આજે આપણે જોઈશું વેઇટ લોસ મગની રેસીપી. તમે જાણતા જ હશો કે આપણા શરીર માટે મગ કેટલા બધા ફાયદાકારક હોય છે. પથારીમાંથી ઉભા કરવાની શક્તિ કોઈ ધરાવતું હોય તો તે છે “મગ”. જ્યારે પણ કોઈ માણસ બીમાર પડે છે ત્યારે તેને ડોક્ટર મગ ખાવાનું કહેતા હોય છે.
મગ આપણા શરીર ને શક્તિ તો પુરી પડે છે પણ સાથે સાથે મગ માં વજન ઘટાડવામાં ઉપયોગી એવા ઘણા તત્વો જોવા મળે છે. જે લોકો વજન ઘટાડવા માંગતા હોય તે લોકો માટે મગ એકદમ સારો ઉપાય કહી શકો છો કારણકે તે તમારા શરીર માં થોડી પણ શક્તિ ઘટવા દેતા નથી અને તમારા વજનને ઝડપથી ઘટાડવામાં મદદરૂપ થઇ શકે છે.
મગ ખાવાથી તમને જરાય પણ ભૂખ લાગતી નથી અને તમારું પેટ ભરેલું જ લાગે છે. તો અહીંયા આપણે જોઈશું કેવી રીતે મગનો ઉપયોગ કરવો જેથી તમારું વજન ઝટપટ થોડાજ દિવસોમાં ઘટી જાય. તો ચાલો જોઈલો વેઇટ લોસ મગ બનાવવાની રેસિપી.
સામગ્રી: 1) એક વાટકી મગ, 2) એક ચમચી તેલ, 3) એક ચમચી જીરું, 4) એક લીલા મરચાના ટૂકડા, 5) ઝીણી સમારેલી ડુંગળી 6) અડધી ચમચી ધાણાજીરું, 7) અડધી વાટકી સમારેલી કોથમીર, 8) સ્વાદ પ્રમાણે મીઠું, ૯) પાણી
વેઇટ લોસ મગ બનાવવાની રીત : સૌ પ્રથમ મગ ને ચોખ્ખા પાણીથી ધોઈ લેવા. એક પ્રેશર કૂકર લઇ તેમા એક ચમચી તેલ ઉમેરવું. અહીંયા તેલ ખુબજ ઓછું ઉમેરવું , કારણકે આપણે વેઇટ લોસ માટે મગ બનાવવાના છે. કૂકર માં તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી જીરું ઉમેરવું.
જીરું સારી રીતે સંતળાય એટલે તેમાં એક લીલા મરચાના ટૂકડા ઉમેરવા. પછી તેમાં ઝીણી સમારેલી મીડીયમ સાઈઝની ડુંગળી, સમારેલા ટામેટા, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર, એક ચમચી લાલ મરચું અને અડધી ચમચી ધાણાજીરું પાઉડર ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.
1-2 મિનિટ માટે તમારે સારી રીતે બધું સંતળાવા દેવાનું છે. હવે તેમાં એક વાટકી મગ ઉમેરો. અહીંયા મગ કાચજ ઉમેરવાના છે. હવે તેમાં અડધી વાટકી સમારેલી કોથમીર ઉમેરો. જ્યારે પણ તમે વેઇટલોસ રેસિપી બનાવતા હોય ત્યારે તમારે કોથમીર નો ઉપયોગ જરૂર થી કરવો અને થોડી વધુ પ્રમાણ માં કોથમીર લેવી. પાલક, કોથમીર,અને ફુદીનો પણ લઇ શકો છો .
આ ત્રણ વસ્તુ એવી છે જે તમારૂ વેઇટ લોસ કરવામાં ખુબજ મદદરૂપ સાબિત થાય છે. હવે તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરવું અને ગેસ ને ફૂલ કરી કૂકર નું ઢાંકણું ઉપર થી બંધ કરવું. 15-20 મિનિટ માટે આ મગને કૂકરમાં થવા દો.
15-20 મિનિટ પછી કૂકર ને ખોલી એક બાઉલમાં મગ ને લઇ લો. તો અહીંયા તમારા વેઇટલોસ મગ બનીને તૈયાર છે. તો આ રીતે તને ઘરે સરળ રીતે વેઇટ લોસ મગ બનાવી ખાઈ ને તમારું વજન 10-15 દિવસ માં ખુબજ વધુ ઘટાડી શકો છો.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.