આજે અમે તમારી સાથે શેર કરીશું કાઠિયાવાડી વઘારેલો રોટલો. તો આ બાજરીનો રોટલો કેવી રીતે વધારાય તે જોઈશું. બાજરાના રોટલાને વધારવાની ઘણી બધી સ્ટાઇલ હોય છે જેમ કે, દહીં માં વઘારેલો, છાશમાં વઘારેલો અને સૂકો પણ વધારે છે. તો ચાલો જોઈએ દહીંમાં વઘારેલો રોટલો.
- સામગ્રી :
- 1 વાટકી દહીં (250 ગ્રામ)
- 3 બાજરીના રોટલા
- 5 ચમચી તેલ
- 2 લાલ મરચા,
- લીલી 6 લસણની કળી અને એક આદુનો મોટો ટુકડા ની પેસ્ટ
- 2 ચમચી ફુદીનો સમારેલો
- 6-7 લીલી ડુંગરી (પાંદડા વગર) સમારેલી
- 3 ટામેટા નાના સમારેલા
- 10-12 લીલા લસણ ના પાન
- 2 ચમચી કિચન કિંગ ગરમ મસાલો
- 3 ચમચી ધાણાજીરું પાઉડર
- સ્વાદ પ્રમાણે મીઠું
- 1 ચમચી હળદળ
- દોઢ લાલ મરચું પાઉડર
- 2 ચમચી આખું જીરું
બનાવવાની રીત:
સૌ પ્રથમ બાજરીના રોટલાને ભાગી નાખો. વધારે ભૂકો નથી કરવાનો. હવે એક કડાઈમાં કે તવામાં તેલ એડ કરો. પછી જીરું ઉમેરો. જીરું તતડાઈ જાય એટલે લાલ મરચું અને લીલી ડુંગળી એડ કરો. હવે મિક્સ કરીને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરો.
લીલી ડુંગરી થોડી સંતળાઈ જાય એટલે ટામેટા એડ કરીને 15 સેકન્ડ સાંતળો. હવે આદુ લસણની પેસ્ટ એડ કરીને 1 મિનિટ માટે કુક કરો. હવે દહીં એડ કરીને બરાબર મિક્સ કરી લો. પછી થોડું 10 ml જેટલું પાણી, હળદળ, મરચું એડ કરીને બરાબર મિક્સ કરીને ધીમા તાપે કુક થવા દો.
હવે 3 ચમચી જેટલા લીલા લસણના પાન, 2 ચમચી ધાણાજીરું પાઉડર અને 1 ચમચી કિચન કિંગ મસાલો એડ કરીને 1 મિનિટ કુક કરો. હવે આ ગ્રેવી તૈયાર થઇ ગઈ છે તો હવે બાજરાનો રોટલો એડ કરીને 3 મિનિટ માટે કુક થવા દો. ઉપરથી ફુદીનો એડ કરી લો. હજુ 2 મિનિટ સુધી કુક થવા દો.
પછી 1 ચમચી કોથમીરથી ગાર્નિશ કરી લો. તો તૈયાર છે કાઠિયાવાડી વઘારેલો દહીંનો રોટલો. અને જો તમને આ રેસિપી પસંદ આવી હોય તો ઘરે ચોક્કસ થી ટ્રાય કરજો, આશા રાખું છું કે તમારે પણ આવો જ ટેસ્ટી રોટલો બનશે.
નોંધ: દહીંની જગ્યાએ છાશ પણ લઇ શકો છો, પણ જો દહીં નાખો તો પાણીનો ભાગ ઓછો હોવો જોઈએ અને છાછ નાખો તો ખટાશ આવે તેટલું જ નાખવાનું છે.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.