weight loss diet plan for men
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આ લેખમાં જાણીશું કે ભૂખ્યા રહયા વગર વજન કેવી રીતે ઘટાડી શકાય. મહિલાઓ શક્ય તેટલી ઝડપથી વજન ઘટાડવા માટેના પ્રયત્નો કરે છે. પેટ કે કમરમાં લટકતી ચરબી હંમેશા આપણને પરેશાન કરે છે. આપણે ફટાફટ વજન ઓછું કરીને આપણે સુંદર દેખવા માંગીએ છીએ.

નિષ્ણાતો પણ માને છે કે વજન ઘટાડવા માટે આહાર અને કસરત સૌથી મહત્વપૂર્ણ છે. તમારે ઓછામાં ઓછું 1 કલાક દરરોજ ચાલવું જોઈએ અને વજન ઓછું કરવા 30 મિનિટની કસરત કરવી જોઈએ.

તમારા માંથી કેટલી સ્ત્રીઓ આ રૂટિનનું પાલન કરે છે? સમયની અછતને કારણે આપણે બધા ક્રેશ ડાઈટ તરફ દોડીએ છીએ, જેની આપણા સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે. પરંતુ સવાલ એ છે કે શું માત્ર 1 મહિનામાં 7 થી 10 કિલો વજન ઘટાડી શકાય છે?

ક્રેશ ડાયેટ શું છે? ક્રેશ ડાયેટ ડાયેટ પ્લાન છે જે ટૂંકા સમયમાં ઝડપથી વજન ઘટાડી શકે છે. આ ડાયટનો ધ્યેય દરરોજ વપરાશમાં લેવાયેલી કેલરી ઘટાડવાનો છે. આ ડાયટ પ્લાન થોડા જ દિવસોમાં પરિણામ બતાવે છે. જો પાર્ટી, સગાઈ, લગ્ન અને અન્ય પ્રકારના ફંક્શનમાં જવા માટે વજન ઘટાડવા માટે લોકો આ ડાયટ ફોલો કરે છે.

પરંતુ નિષ્ણાતો મુજબ આ ડાયટ પ્લાન ના અપનાવો જોઈએ. આ ડાયટ પ્લેનમાં ઘણી વાર લોકો કેલરી ઓછી લેવાને કારણે બીમાર પણ પડી જતા હોય છે. આવી સ્થિતિમાં તમે વજન ઘટાડવા માટે હેલ્ધી ઉપાય અપનાવી શકો છો?

પહેલા લક્ષ્ય નક્કી કરો : તમારા વજનને મર્યાદિત સમયમાં વહેંચી લો. પહેલા તમે કેટલું વજન ઓછું કરવા માંગો છો તે નક્કી કરો અને પછી તે જ રીતે પ્લાન તૈયાર કરો કે તમારે વજન ઘટાડવા માટે દર અઠવાડિયે અને મહિને કેવી રીતે અને શું કામ કરવું પડશે.

નાનું ભોજન લો : શું તમે પણ એક સાથે ઘણું ખાઈ લો છો? તમારા ભોજનને આખા દિવસ દરમિયાન અલગ-અલગ ભાગોમાં વહેંચો અને તે મુજબ દિવસ દરમિયાન ખાઓ. તમારા ચયાપચયને વધુ પ્રેશર આપવાને બદલે, સારું છે કે ધીમે ધીમે તેની આદત અપનાવો.

વજન ઘટાડવા માટેનો ડાઈટ ચાર્ટ : વહેલી સવારે – વરિયાળી, લીંબુ, મેથીનું પાણી. વરિયાળી અથવા મેથીને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો અને બીજા દિવસે સવારે આ પાણીને ગાળીને પી લો. તમે ગરમ પાણીમાં લીંબુ ઉમેરીને પણ પી શકો છો. તે તમારી પાચનતંત્રને વધુ મજબૂત બનાવશે.

સવારનો નાસ્તો- મગ દાળ ચીલા : તમારો સવારનો નાસ્તો સારો અને પ્રોટીનયુક્ત હોવો જોઈએ. તમારે તમારા નાસ્તામાં મગની દાળના ચિલ્લા લેવું જોઈએ. આ સિવાય તમે દૂધીના ચીલા પણ ખાઈ શકો છો અથવા 2 ઈડલી અને 1 કપ સંભાર ખાઈ શકો છો.

લંચ – ઓટ્સ રોટલી + શાક + સલાડ : તમે બપોરના લંચમાં ઓટ્સથી બનેલી રોટલી, 1 કપ શાક અને થોડું સલાડનો સમાવેશ કરો. આ સાથે તમારે અડધો કપ દહીં પણ લેવું જોઈએ.

રાત્રિભોજન – 1 રોટલી + મિક્સ શાક + દહીં : રાત્રે 7 વાગ્યા સુધીમાં રાત્રિભોજન કરી લો. આમાં 1 રોટલી સાથે શાક અને દહીં લો. આ સિવાય તમે 1 કપ બાફેલી દાળ સાથે અડધો કપ સલાડ પણ ખાઈ શકો છો.

વચ્ચે વચ્ચે તેની સાથે ગ્રીન ટી અને મસાલાની ચા લો અને તમારી કસરતને નિયમિત કરો. અમને આશા છે કે તમને આ જાણકરી ખુબ જ ઉપયોગી થશે. આવા વધુ લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે હંમેશા જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા