કાળા અને લાંબા વાળ કોઈપણ વ્યક્તિની સુંદરતામાં વધારો કરે છે પરંતુ ક્યારેક વાળ સમય પહેલા જ સફેદ થવા લાગે છે જેના કારણે સુંદરતામાં ઘટાડો થઇ જાય છે. વાળનું સમય પહેલા સફેદ થવું એ શરીરમાં પિત્ત દોષની નિશાની છે. આ ઉપરાંત વાળ સફેદ થવા માટે વિવિધ પોષક, મનોવૈજ્ઞાનિક અને પર્યાવરણીય કારણો હોઈ શકે છે.
આ સિવાય, મેડિકલ્સ પ્રોબ્લમ જેવી કે આલ્બિનિઝમ અને પાંડુરોગ, આનુવંશિક કારણો, કેમિકલ્સનો ઉપયોગ જેવા કે વાળ બ્લીચ કરવા અથવા વાળના કલરનો વધારે પડતો ઉપયોગ અને હોર્મોનલ સમસ્યાઓ જેવી કે થાઇરોઇડ, ગર્ભાવસ્થા વગેરે પણ ઘણીવાર આ સમસ્યા વધારવામાં જવાબદાર છે.
શું તમે પણ સફેદ વાળથી છુટકારો મેળવવા માટેના ઉપાયો શોધી રહ્યાં છો. તેથી ચોક્કસપણે આયુર્વેદ તમને મદદ કરી શકે છે. તેથી જ આજે અમે તમારા માટે કેટલાક હર્બલ અને કુદરતી ઉપચાર લઈને આવ્યા છીએ. હવે તેના વિશે જાણવા માટે આ લેખ વાંચો. સફેદ વાળને રોકવા માટે આયુર્વેદિક ઉપાયો જેવા કે ભૃંગરાજ, મીઠો લીંબડો, ડુંગળી, મહેંદી, ગૂસબેરી, શિરોધરા, શેરા લેપા.
ભૃંગરાજ : ભૃંગરાજ મેટાબોલિઝમને ઠીક કરવામાં અને વાળના કુદરતી રંગને ફરીથી પાછો લાવવામાં મદદ કરે છે. સફેદ વાળથી છુટકારો મેળવવા માટે આ એક સારો કુદરતી ઉપાય છે. ભૃંગરાજ વાળને અકાળે સફેદ થતા અટકાવે છે. વાળમાં ભૃંગરાજ તેલનો દરરોજ ઉપયોગ કરવાથી વાળના સફેદ રંગને દૂર કરવામાં મદદ કરે છે.
ઉપયોગ કરવાની રીત : તમે ભૃંગરાજને એરંડાના તેલમાં મિક્સ કરીને તેલની માલિશ કરી શકો છો. કુદરતી રીતે વાળને કાળા કરવા માટે એરંડાનું તેલ ખુબ જ અસરકારક હોય છે. વાળને ખરતા અટકાવવા અને વાળના રંગને જાળવી રાખવા માટે તમે હેર પેકમાં ભૃંગરાજ પાવડરને પણ ઉમેરી શકો છો. તમે અઠવાડિયામાં બે વાર તમારા ખોપરી ઉપરની ચામડી પર ભૃંગરાજની પેસ્ટ લગાવીને 20 મિનિટ પછી તમારા વાળને હળવા શેમ્પૂથી ધોઈ કાઢો.
મીઠો લીંબડો : નાળિયેર તેલ અને મીઠો લીંબડાના પાંદડા વાળના મૂળને પોષણ આપે છે અને મેલેનિનની રચનાને સુધારીને કેલ્શિયમ પૂરો પાડે છે. તેમાં વિટામિન બી કોમ્પ્લેક્સ અને આયોડિન, ઝિંક, આયર્ન, સેલેનિયમ વગેરે મિનરલ્સ હોય છે, જેથી વાળને સુંદરતા અને મજબૂતી મળે છે. આ સિવાય પ્રોટીન અને બીટા કેરોટીનની ભરપૂર માત્રા સફેદ વાળની સમસ્યાને દૂર કરે છે.
ઉપયોગ કરવાની રીત : 50 ગ્રામ મીઠા લીંબડાના પાનને 500 મિલી નારિયેળ તેલ અથવા બીજા કોઈ પણ તેલમાં ઉકાળો. પછી આ મિશ્રણને ઠંડુ કરીને તેને ગાળીને બોટલમાં ભરી રાખો. હવે આ તેલનો ઉપયોગ તમારા માથાની ચામડી અને વાળની મસાજ કરવા માટે કરો. અડધા કલાક પછી હર્બલ શેમ્પૂથી વાળ ધોઈ લો.
મહેંદી : મહેંદી વાળને કલર કરવા માટે ઘણી લોકપ્રિય વસ્તુ છે . મહેંદી દરેક વાળને કોટ કરવામાં મદદ કરે છે અને એક રક્ષણાત્મક પરત બનાવે છે. તે વાળને કલર તો આપે જ છે સાથે સાથે વાળને કન્ડિશન પણ કરે છે.
ઉપયોગ કરવાની રીત : એક આયરન(લોખંડ) ના બાઉલમાં આખી રાત માટે મેંદી પાવડરને બ્લેક ટીના પાણીમાં પલાળી રાખો. બીજા દિવસે તેનો ઉપયોગ તમારા વાળમાં કરો. આ પેસ્ટમાં કન્ડીશનીંગ ગુણોને ઉમેરવા માટે તમે આમળાનો પાવડર પણ ઉમેરી શકો છો.
ડુંગળી : ડુંગળીમાં રહેલું સલ્ફર વાળને ખરતા અટકાવે છે અને કુદરતી રીતે કાળા કરવામાં પણ મદદ કરે છે. ડુંગળીમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે વાળના ગ્રોથને સુધારે છે. આ સિવાય ડુંગળીમાં રહેલા એન્ઝાઇમ વાળને મૂળથી મજબૂત બનાવે છે.
ઉપયોગ કરવાની રીત : ડુંગળીના રસમાં રૂ માં બોળીને તેને માથાની ચામડી અને વાળમાં સારી રીતે લગાવીને વાળમાં હળવા હાથે મસાજ કરો. પછી તેને 15 થી 20 મિનિટ માટે રહેવા દો અને પછી હળવા શેમ્પૂથી વાળને ધોઈ લો. અઠવાડિયામાં આ ઉપાય 2 થી 3 વાર કરો. તમને થોડા દિવસોમાં જ ફરક જોવા મળશે.
આંબળા : આ એક જડીબુટ્ટી છે જે વાળના ગ્રોથમાં સુધારો કરે છે અને વાળને સફેદ થતા પણ અટકાવે છે. આંબળા વાળના કુદરતી રંગનું રક્ષણ કરે છે અને સફેદ વાળની સમસ્યાને દૂર કરે છે. આંબળા વિટામિન સી અને અન્ય એન્ટીઑકિસડન્ટોનો સમૃદ્ધ સ્ત્રોત છે જે ફ્રી-રેડિકલ્સ સામે લડે છે અને સફેદ વાળને થતા અટકાવે છે.
ઉપયોગ કરવાની રીત : સૌપ્રથમ એક પેનમાં નારિયેળ તેલને ગરમ કરો. પછી તેમાં આમળા પાવડર અને મેથી પાવડરને ઉમેરીને એક પેસ્ટ બનાવો. હવે ગેસ બંધ કરો અને આ પેસ્ટને ઠંડુ થવા માટે રાખો. આ પેસ્ટને માથાની ચામડી અને વાળ પર સારી રીતે લગાવીને સારી રીતે માલિશ કરો અને તેને આખી રાત માટે રહેવા દો. આ પેસ્ટનો અઠવાડિયામાં એકવાર જરૂરથી ઉપયોગ કરો.
શેરા લેપા : આ આયુર્વેદિક ઉપચારમાં માથાની ચામડી પર હર્બલ પેસ્ટ અને વાળની મસાજનો સમાવેશ થાય છે. આ સારવાર વાળના સફેદ થવા અને ખરતા વાળની સમસ્યામાં મદદ કરે છે અને ડિટોક્સિફિકેશનને પ્રોત્સાહન આપે છે.
શિરોધરા : સંસ્કૃતમાં ‘શિરો’નો અર્થ થાય માથું થાય છે અને ‘ધારા’નો અર્થ સ્ટ્રીમ થાય છે. પિત્ત દોષ માટે શિરોધારા ઉપચાર સૌથી શ્રેષ્ઠ ઉપચાર માનવામાં આવે છે. તે તાણ ઘટાડવા, નર્વસ સિસ્ટમને શાંત કરવા અને અનિદ્રાની સારવારમાં એકદમ અસરકારક છે.
ઉપયોગ કરવાની રીત : આમાં પ્રવાહીને માથાની ચામડી અને કપાળ પર સ્ટ્રીમના રૂપમાં થોડો સમય માટે રોકાયા વગર રેડવામાં આવે છે. શિરોધારા માટે રોગની પ્રકૃતિ અનુસાર ઔષધીય તેલ, દૂધ અથવા માત્ર પાણીનો ઉપયોગ કરવામાં આવે છે.
તમે પણ આ ઉપાયોનો ઉપયોગ કરીને સફેદ વાળથી છુટકારો મેળવી શકો છો. જોકે આ આયુર્વેદિક ઉપાયો છે અને તેની કોઈ પણ પ્રકારની આડઅસર નથી. પરંતુ તેનો ઉપયોગ કરતા પહેલા એકવાર નાનો ટેસ્ટ કરી લો કારણ કે દરેકના વાળ અલગ અલગ હોય છે.