warm room without a space heater
Image - Freepik
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શિયાળો શરુ થઇ ગયો છે અને ઠંડીનો પણ અનુભવ થઇ રહ્યો છે. જો કે આપણે બધા શિયાળામાં ઠંડીથી બચવા માટે ધાબળા, સ્વેટર અને રજાઇનો ઉપયોગ કરીએ છીએ. આ કારણોસર શિયાળામાં દરેક માણસને આળસ પરેશાન કરે છે.

જો કે, આજે અમે તમારા માટે આવી જ કેટલીક ટિપ્સ લાવ્યા છીએ, જેને ધ્યાનમાં રાખશો તો તમારો આખો રૂમ ગરમ થઈ જશે. આ પછી તમારે આખો દિવસ ન તો ધાબળામાં બેસવું પડશે અને ન તો તમને આળસ આવશે. આવો જાણીએ બેડરૂમને ગરમ રાખવાની કેટલીક ટિપ્સ.

1. બારીઓ ખોલો : શિયાળામાં સૂર્યપ્રકાશ ઘરમાં આવે તે કમાટે બપોરે બારી ખોલો. આ રૂમને ઘણી હદ સુધી ગરમ કરે છે. તે જ સમયે, જ્યારે સૂર્યપ્રકાશ ઓછો થવા લાગે ત્યારે બારી બંધ કરો. બારીઓની સાથે દરવાજા પણ બંધ કરો. તેનાથી રૂમમાં ગરમી જળવાઈ રહેશે.

2. જો ઉપરનો માળ હોય તો કરો આ કામ :
જો તમારો ફ્લોર ઉપરનો છે તો છતના ફ્લોર પર કંઈપણ ના રાખો. જેથી સૂર્યથી ગરમ થયા પછી ફ્લોરની હૂંફ ઓરડા સુધી આવે. સૂર્ય ગયા પછી તમે ઇચ્છો તો છત પર કંઈક પણ ફેલાવો. જેના કારણે હવાની ઠંડકની અસર રૂમ સુધી ના પહોંચે.

3. જાડા પડદા લગાવો : રૂમને લક્ઝુરિયસ લુક આપવા માટે પડદા લગાવવામાં આવે છે. જો કે, આ પડદા શિયાળાની ઋતુમાં રૂમને ગરમ રાખવામાં ખુબ મદદ કરે છે. તમારે ફક્ત રૂમમાં જાડા કાપડના પડદા લગાવવાના છે જેથી ઠંડી હવા રૂમની અંદર બિલકુલ ન આવે.

4. કાળજીપૂર્વક રંગો પસંદ કરો : રૂમને ગરમ રાખવામાં રંગો પણ સારી ભૂમિકા ભજવે છે. આવી સ્થિતિમાં ચાદર, ધાબળા અને રૂમની દરેક વસ્તુ માટે તમે ડાર્ક કલરને પસંદ કરો.

5. પલંગ પર ધાબળો પાથરો : રૂમને ગરમ રાખવા માટે તમે બેડ પર ધાબળો પાથરીને રાખી શકો છો. આ રીત તમારી જાતને શરદીથી અને ઠંડીથી બચાવવાની શ્રેષ્ઠ રીતોમાંની એક રીત છે.

તો આ હતી કેટલીક બાબતો જેનાથી તમે તમારા ઘરના દરેક રૂમને ગરમ રાખી શકો છો. ઉપરાંત, ગૃહિણીઓને લગતી ઉપયોગી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા