weight loss chair exercises
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

આજે આપણી આસપાસની દુનિયા વધુ ઝડપથી બદલાઈ રહી છે. મોટાભાગની નોકરીઓમાં આખો દિવસ ખુરશીમાં બેસી રહેવું પડે છે. આ કારણે શરીરનું હલનચલન બંધ થઇ ગયું છે. બેઠાડુ જીવન હોવાને કારણે કેટલાક લોકો જીમમાં જઈને થોડી કસરત કરે છે, જ્યારે કેટલાક લોકો સવારે અથવા સાંજે ચાલે છે અને દોડવા જાય છે.

પરંતુ આજના સમયમાં સૌથી મોટી સમસ્યા વજન વધવાની અને પેટની ચરબી વધવાની છે, જે લગભગ દરેક વ્યક્તિ આજે પરેશાન છે. વજન વધવાથી તમને અલગ અલગ બીમારીઓ થવાની શક્યતા પણ વધી જાય છે. નિષ્ણાતો મુજબ વજન વધવું એ બીમારીઓને આમંત્રણ આપવા સમાન છે.

ઘણીવાર એવું થાય છે કે ઘણી સ્ત્રીઓ માટે ઘર અને ઓફિસ જવાબદારીઓમાં ફસાઈ જાય છે અને તેમને આ માટે સમય નીકાળવો લગભગ અશક્ય છે. તેથી જ આજે અમે તમારા માટે આવી જ કેટલીક ખુરશી માં બેઠા બેઠા કરી શકાય તેવી કસરત લાવ્યા છીએ, જે તમે ઓફિસની ખુરશીમાં લંચ બ્રેકમાં કરીને પેટની અને કમરની ચરબી ઓછી કરી શકો છો.

આ કસરત તમે કેવી રીતે કરી શકો છો તે આપણને ટ્રેનર શીખવી રહયા છે. આ માહિતી સેલિબ્રિટી ટ્રેનર યાસ્મીન કરાચીવાલા તેમના ઇન્સ્ટાગ્રામ શેર કરી છે. તેઓ આ રીતે અવારનવાર તેમના ઈન્સ્ટાગ્રામ દ્વારા ફેન્સ સાથે ફિટનેસ વીડિયો અને ફોટો શેર કરતા રહે છે.

હમણાં જ તેમને એક ખુરશી સાથે કસરત કરતો એક વિડિઓ શેર કર્યો હતો. તેઓ કહે છે કે તમે જો જિમ ગયા વગર બેઠા બેઠા કસરત કરવા માંગતા હોય તો તમે આ વિડિઓ જોઈને આ 5 મજેદાર કસરત કરી શકો છો, જે તમારા શરીરને ફિટ પણ રાખશે અને વજન પણ ઓછું કરશે.

તમે પણ આ રીતે વજન સરળતાથી ઘટાડી શકો છો. જો તમને આ કસરત વિશેની માહિતી પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને આવી જ સ્વાથ્ય સબંધિત માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા