weight loss tips while sleeping
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ખરાબ ખાણીપીણી અને ખરાબ જીવનશૈલીને કારણે માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક તણાવ પણ વધવાનું જોખમ વધી જાય છે, ઘણીવાર લોકોનું વજન અચાનક જ ઝડપથી વધી જાય છે, તેની પાછળનું મુખ્ય કારણ છે.લોકો ઘણીવાર એક જગ્યાએ બેસીને કલાકો સુધી કામ કરતા રહે છે.

જેના કારણે તેમનું વજન તો વધે જ છે સાથે જ પેટની ચરબી પણ વધવા લાગે છે. વધતા વજનથી પરેશાન થઈને તેઓ વજન ઘટાડવા માટે ડાયટિંગ શરૂ કરે છે, પરંતુ તેનાથી પણ પરિણામ મળતું નથી.

આવી સ્થિતિમાં જો તમે ઘરે બેસીને વજન ઘટાડવાનું વિચારી રહ્યા હોય તો તમે સૂતા પહેલા અથવા સુવાના સમયે આ સરળ ટિપ્સને અજમાવી શકો છો, તે વજન ઘટાડવામાં ખૂબ અસરકારક સાબિત થશે અને તમે ડાઈટ વગર વજન પણ ઓછું કરી શકશો.

જ્યારે તમે ગાઢ ઊંઘમાં હોવ છો ત્યારે તમે વજનને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકો છો, સૂતી વખતે ઘણી વાર શરીરમાં પાણીની ઉણપ જોવા મળે છે, એવામાં તમે વજનને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકો છો.

વજન ઘટાડવા માટે યોગ્ય રૂટિન ફોલો કરવું જરૂરી છે. યોગ્ય દિનચર્યાનું પાલન કરવાથી વજન નિયંત્રણમાં રહે છે અને પેટની ચરબી પણ દૂર થાય છે.

વજન ઘટાડવા માટે ગાઢ ઊંઘ જરૂરી છે : જો તમારે વજનને કાબૂમાં કરવું છે તો ગાઢ ઊંઘની જરૂર છે, ગાઢ ઊંઘ પણ ત્યારે જ આવે છે જ્યારે તમે એવા રૂમમાં સૂતા હોવ કે જેમાં અવાજો ના આવે જેના કારણે ઊંઘમાં ખલેલ પડે.

રૂમમાં લાઈટ પણ બંધ હોવી જોઈએ, જેથી તમે ગાઢ ઊંઘ મેળવી શકો છો, આ તમામ ટિપ્સ અપનાવીને ગાઢ ઊંઘ મેળવી શકો છો. જો તમે દરરોજ સારી રીતે સૂઈ જાઓ છો અને 8 કલાક સારી ઊંઘ લો છો તો તમારું વજનને ઘણા અંશે નિયંત્રણ કરી શકે છે.

જાણો સારી ઊંઘનો સમય શું છે તો તમારી ઊંઘ પણ પુરી થઇ સહજે અને તમે વજનને પણ કંટ્રોલ કરી શકો, તો તમારે ઓછામાં ઓછા 8 કલાકની ઊંઘ લેવી જોઈએ. અનિંદ્રાની સમસ્યાથી પણ વજન વધી શકે છે.

જાણો વજન ઓછું કરવા અને સારી ઉંઘ લેવા માટે શું ખાવું : માત્ર એવો ખોરાક ખાવાનો પ્રયત્ન કરો જે હલકો હોય. હલકો ખોરાક ઝડપથી પચી જાય છે, હળવો ખોરાક ખાવાથી તમારી પાચનતંત્ર વધુ કામ નહીં કરવું પડે, કારણ કે તેને પચવામાં વધુ સમય લાગતો નથી. આ સાથે, સૂતા પહેલા કેફીનયુક્ત વસ્તુઓ જેમ કે ચા, કોફીનું સેવન ના કરો.

રાત્રે જમ્યા પછી તરત જ ક્યારેય ન ઊંઘશો : જો તમે જમ્યા પછી તરત જ સૂઈ જાઓ તો સ્વાસ્થ્યને ઘણી સમસ્યાઓ થઇ શકે છે, તરત સુઈ જવાથી તેની અસર પાચનક્રિયા પર પણ પડે છે, તેથી રાત્રે જમ્યા પછી લગભગ 10 મિનિટ ચાલો, પછી પથારીમાં સુવા જાઓ.

ઉપર જણાવેલી માહિતી મુજબ જો તમે દરરોજ 8 કલાક સારી ઊંઘ નથી લેતા તેનાથી તમારું વજન અને ચરબી બંને વધે છે. તો તમે પણ સારી ઊંઘ લઈને વજન નિયંત્રણ કરી શકો છો. આવી જ માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાવવાનું ભૂલશો નહીં.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા