આજની વ્યસ્ત દિનચર્યામાં કોઈની પાસે એટલો સમય નથી કે તેઓ જીમમાં 2 કલાક વર્કઆઉટ કરી શકે. પરંતુ વજન ઓછું કરવા માટે જ્યારે ડાયેટિંગની વાત આવે છે ત્યારે તે કરવું પણ એટલું સરળ નથી હોતું. આપણામાંના મોટાભાગના લોકો આપણા ફિટનેસ મેળવવા અને વજન ઓછું કરવાના ચક્કરમાં વચ્ચેથી જ છોડી દે છે.
અથવા જો ડાયેટિંગ કર્યા પછી વજન ઓછું થઇ જાય છે ત્યારે પણ ફરીથી તે જ વસ્તુઓ ખાવાનું શરુ કરે છે અને વજન ફરી વધી જાય છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને અમે આ લેખમાં તમારા કેટલીક એવી ટિપ્સ લઈને આવ્યા છીએ, જેને અપનાવીને તમે ડાયટિંગ વગર વજન ઘટાડી શકો છો.
1. ખાંડ ઓછી ખાઓ
જો તમે ખાંડ સંપૂર્ણપણે ખાવાનું નથી છોડી શકતા તો તેને ધીમે ધીમે ઓછું કરવાનો પ્રયાસ કરો. ખાંડમાં એન્ટિ-કેલરી ખુબ જ વધારે હોય છે (એન્ટિ-કેલરી એટલે ખાંડ, મૈંદા, તેલ અને ઘીમાંથી મળતી કેલરી), જે મેટાબોલિઝમ ધીમું કરી નાખે છે, જેનાથી મોટાપો વધે છે અને હૃદયના રોગો થવાનો ખતરો વધી શકે છે.
2. વધુ પ્રોટીનનું સેવન કરો
વજન ઓછું કરવાનું વિચારી રહયા છો તો તમારા આહારમાં પ્રોટીનનું વધારે માત્રામાં સેવન કરો. આ માટે તમે તમારા રોજિંદા આહારમાં કઠોળ, ઈંડા, ચીઝ અને સોયા પ્રોડક્ટ્સ ખાઈ શકો છો. પ્રોટીનનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને ખાવાની ઈચ્છાને પણ અટકાવે છે.
3. દરરોજ ચાલો
તમે વજન ઘટાડવાના રૂટિનમાં દરરોજ ઓછામાં ઓછા 45 મિનિટ ચાલો. જો તમારી પાસે 45 મિનિટ ચાલવાનો સમય ના હોય તો સવારે અને સાંજે 30 મિનિટ ચાલવા જાઓ. ચાલવાથી મેટાબોલિઝમ વધે છે અને શરીરમાં ચુસ્તી આવે છે. વજન ઓછું કરવાનો સારો મંત્ર છે કે જમ્યા પછી ઓછામાં ઓછા 1000 ડગલાં ચાલો.
4. ફાઈબરથી ભરપૂર ખોરાક લો
ફાઈબર શરીરમાંથી કોલેસ્ટ્રોલને દૂર કરવામાં મદદ કરે છે. આંતરડાની સફાઈ કરે છે અને તેને ખાવાથી લાંબા સમય સુધી ભૂખ પણ નથી લાગતી. જો તમે પણ વજન ઓછું કરવાની ડાયટ પ્લાન ફોલો કરો છો તો ખોરાકમાં ફાઈબર લેવું ખૂબ જ જરૂરી છે. આ માટે ફળો અને શાકભાજી, ચિયા સીડ્સ વગેરે લો.
5. ખોરાક ચાવીને ખાઓ
ખોરાક ખાતી વખતે એક કોરિયાને 15-18 વખત ચાવીને ખાવો જોઈએ. આમ કરવાથી ખોરાક સરળતાથી પછી જાય છે અને તેમાં રહેલી કેલરીની માત્રા પણ ઘટે છે. સંશોધન મુજબ જે લોકો ખોરાક ચાવીને ખાતા નથી તેમનું વજન વધારે હોય છે.
6. જ્યુસ અને સોડાનું સેવન ના કરો
આ બંને વસ્તુમાં ખાંડ, કૃત્રિમ સ્વાદ અને રંગો મિક્સ કરવામાં આવે છે. તેમાં empty કેલરી હોય છે. આ જ્યુસ અને સોડા મેટાબોલિજ્મને નુકસાન પહોંચાડે છે અને વજન વધારવામાં મદદ કરે છે.
7. તેલ ઓછું ખાઓ
સામાન્ય રીતે એક મહિનામાં 900 મિલીથી વધારે તેલનું સેવન ના કરવું જોઈએ. તેથી જો તમે વજન ઓછું કરી રહયા છો તો તમે કેટલા તેલનો વપરાશ કરો છો તેના પર નજર રાખો.
8. પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો
જો તમારે વજન ઓછું કરવું છે તો તમારું પહેલું સ્ટેપ છે કે દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીવું. પાણી તમને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે અને મેટાબોલિઝમ પણ વધારે છે. પાણી શરીરમાં એકઠા થયેલા ઝેરી તત્વોને બહાર કાઢે છે અને વોટર રિટેનશનથી પણ બચાવે છે.