weight loss exercise for housewife
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

મોટાભાગની ગૃહિણીઓ ઘરની જવાબદારીઓમાં એટલી બધી ડૂબી જાય છે કે તેઓ નિયમિત કસરત કરવામાં આળસ અનુભવે છે. આ આળસ તેમના શરીર પર ખરાબ અસર કરી શકે છે અને તેમનું વજન પણ વધવા લાગે છે. જ્યારે કસરત કરવાની વાત આવે ત્યારે શિસ્તબદ્ધ રહેવું મહત્વપૂર્ણ છે.

પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર યાસ્મીન કરાચીવાલા પાસે એક ઉપાય જણાવે છે. તેઓ કેટલાક સરળ વર્કઆઉટ્સનો એક વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે જે કોઈપણ ગૃહિણી જ્યારે પણ અને જ્યાં પણ સમય મળે તે કરી શકે છે.

કસરત કરવા માટે સમય નથી મળતો? સારું, હું તમને થોડું સિક્રેટ જણાવવા જઈ રહ્યો છું. તમારે વજન ઘટાડવા, શક્તિ વધારવા અને તમારા એકંદર સ્વાસ્થ્યને સુધારવા માટે અઠવાડિયામાં કલાકો સુધી કસરત કરવાની કોઈ જરૂર નથી.

વાસ્તવમાં, તમે માત્ર 15 મિનિટમાં ફુલ બોડી વર્કઆઉટ કરી શકો છો અને તેને કરવા માટે તમારે જિમ જવાની પણ કોઈ જરૂર નથી. ઘણી કસરતો એવી હોય છે જે આખા શરીરના સ્નાયુ જૂથો પર કામ કરે છે, જેથી તમે થોડી કસરત કરીને પણ વધારે ફાયદા મેળવી શકો છો.

આ 15-મિનિટના શારીરિક વર્કઆઉટમાં 5 અસરકારક કસરતોનો સમાવેશ કરેલો છે જે ફક્ત તમારા હાથ, પગ અને મુખ્ય સ્નાયુઓને જ મજબૂત બનાવતી નથી, પરંતુ તે તમારા આખા શરીરના દરેક અંગો માટે ફાયદો પહોંચાડે છે.

વીડિયો શેર કરીને તેઓ જણાવે છે કે, ‘શરૂઆત કરનારાઓ 30 સેકન્ડ માટે આ કસરત કરી શકે છે, ત્યારબાદ 30 સેકન્ડ આરામ; મધ્ય કક્ષાના લોકો માટે 40 સેકન્ડ અને 20 સેકન્ડ આરામ અને જે લોકો દરરોજ કસરત કરે છે તેમના માટે 50 સેકન્ડ અને દરેક કસરત વચ્ચે 10 સેકન્ડનો આરામ લઇ શકે છે.

આ વર્કઆઉટ કોઈપણ વ્યક્તિ, ગમે તે જગ્યાએ અને કોઈપણ સમયે કરી શકે છે. આ વર્કઆઉટ્સ કરવા માટે તમારે કોઈ મોંઘા સાધનની પણ જરૂર નથી. આવો જાણીએ શું છે આ કસરત અને કેવી રીતે કરી શકાય. જુઓ નીચે આપેલો વિડિઓ.

જો તમારી પાસે સમય ન હોય તો આ કસરતો ગમે ત્યારે અને ગમે ત્યાં કરીને ઝડપથી વજન ઓછું કરો. તમે યાસ્મીનનો વીડિયો જોઈને તમે સરળતાથી કસરત કરી શકો છો. જો તમને અમારી આ જાણકારી જીવનઉપયોગી લાગી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા