weight loss diet plan veg gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જે લોકો એવું વિચારે છે કે ગૃહિણી બનવું એ સરળ કામ છે તો તેમના માટે એ સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તે 24 * 7 કામ કરે છે જે પ્રતિબદ્ધતાથી ભરપૂર છે અને તેમાં ઘણી શારીરિક શક્તિનો સમાવેશ થાય છે.

જો કે મહિલાઓ રોજબરોજની પ્રવૃત્તિઓને કારણે કેલરી બર્ન કરે છે પરંતુ સામાન્ય શારીરિક રચના અને ગર્ભાવસ્થા પછી ઘણી વખત એવું બને છે કે તેમનું વજન થોડું વધારે વધી જાય છે. એવું જોવામાં આવ્યું છે કે મોટાભાગની ગૃહિણીઓને વજન ઓછું કરવા માટે જીમમાં જવાનું કે કસરત અને યોગ કરવાનું પસંદ નથી હોતું.

તો આવી સ્થિતિમાં આપણા મનમાં પ્રશ્ન આવે છે કે કસરત અને યોગ વગર બીજું શું કરી શકાય? તો ચાલો અમે તમને જણાવી દઈએ કે આવી સ્થિતિમાં તમારે વધારાની કાળજી લેવી જરૂરી છે અને આ કામમાં ડાઇટ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

શું ખરેખર ગૃહિણીઓ કસરત કે યોગા કર્યા વગર તેમનું વજન ઘટાડી શકે છે અને વજન ઘટાડવા માટે તેમણે કયો ડાયટ પ્લાન અપનાવવો જોઈએ? તો આ વિશે જાણવા માટે, ગૃહિણીઓએ એક સરળ અને મૂળભૂત ડાઈટ પ્લાન અનુસરવાનો છે. જો તમે પણ આ ડાયટ પ્લાનને ફોલો કરશો તો, તમે જીમમાં પરસેવો પાડ્યા વગર વજન ઝડપથી ઓછું કરી શકો છો. તો ચાલો જાણીએ કયો છે આ ડાયટ પ્લાન.

દિવસની શરૂઆત : જેવા તમે ઘરના લોકો માટે નાસ્તો બનાવવા માટે તમે રસોડામાં વ્યસ્ત થાઓ તે પહેલાં તમારે તમારા દિવસની શરૂઆત હૂંફાળા પાણી અને લીંબુના રસથી કરવી જોઈએ. આ તમને દિવસભર હળવાશનો અનુભવ કરાવશે અને સમય જતાં તમને થોડો ઇંચ ઘટાડવામાં પણ મદદ કરશે.

સવારનો નાસ્તો : જો તમને બ્લડ પ્રેશરની સમસ્યા નથી તો તમારા નાસ્તામાં એક પ્લેટ પૌઆ, ઉપમા અને બદામની સાથે બ્લેક કોફી ડાયટમાં લઇ શકો છો. જો તમે ઈચ્છો તો તમે નાસ્તામાં બાફેલા 2 ઈંડા અને ટોસ્ટ પણ લઈ શકો છો.

બપોરનું ભોજન (લંચ) : ઘરમાં બનેલું ખાવાનું એટલે કે ભારતીય ખોરાક કરતાં વધારે સારું બીજી કોઈ ભોજન નથી. લંચમાં ભાત, તુવેરની દાળ, સરસવના તેલમાં રાંધેલા લીલા શાકભાજી , દહીં અને તાજા સલાડ જેવું વસ્તુઓ ખાઈ શકો છો.

સાંજનો નાસ્તો : ભારતીય લોકોનો માટે આ પરંપરાગત રીતે ચાલ્યું આવે છે કે સાંજના સમયે નાસ્તો જોઈએ જ, તો સાંજે જ્યારે પણ તમને ભૂખ લાગે ત્યારે તમે ગ્રીન ટી, શેકેલા મખાના અથવા ચણા સાથે તાજા ફળો ખાઈ શકો છો.

રાત્રિભોજન : તમે એવો પ્રયત્ન કરો કે રાત્રે 8 વાગ્યા પહેલા તમે ખાઈ લો. એ પણ ધ્યાન રાખો કે રાત્રિભોજનમાં કાર્બ્સ ઓછામાં ઓછું હોવું જોઈએ. જો તમે ઈચ્છો તો પ્રોટીન શેક અને શેકેલું પનીર સાથે હળવા તેલમાં ફ્રાઈ લીલા શાકભાજી લઈ શકો છો.

આ સાથે તમારી પાચન તંત્રને આરામ આપવા માટે દરરોજ 8-9 ગ્લાસ પાણી પીવો. પાણી તમારી પાચનતંત્રની સાથે ત્વચાને પોષણ આપે છે અને તેને હાઇડ્રેટ રાખે છે. આખો દિવસ વ્યસ્ત રહયા પછી તૈયાર ડબ્બાબંધ સૂપ તમારા માટે આરોગ્યપ્રદ ડાયટપ્લાન બની શકે છે, પરંતુ સાવચેત રહો અને હંમેશા આવા ખોરાકને ટાળવાનો પ્રયાસ કરો અને ફક્ત ઘરે બનાવેલી તાજી વસ્તુઓ જ ખાઓ.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા