વજન વધારવા: આપણામાંના મોટાભાગના લોકોને જીવનશૈલી અને તણાવને કારણે, વજન વધારવાની અથવા તો વજન ઘટવાની ફરિયાદ હોય છે. આપણા સ્વાસ્થ્ય માટે મોટાપા અને વજન ઘટાડવું બંને હાનિકારક છે. લોકોના ધ્યાનમાં મોટાભાગે તો મોટાપા જ આવે છે, લોકો ભાગ્યે જ વજન ઘટાડવાની વાત કરે છે.
એવી ઘણી મહિલાઓ છે જે તેમના ઘટતા વજન અને દુર્બળ શરીરથી પરેશાન છે. આ સ્થિતિમાં, વજન વધારવા માટે અમને જે પણ ઘરેલુ નુસખા અથવા ટિપ્સ કહેવામાં આવે છે, આપણે તરત જ તેને અજમાવવાનું શરૂ કરીએ છીએ. આપણે તેના વિશે વિચાર્યા વગર કોઈ પણ નુસખાને અજમાવી ના જોઈએ. તમારા શરીર અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કોઈપણ વસ્તુ લેવી જોઈએ.
જો કે ઘણા લોકોને આ ઘરેલુ ઉપચારથી લાભ પણ મળી શકે છે. જો તમને પણ કોઈ અનુભવ હોય તો તમે પણ જણાવી છો. જો તમે પણ પાતળાપણું અથવા વજન ઘટવાથી પરેશાન થઇ ગયા છો, અને વજન વધારવા માંગો છો, તો તમે કેટલાક ઘરેલૂ ઉપાયો અજમાવી શકો છો. આવો જાણીએ આવી કેટલીક પસંદ કરેલી ઘરેલુ વસ્તુઓ વિશે.
દૂધ અને કેળા : તમે લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે કેળા અને દૂધ ખાવાથી વજન ઝડપથી વધે છે. કેટલાક લોકો માટે આ સાચું સાબિત થઇ શકે છે. કેળા અને દૂધ બંનેમાં સારી એવી કેલરી હોય છે. દૂધ તણાવને પણ દૂર કરે છે અને તેમાં સારી માત્રામાં કેલ્શિયમ અને પ્રોટીન હોય છે.
કબજિયાતની સમસ્યા દૂર કરવા માટે પણ દૂધ ફાયદાકારક ગણવામાં આવે છે. કેળામાં હાજર ફાઇબર તમારા પાચનમાં સુધારો કરે છે અને તે તમારી કાર્યક્ષમતામાં પણ વધારો કરે છે. જો તમે તેને યોગ્ય રીતે લો છો તો તમે તમારા વજનમાં કોઈ તફાવત જોવા મળે. આ માટે કેળા સાથે વધારે ફેટવાળું (ચરબીવાળું) દૂધ અથવા બદામનું દૂધ સારું છે.
કિસમિસ અને અંજીર : જર્નલ ફોર ફૂડ એન્ડ ન્યુટ્રિશન રિસર્ચમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ કિસમિસનું સેવન વજન વધારવાના પરિમાણો અને પોષક તત્વોના સેવન સાથે પણ સંકળાયેલો છે. જે લોકો નિયમિત કિસમિસ ખાય છે તેમને શારીરિક નબળાઈ ઓછી થવાની શક્યતા હોય છે.
નબળા શરીર ધરાવતી મહિલાઓ માટે આ એક રામબાણ ઈલાજ હોઈ શકે છે. તેમાં જોવા મળતું ગ્લુકોઝ એનર્જી વધારે છે. અંજીરમાં પોલિઅનસેચુરેટેડ ચરબી હોય છે જેમાં સારી માત્રામાં કાર્બોહાઈડ્રેટ હોય છે. તમે અંજીર અને કિશમિશને આખી રાત પલાળીને સવાર અને સાંજ ખાઈ શકો છો.
પીનટ બટર : પીનટ બટરમાં રહેલા ઇલેક્ટ્રોલાઇટ્સ અને પોટેશિયમ શરીરમાં પ્રવાહીને સંતુલિત કરે છે. તેનાથી પાચન તંત્ર સ્વસ્થ રહે છે . જો કે તેને વધારે પડતું ખાવાથી પણ બચવું જોઈએ. પીનટ બટરમાં ચરબી, કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન જેવા તત્વો હોય છે, જે વજન વધારવામાં મદદ કરી શકે છે. તેમાં કેલરી પણ સારી માત્રામાં હોય છે. તેમાં મોનોનસેચ્યુરેટેડ ફેટ ભરપૂર માત્રામાં જોવા મળે છે.
ઘી અને ખાંડ : ઘી આપણા પાચનને સુધારે છે. એટલું જ નહીં તે શરીરમાં ઉર્જા પણ જાળવી રાખે છે અને આને ખાવાથી કેટલાક લોકોને તેમના વજનમાં અસર દેખાઈ છે. તમે તેને રોટલી પર લગાવીને ખાઈ શકો છો અથવા દાળમાં ઘી મિક્સ કરીને પણ ખાઈ શકો છો.
વજન વધારવા માટે કેલરી અને ફેટ ખુબ મહત્વપૂર્ણ છે. ઘી આ બંને પોષક તત્વોથી ભરપૂર હોય છે. જો કે જરૂરી નથી કે તેને ખાવાથી તમારું વજન વધી જ જાય. વજન વધારવા માટે તમારે તમારા ડોક્ટરની અવશ્ય સલાહ લેવી જોઈએ.
કેરી અને દૂધ : દૂધમાં પ્રોટીન, કેલ્શિયમ અને મેગ્નેશિયમ મળે છે અને જ્યારે કેરી ખનીજ અને વિટામિન્સથી પણ સમૃદ્ધ છે. તેમાં ફ્રુક્ટોઝ હોય છે એટલે કહેવામાં આવે છે કે વજન વધારવામાં મદદ કરે છે. જો તમે કેરી ખાધા પછી હૂંફાળું દૂધ પીશો તો તમારું વજન વધી શકે છે
પણ આ કેટલું ફાયદાકારક છે તે અંગે કોઈ નક્કર પુરાવા નથી. જો કે સ્વાદ વધારવા માટે તમે ચોક્કસપણે મેંગો શેકનું સેવન કરી શકો છો. જો તમને આનાથી વજન વધતું નથી તો તે તમારા મોંનો સ્વાદ વધારશે.
બટાકા : બટાકામાં પ્રોટીન, વિટામિન અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. આ એક લાંબી ચર્ચા છે કારણ કે ઘણા લોકો બટાકાને વજન વધારવાનું કારણ માને છે, જ્યારે ઘણા લોકો કહે છે કે તેનાથી વજન વધતું નથી. કેટલાક લોકો ફ્રાઈડ બટાકા અથવા બટાકાનો હલાવો ખાવાની બનાવવાની ભલામણ કરે છે. તેમાં સારી માત્રામાં કાર્બોહાઈડ્રેટ હોય છે અને તેથી લોકો બટાકાને વજન વધવાનું કારણ માનવામાં આવે છે.
નોંધ: અમે એવો કોઈ દાવો નથી કરી રહ્યા કે વજન વધારવાની આ સાચી રીતો છે. જંક ફૂડ ખાવાને બદલે તમારા આહારમાં હેલ્ધી વસ્તુઓ ઉમેરવી, જે તમારા માટે સારું રહેશે. જો તમે વજન વધારવા માંગતા હોય તો ડોક્ટર અથવા ન્યુટ્રિશનિસ્ટનો સંપર્ક કરો અને તેમના અનુસાર ડાયટ પ્લાનને અનુસરો.