kitchen vastu tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

Vastu Tips For Kitchen In Gujarati: ઘણી વખત ખુબ જ મહેનત કર્યા પછી પણ સફળતા નથી મળતી. હવે તમને પણ કંઈ સમજાતું નથી કે તેનું તેનું મુખ્ય કારણ શું હોઈ શકે છે તો તે તમારા ઘરનો વાસ્તુ દોષ પણ હોઈ શકે છે. વાસ્તુશાસ્ત્રનું પણ જીવનમાં ખૂબ મહત્વ હોય છે.

જો તમે ઈચ્છો છો કે તમારા પણ ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ રહે તો તમારે પણ વાસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. રૂમ, બાથરૂમની જેમ રસોડામાં પણ વાસ્તુના કેટલાક નિયમો હોય છે જેનું પાલન કરવું જરૂરી છે. તો ચાલો તમને રસોડા સાથે જોડાયેલી કેટલીક વાસ્તુ ટિપ્સ વિશે
જાણીએ.

રસોડામાં ક્યારેય ચપ્પલ ન પહેરો

ચંપલ પહેરીને રસોડામાં ક્યારેય ના પ્રવેશવું જોઈએ. માન્યતાઓ અનુસાર મંદિર પછી રસોડું જ ઘરનું સૌથી મહત્વપૂર્ણ સ્થાન કહેવાય છે. રસોડામાં માતા અન્નપૂર્ણાનો વાસ હોય છે. તેથી રસોડામાં ક્યારેય ચંપલ પહેરીને ના જવું જોઈએ. તેનાથી માતા અન્નપૂર્ણાનું અપમાન થાય છે.

આ પણ વાંચો: આ વસ્તુઓને ક્યારેય રસોડામાં સ્ટોર ના કરવી જોઈએ, નુકસાન પહોંચાડી શકે છે

પહેલી રોટલી ગાયની કાઢી લો

માન્યતાઓ મુજબ જ્યારે પણ રોટલી બનાવવાનું શરૂ કરો ત્યારે હંમેશા પહેલી રોટલી ગાયની બનાવીને કાઢી લેવી જોઈએ. કારણ કે હિન્દુ ધર્મમાં ગાયમાં દેવી-દેવતાઓનો વાસ માનવામાં આવે છે. તેથી જ્યારે પણ તમે રસોડામાં રોટલો બનાવવાનું શરૂ કરો ત્યારે પહેલી રોટલી ગાય માટે કાઢી લો.

રસોડામાં ના હોવો જોઈએ પૂજા રૂમ

ઘણા લોકો રસોડામાં જ પૂજા ઘર બનાવે છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં ક્યારેય પૂજા રૂમ ના હોવો જોઈએ. તેનાથી તમારા ઘરમાં કલહ અને ક્લેશ થઈ શકે છે. આ સિવાય પરિવારના સભ્યોને પણ મુશ્કેલીનો અને સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

દિશાનું પણ ખાસ ધ્યાન રાખો

વાસ્તુ શાસ્ત્ર મુજબ રસોડું બનાવતી વખતે પણ દિશાઓનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. રસોડું પૂર્વ દિશામાં બનાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ સાથે તમારા ઘરમાં પણ હંમેશા આશીર્વાદ બની રહેશે. આ સિવાય માનસિક અને શારીરિક સમસ્યાઓને દૂર રાખી શકાય છે.

તો આ ઉપર જણાવ્યા પ્રમાણે તમે પણ રસોડાના વાસ્તુ દોષને ધ્યાનમાં રાખશો તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહેશે. આવી જ જાણકારી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા