અત્યારના સમયમાં વજન એક મોટી સમસ્યા બની ગઈ છે. કોઈનું વજન ઓછું હોય છે, તો કોઈનું વજન જરૂરિયાત કરતા વધુ હોય છે. આ બંને પ્રકારના લોકો વજન વધારવા અને વજન ઉતારવા માટે ઘણા પ્રયત્નો કરતા હોય છે. ઘણા લોકો મોંઘી મોંઘી દવાઓ પણ લેતા હોય છે વજન વધારવા કે ઉતારવાની જગ્યાએ શરીરને ખુબજ નુકસાન કરે છે.
તો અહીંયા અમે જે લોકોનું વજન ખુબજ વધુ છે અને ઉતારવા માંગે છે તેમના માટે માટે કેટલાક ઘરેલુ ઉપાય લઈને આવ્યા છીએ જે તમારા વજનને ઓછું કરવામાં મદદરૂપ થશે. આ દરેક ઉપાય ઘરેલુ છે જેથી તમારા શરીરને તમે દવા ખાવાથી થતા નુકશાનથી બચાવી શકો છો અને વજન ઘટાડી શકો છો.
1) જો તમે તમારું વજન આયુર્વેદિક પદ્ધતિથી ઘટાડવા માંગો છો તો તમારે રોજ સવારે માત્ર બે લસણની કળીને ચાવી ચાવીને ખાવાની છે. લસણ ની અંદર એન્ટિસેપ્ટિક ગુણ રહેલા છે. જે વજન ઘટાડવાની સાથે સાથે પેટની ચરબીને પણ ઘટાડે છે. આ ઉપરાંત લસણની કરી હૃદય ને પણ સ્વસ્થ અને મજબૂત કરે છે. હૃદયની બ્લોક નસો ખોલવા માટે પણ લસણ ખૂબ જ ફાયદાકારક સાબિત થતું હોય છે.
2) લીંબુ અને મધ: એક લીંબુનો રસ, એકથી બે ચમચી મધ એક ગ્લાસ પાણીમાં નાખી મિક્સ કરી લો. લીંબુ અને મધ મિક્સ કર્યા બાદ તેને જમ્યાના એક કલાક પહેલા રોજ સવારે કે સાંજે પીવું. આ બન્ને વસ્તુઓ આપણા વધી ગયેલા વજનને, પેટની કે હાથ પરની ચરબીને અથવા તો શરીરના કોઈ અન્ય ભાગ પર ચરબી જમા થઈ છે તે ચરબીને ઘટાડવામાં ખૂબ જ મદદ કરશે.
3) રોજ સવારે ઉઠી બે ગ્લાસ જેટલું ઓછું ગરમ પાણી કરીને હૂંફાળું પાણી ધીરે ધીરે પી જવું. આ રીત તમારે નાસ્તો કર્યા ના એક કલાક પહેલા ઊઠીને તરત જ કરી લેવું. આ પાણી પીધા પછી એક કલાક સુધી કોઈજ વસ્તુ ખાવી જ નહીં. ગરમ પાણી રોજ સવારે પીવાથી સો ટકા તમારું વજન કાબૂમાં આવવા લાગશે અને પેટની ચરબી પણ ઘટવા લાગશે.
4) ગ્રીન ટી: વજન ઘટાડવા માટે ગ્રીન ટીનું સેવન કરવું ખુબજ આવશ્યક સાબિત થાય છે. અમેરિકામાં થયેલા એક સંશોધનમાં આ વાત સાબિત થઈ છે કે ગ્રીન ટી મોટાભાગના લોકોના વધી ગયેલા વજનને કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે. સાથે સાથે ડાયાબિટીસ જેવી ગંભીર બિમારીઓ માટે પણ ગ્રીન ટી ખૂબ જ વધારે મહત્વની સાબિત થાય છે.
5) રોજ સવારે ઉઠીને ચાલવા જાઓ અને દરરોજના 8 થી 10 હજાર પગલા ચાલો. આ રીતે 15 થી 20 દિવસ કરવાથી ૮ થી ૧૦ કિલો વજન ઉતરી જશે. તમે કાલથી જ આ પ્રયોગ ચાલુ કરો ખૂબ જ ફાયદો થશે.
6) આદું અને મધ: વજન ઓછું કરવા માટે બે ચમચી જેટલો આદુનો રસ અને બે ચમચી જેટલું મધ મિક્સ કરી રોજ સવારે ખાલી પેટ કે રાત્રે સુતા પહેલા પીવું. આદુ અને મધ આ બન્ને વસ્તુ આપણી પાચનશક્તિને એકદમ સુધારી નાખે છે. ભૂખ ઓછી લાગે છે અને આ જ કારણથી આપણે આપણું વજન ઘટાડી શકીએ છીએ.
7) ગળોનો ઉકાળો: ગળો જેને હિન્દીમાં ગીલોઈ તરીકે ઓળખવામાં આવે છે. ગળોની વેલ સામાન્ય રીતે લીમડાના ઝાડ ઉપર વીંટળાયેલી જોવા મળે છે. દિલ આકારના તેના પાંદડા હોય છે. આ ઉપરથી આપણે જાણી શકીએ કે આ ગળો છે.
રોજ સવારે ગળો ના પાન નો ઉકાળો કરી પીવાથી સો ટકા વજન કાબુમાં આવે છે અને તાવ, કમરનો દુખાવો કે અન્ય કોઈ પણ ગંભીર બીમારી પણ મટાડી શકાય છે. માટે રોજ સવારે થોડો ગળોનો ઉકાળો પીવો જોઇએ.
8) ઈલાયચી : રોજ રાત્રે એક ઈલાયચી લઈ તેને વ્યવસ્થિત ચાવી ચાવીને ખાવી.આ ઈલાયચી ખાધા બાદ એક ગ્લાસ ગરમ પાણી પી જવું. આવું માત્ર એક મહિનો દિવસ કરવાથી ગમે તેવી ચરબી ઓગળી જાય છે અને શરીર એકદમ મજબૂત બની જાય છે.
9) વરિયાળી નો ઉકાળો: રોજ કે બે દિવસે એક વખત ૮થી ૧૦ જેટલા વરિયાળીના દાણા લઈ તેને એક કપ પાણી અંદર નાખી પાંચ મિનિટ ઉકાળી લેવું. આ ઉકાળો થોડું ઠંડું પડે એટલે ખાલી પેટે તેને પી જવું. આ પ્રયોગ તમારા વધી ગયેલા વજનને કંટ્રોલ કરશે.
વરીયાળી ને જમ્યા બાદ ચાવી ચાવીને ખાવાથી ડાયાબિટીસ પણ કંટ્રોલમાં આવે છે અને પાચનશક્તિ પણ મજબૂત બને છે.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.