જો તમે સ્થૂળતાથી પરેશાન છો, તો વજનથી છુટકારો મેળવવા માટે, સવારે ઉઠ્યા પછી આ લેખમાં જણાવેલ આ 3 વસ્તુઓ કરો.
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

સમગ્ર વિશ્વમાં મોટી સમસ્યા વજન ઘટાડવા માટેની છે. આજે સૌ કોઈ મોટાપાથી પરેશાન છે. જો કે, ઘણીવાર તો થોડું વજન ઓછું કરવું પણ સપના જેવું લાગે. આ અશક્યને શક્ય બનાવવા માટે, સ્ત્રીઓ આહાર અને જીવનશૈલીમાં ફેરફાર કરે છે.

પરંતુ હવે તમારે આ બધું કરવાની જરૂર નથી કારણ કે સવારની 3 ટેવ તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે અને કોઈપણ મહિલાએ આ 3 કામ દરરોજ એક મહિના સુધી કરીને જાતે જ અનુભવ કરવો જોઈએ.

તમને નવાઈ લાગશે કે સવારે જ કેમ? પરંતુ સવારનો સમય સૌથી નાજુક સમય છે. જે લોકો શરીરથી ફિટ નથી તેમની સવારની શરૂઆત ચાના કપથી થાય છે અને જે લોકોનું શરીર ફિટ છે તેમની શરૂઆત વર્કઆઉટ કરવાથી થાય છે.

તમે તમારી સવારની શરૂઆત તમારી પસંદગી મુજબ કરી શકો છો, પરંતુ ધયાણ રાખો કે સવારની શરૂઆત જ જ તમારા વજન ઘટાડવાની મુસાફરી પર અસર કરી શકે છે. તો ચાલો, સવારની કેટલીક તંદુરસ્ત ટેવો વિશે જાણીએ જે વજનને ઝડપથી ઓછું કરવામાં મદદ કરે છે.

દરરોજ સવારે 15 મિનિટ ચાલો અથવા કસરત કરો : જીવનમાં જેટલું ખાવું મહત્વનું છે તેટલું જ કસરત અથવા શારીરિક પ્રવૃત્તિ મહત્વપૂર્ણ છે. સવારે કસરત કરવાથી આખા દિવસ દરમિયાન બ્લડ સુગર લેવલ સન્તુલનમાં રહે છે. કસરત શરીરને વધુ પડતી કેલરી બર્ન કરવામાં મદદ કરે છે.

જો કે કસરત આખા શરીરને સારું રાખવા માટે જરૂરી છે. કસરત નથી કરી શકતા તો દરરોજ 15 મિનિટ ચાલો. આ સમયે પ્રકૃતિ સાથે રહેવાનો પ્રયાસ કરો. આ સિવાય તમે મેડિટેશન, યોગ અથવા તમારી પસંદગીની કોઈપણ સ્ટ્રેચિંગ કસરત કરી શકો છો. તે તમારા દિવસને સારો બનાવવામાં મદદ કરે છે.

હાઇડ્રેટેડ રહો : સવારે ઉઠ્યા પછી ચા કે કોફી ના પીવો, પહેલા પાણી પીવો. તમારું પ્રથમ પીણું ખરેખર ખુબ જ મહત્વનું છે. જૈવિક કાર્ય માટે પાણી જરૂરી છે, ચયાપચયને પ્રોત્સાહન આપે છે અને શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે અને શરીરને વધુ કેલરી બર્ન કરવામાં મદદ કરે છે.

ઉપરાંત, પાણી શરીરને હાઇડ્રેટ રાખે છે અને તમને ભૂખ ઓછી કરે છે. તમે સાદા પાણી અથવા ગરમ પાણીમાં લીંબુ મિક્સ કરીને પણ પી શકો છો. જો કે, જો તમે વજન ઓછું કરવાનું લક્ષ્ય છે તો તો લીંબુ પાણી સારો વિકલ્પ છે.

હા, આ સિવાય તમે સવારે પોતાને હાઇડ્રેટેડ રાખવા માટે જીરું, અજમો અથવા અળસીનું પાણી પણ પી શકો છો અથવા માત્ર 2 ગ્લાસ સાદા પાણીથી સવારની શરૂઆત કરી શકો છો.

પલાળેલા ડ્રાયફ્રુટ : સવારની દિનચર્યા તમારા મૂડ અને આરોગ્ય પર ઘણી રીતે અસર કરે છે. ઘણીવાર એવી સલાહ આપવામાં આવે છે કે તમે તમારા દિવસની શરૂઆત હેલ્દી રીતે કરો. તમારા શરીરને સારામાં સારા પોષક તત્વો મળે તે પ્રમાણે તમારી સવારની શરૂઆત કરવી જોઈએ.

તમારા આહારમાં ડ્રાયફ્રુટનો સમાવેશ કરીને ઘણા જરૂરી પોષક તત્વો મેળવી શકો છો. તમારા દિવસની શરૂઆત પલાળેલી બદામથી કરવી એ વર્ષો જૂની પ્રથા છે જેને આજ પણ ઘણા લોકો અનુસરે છે. પલાળેલા અખરોટ ખાવાથી પણ મેટાબોલિઝમ વધે છે, બ્લડ શુગર લેવલ કંટ્રોલ રહે ય છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે.

બદામમાં પ્રોટીન, વિટામિન ઈ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં મળી આવે છે. તે તમને વજન ઘટાડવા, તમારી યાદશક્તિ વધારવા, પાચનને સુધારવા અને કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં ખુબ મદદ કરી શકે છે. બદામ ત્વચા માટે પણ ફાયદાકારક છે.

તમે પણ તમારી સવારની શરૂઆત આ 3 વસ્તુઓથી કરીને તમારું વજન ઝડપથી ઘટાડી શકો છો. જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો લોકો સુધી પહોંચાડો અને આવી જ માહિતી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા