જ્યારે ઠંડુ હવામાન શરૂ થાય છે ત્યારે તમારી ત્વચાને થોડી વધારાના પોષણ અને હાઇડ્રેશનની જરૂર પડે છે. સામાન્ય રીતે, આ શિયાળાની ઋતુમાં આપણે બધા અલગ અલગ વિવિધ પ્રકારની ક્રીમનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જ્યારે ઘરેલુ ઉપચાર આપણું ધ્યાન જતું નથી.
જો તમે ખરેખર આ ઋતુમાં તમારી ત્વચાને કુદરતી રીતે પેમ્પર કરવા માંગો છો તો તમારી ત્વચા પર વિટામિન E રિચ ફેસ પેક લગાવો. વાસ્તવમાં, તેના મોઇશ્ચરાઇઝિંગ ગુણોને કારણે, તે શુષ્કતાની સમસ્યાને દૂર કરે છે અને સાથે જ ઠંડીને કારણે થતી ત્વચાની અનેક સમસ્યાઓથી પણ રાહત આપે છે.
એટલું જ નહીં, ઠંડીની ઋતુમાં ત્વચાની લાલાશ અને ખંજવાળની સમસ્યા પણ આ ફેસપેકથી દૂર થઈ શકે છે. તો આજે આ લેખમાં અમે તમારી સાથે શિયાળામાં વિટામિન E રિચ ફેસ પેક બનાવવાની કેટલીક સરળ રીતો વિશે જણાવી રહ્યાં છીએ.
બદામ અને ચંદન પાવડર ફેસ પેક : બદામને વિટામિન ઇનો સારો સ્ત્રોત માનવામાં આવે છે અને તમે તેના તેલથી લઈને બદામનો ફેસ પેક બનાવી શકો છો. આ માટે સામગ્રીમાં, 2-3 બદામ, અડધી ચમચી ચંદન પાવડર, એક ચપટી હળદર અને ગુલાબજળ જરૂર મુજબ.
બનાવવાની રીત : સૌ પ્રથમ બદામને બ્લેન્ડ કરો. હવે તેમાં ચંદન પાવડર, હળદર અને ગુલાબજળ ઉમેરીને પેસ્ટ બનાવો. હવે તમારા ચહેરાને સાફ કરીને આ પેક લગાવો અને લગભગ 10 મિનિટ રહેવા દો. પછી, તમે તમારી આંગળીઓને હળવા હાથે ભીની કરો અને ચહેરા પર સ્ક્રબ કરતા કરતા ફેસ પેક સાફ કરો. આ પેક સ્ક્રબ તરીકે કામ કરે છે.
એલોવેરા જેલ, ગ્લિસરીન અને વિટામિન ઈ કેપ્સ્યુલ ફેસ પેક : જો તમે તમારી ત્વચાને વધારાની હાઇડ્રેશન આપવાની સાથે સાથે તેને વધુ કડક, જુવાન અને સુંદર બનાવવા માંગો છો, તો આ ફેસ પેક લગાવો. સામગ્રી – 1 ચમચી એલોવેરા જેલ, અડધી ચમચી ગ્લિસરીન અને 1 વિટામિન ઇ કેપ્સ્યુલ.
ફેસ પેક બનાવવાની રીત : સૌથી પહેલા એલોવેરામાંથી જેલ કાઢી લો અને તેને એક બાઉલમાં કાઢી લો. સાથે જ તેમાં ગ્લિસરીન અને વિટામીન E કેપ્સ્યુલ ઉમેરીને મિક્સ કરી લો. હવે તમારો ચહેરો સાફ કરીને આ પેક લગાવો. લગભગ 10 મિનિટ પછી હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ લો. આ ફેસ પેક તમને ફાઈન લાઈન્સથી પણ છુટકારો અપાવશે.
દહીં અને વિટામીન E કેપ્સ્યુલ ફેસ પેક : દહીં અને વિટામિન ઇ કેપ્સ્યુલ મિક્સ કરીને પણ હાઇડ્રેટિંગ ફેસ પેક બનાવી શકાય છે. સામગ્રી – 2 ચમચી દહીં, એક કેપ્સ્યુલ વિટામિન ઇ.
ફેસ પેક બનાવવાની રીત : સૌપ્રથમ એક બાઉલમાં વિટામીન E કેપ્સ્યુલ તોડીને નાખો. હવે તેમાં દહીં ઉમેરીને સારી રીતે મિક્સ કરો અને ચહેરા પર લગાવો. લગભગ દસ મિનિટ પછી, તમારી આંગળીઓને ભીની કરીને હળવા મસાજ કરતા કરતા પેકને દૂર કરો.
પપૈયા, બદામ અને ચંદન પાવડર ફેસ પેક : જો તમે શિયાળામાં તમારી ત્વચાને કુદરતી સુંદર બનાવવા માંગો છો તો આ વિટામિન ઇથી ભરપૂર ફેસ પેક તમને ચોક્કસ મદદ કરશે. સામગ્રી – બે થી ત્રણ બદામ, પપૈયાનો ટુકડો અને 1 ચમચી ચંદન પાવડર.
ફેસ પેક બનાવવાની રીત : સૌ પ્રથમ, બદામને બ્લેન્ડ કરો અને પપૈયાના ટુકડાને સારી રીતે મેશ કરો. હવે બદામમાં પપૈયું અને ચંદન પાવડર નાખીને મિક્સ કરો. પછી આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવો અને દસ મિનિટ માટે છોડી દો. છેલ્લે હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ લો.
તો હવે તમે પણ શિયાળામાં તમારી ત્વચા પર આ વિટામિન Eથી ભરપૂર ફેસ પેક લગાવો અને સુંદર અને ચમકદાર ત્વચા મેળવી શકો છો. તમે પણ અમને આ બ્યુટી ટિપ્સ પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.