક અદ્ભુત વાનગીઓ બનાવો. આજે આ લેખમાં અમે તમને વધેલી રોટલીમાંથી તૈયાર કરેલી કેટલીક સ્વાદિષ્ટ વાનગીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેને તમે ઘરે સરળતાથી બનાવી શકો છો.
ભજીયા
સામગ્રી
- વધેલી રોટલી – 2
- બેસન – 1/2 કપ
- ડુંગળી – 2 બારીક સમારેલી
- બટાકા – 1 બાફેલા
- હળદર – 1/2 ટીસ્પૂન
- મીઠું – સ્વાદ મુજબ
- મરચું પાવડર – 1/2 ટીસ્પૂન
- તેલ – 1 કપ
બનાવવાની રીત
સૌથી પહેલા વધેલી રોટલીઓને પાણીમાં પલાળીને તેને બહાર કાઢીને સારી રીતે મેશ કરી લો. હવે મેશ કરેલી રોટલીમાં ચણાનો લોટ, મરચું પાવડર, ડુંગળી, બાફેલા બટાકા વગેરે ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો.
હવે તમે એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકો. હવે મેશ કરેલા મિશ્રણમાંથી થોડું લઇને ભજીયાના આકારમાં બનાવીને તેલમાં નાખો અને સોનેરી રંગના થાય ત્યાં સુધી તળો. તળ્યા બાદ તેને એક પ્લેટમાં કાઢીને ચટણી અથવા સૉસ સાથે સર્વ કરો.
ચાઇનીઝ નૂડલ્સ
સામગ્રી
- વધેલી રોટલી -2
- ડુંગળી -1 સમારેલી
- લસણની કળી -2 સમારેલી
- આદુ – 1/2 ઇંચ છીણેલી
- મીઠું – સ્વાદ મુજબ
- મરચું પાવડર – 1/2 ટીસ્પૂન
- ગાજર – 1 સ્લાઇસેસમાં કાપી
- વિનેગર – 1 ટીસ્પૂન
- ટોમેટો સોસ -1 ટીસ્પૂન
- ચીલી સોસ- ટીસ્પૂન
- ધાણાજીરું -2 ટીસ્પૂન
- તેલ -2 ટીસ્પૂન
- કેપ્સિકમ- સ્લાઇસમાં કાપેલા
બનાવવાની રીત
સૌ પ્રથમ, વધેલી રોટલીને રોલ કરીને તેને છરી વડે નૂડલ્સના આકારમાં કાપી લો. બધી રોટલીઓ એ જ રીતે કાપો. હવે તમે એક પેનમાં તેલ ઉમેરો અને તેને ગરમ કરો. તેલ ગરમ થાય પછી તેમાં લસણ, આદુ, ડુંગળી, મીઠું અને અન્ય શાકભાજી નાખીને સાંતળી લો.
જ્યારે શાકભાજી સારી રીતે સંતળાઈ જાય, ત્યાર બાદ તેમાં અન્ય તમામ મસાલા અને ચટણી ઉમેરો અને થોડો સમય પકાવો. થોડો સમય રાંધ્યા પછી તેમાં સમારેલી રોટલી નૂડલ્સ ઉમેરી થોડી વાર પકાવો અને ગેસ બંધ કરો. હવે તેને એક પ્લેટમાં કાઢીને કોથમીરથી ગાર્નિશ કરીને ખાવા માટે સર્વ કરો.
આ પણ વાંચો: એકદમ ગોળ અને નરમ રોટલી બનાવવાની સૌથી સરળ રીત, હવે તમારી રોટલી પણ ફૂલીને દડા જેવી બનશે, અપનાવો આ ટિપ્સ
હલવો
સામગ્રી
- વધેલી રોટલી -2
- ડ્રાય ફ્રુટ્સ -1/2 કપ
- ઈલાયચી પાવડર -1/2 ટીસ્પૂન
- ઘી -2 ટીસ્પૂન
- ખાંડની ચાસણી -1/2 કપ
બનાવવાની રીત
સૌથી પહેલા વધેલી રોટલીને સારી રીતે તોડી મિક્સરમાં નાખીને તેને બારીક પીસી લો. પછી, એક પેનમાં ઘી ગરમ કરો, તેમાં રોટલી પાવડર ઉમેરો અને તેને સારી રીતે સાંતળી લો.
સંતળાઈ ગયા બાદ તેમાં ખાંડની ચાસણી ઉમેરીને થોડી વાર માટે રાંધો. થોડી વાર પછી તેમાં એલચી પાવડર અને ડ્રાયફ્રુટ્સ ઉમેરો અને એકવાર હલાવીને ગેસ બંધ કરી દો. હવે તેને એક પ્લેટમાં કાઢીને ખાવા માટે સર્વ કરો.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.