warm water for health benefits
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

નવશેકુ સહેજ ગરમ કરેલું ફાળો ઉકાળેલું પાણી પીવાના ઘરગથ્થુ ઉપચાર વિશે જાણીશુ.  પ્રાકૃતિક ચિકિત્સામા ગરમ પાણીથી અનેક ઉપચાર કરવામાં આવે છે. સ્વચ્છ, હલકુ ગરમ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે. ગરમ પાણીથી અનેક બીમારીઓથી બચી શકાય છે. હવે આપણે ગરમ પાણી ના ફાયદાઓ તથા પ્રયોગો જાણીએ. મિત્રો એક વાતની ચોખવટ કરવા માગું છું કે ગરમ પાણી એટલે કે નવશેકું ગરમ પાણી એકદમ લાઈટ ગરમ કરેલું પાણી એકદમ વધારે પડતું ગરમ પાણી કરવું નહીં લાઈટ એટલે કે થોડું.

warm water for health benefits

ગરમ પાણી સાંધાના દુખાવા, કમરના દુખાવા, ગોઠણ ના દુખાવા વગેરે રોગોમાં ગરમ પાણીનો પ્રયોગ કરવામાં આવે છે. ગરમ પાણીની વરાળનો શેક કરવાથી ખૂબ જ રાહત મળે છે અને આ પ્રકારના દુખાવા ઘટવા લાગે છે. ઉકાળેલું ગરમ પાણી ગાળીને પીવાથી વાયુના રોગો હરસ મસા, પેટના રોગો, સોજા, પેટનો ગેસ થયો હોય એટલે કે ભૂખ ન લાગતી હોય બરાબર, પચતું ન હોય, તાવ, ભોજન પ્રત્યે અરૂચિ (ખાવાનું મન ન થતું હોય), ઉબકા આવતા હોય વગેરે બીમારીઓ ગરમ પાણી પીવાથી ખૂબ જ લાભ મળે છે.

Warm Water In The Morning: આજકાલ કબજિયાત નામના રોગે અનેક લોકોમાં ઘર કર્યું છે, તો કબજિયાત ધરાવતી વ્યક્તિ નરણા કોઠે સવારે એક ગ્લાસ નવશેકું ગરમ પાણી પીશે તો કબજિયાત મટી જાય છે. સવારે નરણા કોઠે ગરમ પાણી પીવાથી શરીરમાં રહેલા ટોક્સિન બહાર નિકળી જાય છે પરિણામે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે.

warm water for health benefits

આજ-કાલ દર્દીઓની સંખ્યામાં વધારો થતો જોવા મળે છે. મોટા ભાગની પેટની બીમારી દૂષિત જળ પીવાથી થાય છે. તો ગરમ પાણી પીવામાં આવે તો આ તમામ પેટના રોગોથી બચી શકાય છે એનાથી શક્તિનો પણ સંચાર થાય છે. મોટાભાગના લોકો થાકેલા જ રહે છે તે કોઈ પણ કામ કરે ત્યારબાદ થાકી જાય છે જે લોકો આ પ્રકારનો અનુભવ કરે છે તો તે સવારે ગરમ પાણી પીશે તો લોહીનું પરિભ્રમણ વધશે અને થકાન ઓછી થશે અને એકદમ શરીરમાં સ્ફૂર્તિ રહેશે.

warm water for health benefits

શરદી તાવ વગેરે માં ગરમ પાણીના સેવનથી ત્વરિત ફાયદો થાય છે અને જો તમે કશું થયું હોય તો હળદર અને મીઠાના ગરમ પાણીના કોગળા કરવાથી ખૂબ જ લાભ થાય છે અને ઈંફેક્શન ઘટવા લાગે છે. ગરમ પાણીએ સૂકી ઉધરસનું પ્રભાવશાળી ઔષધ છે. અમુક લોકોને સાંજે સૂકી ઉધરસ આવતી હોય તો તેની ઊંઘ હરામ થઈ જતી હોય છે પરંતુ તેવા લોકો એક ગ્લાસ ગરમ પાણીમાં થોડું મીઠું નાાખીને પીવાથી કફ પાતળો થઈ જશે અને બહાર નીકળવા લાગશે અને ઉધરસ ઓછી થવા લાગશે.

મીઠું સિંધવ મીઠું એટલે કે સીધું પ્રાકૃતિક મીઠું વાપરવાનું છે વાયુ તથા કફ જન્ય રોગોમાં જો તરસ લાગે તો ગરમ પાણી પીવું જોઈએ. તાવમાં ગરમ પાણી પીવું ખૂબ જ લાભદાયક છે અને એમાં વાયુ અને કફ જન્ય તણાવમાં તો ગરમ પાણી ઈશ્વર વરદાન સમાન છે. ભોજન પછી ક્યારેય તરત જ પાણી ન પીવું જોઈએ પણ ભોજનની મધ્ય તો એક ગરમ પાણી પીશો તો પાચનક્રિયા તેજ થઇ જાય છે પરિણામે પાચનશક્તિ પણ મજબૂત થાય છે અને પચવામાં પણ સરળતા રહે છે.

warm water for health benefits

શરીરમાં હાજર ઝેરી નકામા તત્વો બે માધ્યમથી જ બહાર નીકળે છે એક પરસેવો અને બીજું મૂત્રમાર્ગ દ્વારા. વધારે માત્રામાં પાણી તે શરીરમાં રહેલ નકામાં તત્વો આ માધ્યમથી બહાર નીકળી જાય છે. ભોજન કર્યા બાદ એક કલાક પછી ગરમ પાણી પીવાથી મોટાપા એટલે કે જાડા લોકો છે જેને વજન વધવાની સમસ્યા છે તે સંપૂર્ણ દૂર થઈ જાય છે અને વજન ઘટવા લાગે છે. ગરમીની ઋતુમાં પણ આ પ્રયોગ મિત્રો કરવાનો નથી.

ભોજન કર્યા બાદ એક કલાક પછી ગરમ પાણી પીવાથી પેટ સંબંધી સમસ્યાઓ સદંતર બંધ થાય છે. ઘુટણ ના દુખાવા ખાસ મટવા લાગે છે. ગરમ પાણી વધતાં વજનને અટકાવે છે. ગરમ પાણી પીવાથી મેટાબોલિઝ્મ નો દર વધી જાય છે, સાથે આ એક તરીકે પણ કામ કરે છે ભૂખને નિયંત્રિત કરે છે અને ભૂખ જો નિયંત્રિત થાય ઓછી ભૂખ લાગે તો વધુ વજન ઘટવા લાગે છે. જો તમારું પેટ ભારે થઈ ગયું હોય તો એક ગ્લાસ ગરમ પાણીમાં એક લીંબુનો રસ, મરી તથા સંચળ મિક્સ કરી પીવાથી તરત જ પેટ હળવું થઈ જાય છે આ મિત્રો પ્રયોગ છે અને ત્વરિત લાભ આપનારો પ્રયોગ છે.

warm water for health benefits

શરીરમાં ગમે તે ભાગમાં દુખાવો થયા હોય તો રબર ની થેલી અથવા બોટલમાં ગરમ પાણી ભરીને દુખાવા વાળી જગ્યા પર શેક કરવાથી તે ભાગે દુખાવો મટવા લાગે છે. થાકનો અનુભવ થાય તો એક ટબમાં ગરમ પાણી થોડું મીઠું નાખીને પગને 15-20 મિનિટ સુધી રાખવાથી રાહત મળશે. એટલે કે જે મિત્રો થાકી જતા હોય તેને એક ટબમાં ગરમ પાણી લેવાનું તેમાં થોડું મીઠું નાખવાનું અને પંદરથી વીસ મિનિટ સુધી પગ બોળી રાખવા અને તરત જ તમને થાક ઉતારવા લાગે છે અને તમે એકદમ રિલેક્સ થઇ જશો (પરંતુ સિંધવ મીઠાનો પ્રયોગ કરવાનો છે બીજા મીઠાનો પ્રયોગ કરવાનો નથી).

warm water for health benefits

આજકાલ મોટાભાગના લોકોને એડીના દુખાવાની સમસ્યા હોય છે તો ગરમ પાણીમાં બંને પગની એડીને 15-20 મિનિટ સુધી ડુબાડીને રાખવાથી થોડા જ દિવસોમાં લાભ થવા લાગશે. એડી ના દુખાવા ને એડ કંટક કહેવામાં આવે છે. ગરમ પાણીથી શરીરના આંતરિક અંગોમાં પણ લાભ મળે છે, શરીરની ત્વચામાં કોમળતા વધે છે, ચામડીના રોગોમાં જેવા કે દાદર, ખરજવું વગેરેમાં પણ લાભ મળે છે પરંતુ બીજી અન્ય પરેજી પાળવી જરુરી છે. જે લોકોને ધાધર, ખંજવાળ અને ખરજવાની સમસ્યા છે તેવા લોકોએ ગળપણ એકદમ ઓછું કરવાનું છે અને મીઠું સિંધવ વાપરવાનુ છે. તરત જ તમને ધાધર કાબૂમાં આવી જશે.

warm water for health benefits

Benefits Of Drinking Hot Water For Skin: ખીલ તથા કાળા ધબ્બા થી પરેશાન હોય તો સવારે ગરમ પાણી પીવાથી ત્વચામાં રોમછિદ્ર ફુલવા લાગે છે તો સવારે ગરમ પાણી પીવાથી ખીલ અને કાળા ધબ્બા મટવા લાગશે, ત્વચામાં કરચલીઓ પડતી અટકાવવા માટે ગરમ પાણીનો પ્રયોગ થાય છે. હોટલોમાં એક તો જમવું નહીં અથવા એકદમ ઓછું જમવું, તો હોટલોમાં પણ જમ્યા બાદ ગરમ પાણી આપવામાં આવે છે ,ગરમ પાણી અને તેમાં લીંબુ મિક્સ કરી હાથ ધોવાથી હાથ આપણા સ્વચ્છ થઈ જાય છે.

warm water for health benefits

નાનું-મોટું વાગવાથી એક ટબમાં ગરમ પાણી લેવાનું એમાં થોડુંક ડેટોલ નાખવાનું અને તે જગ્યાને સાફ કરવાથી લાભ થશે. જો બાળકોને ઉધરસ તથા કફ હોય તો થોડું ગરમ પાણી પીવડાવવું. નાના બાળકોને ઉધરસ થાય તો તેમને બહાર કાઢતા આવડતું નથી અથવા તો ઓછુ ફાવે તો તેવા સમયે ગરમ પાણી અસરકારક અને ઘરગથ્થુ પ્રયોગ તરીકે ખૂબ જ કારગત નીવડી શકે છે એટલે કે આપણને લાભ થશે.

જો પગમાં ચીરા પડ્યા હોય તો પાણીને ગરમ કરીને પગની એડીને પાણીમાં ડુબાડવું અથવા તો પલાળવું  અને સાફ કરવું ત્યારબાદ ગ્લિસરીન અથવા નગોડ તેલ અથવા કરમજાદી મલમ લગાડી ને મોજા પહેરવા, પગ મુલાયમ રહેશે તથા પગના ચીરા ઘટવા લાગશે. જે લોકોને ઊંઘ બરાબર આવતી નથી તેવા લોકો એ બંને પગ ઘુટણ સુધી 15-20 મિનિટ સુધી પાણીમાં પલાળી રાખવા ત્યારબાદ કપડાથી લૂછીને સૂઈ જવાનું, તેમને સારામાં સારી ઊંઘ આવશે અને એકદમ રિલેક્સ અનુભવશો એટલે કે હળવાશ અનુભવશો.

warm water for health benefits

રાત્રે ગરમ પાણી પીવાથી વાયુ નષ્ટ થઇ જાય છે અને આપણો વાયુ એકદમ કાબૂમાં આવી જાય છે, તો જે લોકોને સાંજે વાયુ થવાની સમસ્યા હોય તેવા લોકોએ સાંજે ગરમ પાણી અવશ્ય પીવું જોઈએ. મિત્રો આશા રાખું છું કે આ water for health benefits પ્રયોગોથી તમને લાભ થશે અને આ પ્રયોગોથી જો તમને લાભ થાય તો બીજા લોકોને પણ શેર કરો જેથી તેમને પણ લાભ થાય અને આ પ્રકારના ઘરેલુ ઉપચાર તેમને પણ સફળતા મળતા રહે તો ધન્યવાદ.

 

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા