શું તમે તમારા વધતા વજનથી સતત પરેશાન છો અને વજન ઘટાડવા માટેના ઘરેલુ ઉપાયો શોધી રહયા છો તો હવે ચિંતા કરશો નહીં કારણ કે આજે અમે તમને એવી કેટલીક ટિપ્સ જણાવીશું જેને અપનાવીને તમે તમારું વજન ફક્ત 3 દિવસમાં 1 કિલો ઘટાડી શકો છો.
આજે આપણે ખોટી ખાણીપીણીની આદતો, ખરાબ જીવનશૈલીના કારણે મોટાપાનો શિકાર બની રહયા છીએ. મોટાપા તમારા વ્યક્તિત્વને બગાડે છે અને સાથે સાથે ડાયાબિટીસ, સાંધાનો દુખાવો, બ્લડપ્રેશર અને કિડની જેવી અનેક બીમારીઓનો શિકાર બનાવે છે.
તેથી જ આપણે વજન ઓછું કરવા પાછળ વિચારવું જોઈએ. જોકે ઘણી સ્ત્રીઓ સ્થૂળતા ઘટાડવા માટે જીમમાં જઈને કલાકો સુધી કસરત પણ કરે છે અને કેટલીક સ્ત્રીઓ ડાયટપ્લાન ને ફોલો કરે છે, કેટલીક સ્ત્રીઓ સપ્લીમેન્ટ્સનો સહારો લે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારી દિનચર્યામાં થોડો ફેરફાર કરીને તમે ઝડપથી વજન ઓછું કરી શકો છો.
આ લેખમાં અમે તમને સરળ ટિપ્સ વિશે જણાવીશું, જેની મદદથી તમે 3 દિવસમાં 1 કિલો વજન ઓછું કરી શકો છો. વજન ઓછું કરવું એટલું મુશ્કેલ કામ નથી જેટલું આપણે તેને માની લઈએ છીએ. જો તમે અહીં આપેલી ટિપ્સને સારી રીતે ફોલો કરશો તો 3 દિવસમાં તમે તમારા વજનમાં ખૂબ જ સરળતાથી તફાવત જોઈ શકશો.
ગરમ પાણી પીવો :
ગરમ પાણી પીવાથી ઝડપથી વજન ઉતારી શકાય છે. જ્યારે તમે ગરમ પાણી પીવો છો ત્યારે તે શરીરમાં જમા થયેલી ચરબી દૂર કરે છે. જેના કારણે તમારું વજન ઓછું થવા લાગે છે અને શરીરને ડિટોક્સ કરવા માટે ગરમ પાણી પીવું ખૂબ જરૂરી છે. જ્યારે તમારું શરીર ડિટોક્સિફાય થશે ત્યારે તો મેટાબોલિઝમ વધવા લાગશે અને તમે પાતળા થવા લાગશો.
દરરોજ કસરત કરો : વજન ઘટાડવા માટે ડાયટની સાથે એક્સરસાઇઝ કરવી પણ એટલી જ જરૂરી છે. ચરબી બર્ન કરવા માટે શરીરને સક્રિય રાખવું જોઈએ. તમારે કસરત કરવા માટે જીમમાં જઈને પરસેવો પાડવાની જરૂર નથી, તમે ઘરે ચાલીને, જોગિંગ કરીને અથવા સીડીઓ ચઢીને તમારી ચરબી બર્ન કરી શકો છો.
કસરત કરતાં વધારે મહત્ત્વની બાબત એ હોય છે કે તમે વર્કઆઉટ કેવી રીતે કરી રહયા છો. જ્યારે તમે નાની-નાની કસરતો કરો છો અને વચ્ચે-વચ્ચે સરળ કસરત કરો છો તે સૌથી વધુ ફાયદો થાય છે કારણ કે શરીરને વચ્ચે-વચ્ચે ફ્રેશ થવા માટે પૂરતો આરામ પણ જોઈએ છે.
ખાંડ ખાવાનું ટાળો : વજન ઘટાડવા માટે ખાંડવાળી વસ્તુઓ ખાવાનું ટાળો. સ્થૂળતા ઘટાડવા માટે ખાંડમાંથી બનેલી મીઠાઈઓ અને ચોકલેટ્સથી દૂર રહો કારણ કે તે તમારા શરીરના ચયાપચયને ધીમું કરે છે. આ સિવાય કૃત્રિમ સુગર ધરાવતી કોઈ પણ વસ્તુને ખાવાનું ટાળો. કારણ કે તેનાથી વજન તો વધે છે અને બીજી તરફ આવી વસ્તુઓ મીઠાઈની લાલસા વધારવાનું કામ કરે છે.
પ્રોટીન લો : ચરબી ઓછી કરવા માટે પ્રોટીન મહત્વની ભૂમિકા ભજવે છે. પ્રોટીન શરીરને યોગ્ય આકારમાં લાવવાનું કામ કરે છે. પ્રોટીનની વધુ માત્રા લેવાથી શરીરમાં મેટાબોલિઝમ વધે છેઅને પ્રોટીનનું સેવન કરવાથી પેટ ભરેલું રહે છે
પેટ ભરેલું લાગવાને કારણે, તમને જલ્દી ભૂખ નથી લાગતી અને વારંવાર ખાવાની ઈચ્છા ઓછી થઇ જાય છે. તે ઘણા પ્રકારના વજનને નિયંત્રિત કરતા હોર્મોન્સમાં પણ ફેરફાર કરે છે. જો તમે નોન-વેજ નથી ખાતા તો પ્રોટીન માટે પનીર, દહીં, કઠોળ અને રાજ વગેરે વસ્તુઓ ખાઈ શકો છો
ગ્રીન ટી લો : ગ્રીન ટી થી શરીરનું મેટાબોલિઝમ વધારીને વજન ઓછું કરી શકાય છે. જો તમે ચરબીને ઝડપથી ઘટાડવા માંગતા હોય તો આ માટે દિવસમાં બેથી ત્રણ વખત ગ્રીન ટી લો. પેટની ચરબી અને વજન ઘટાડવા માટે ગ્રીન ટીને સૌથી સરળ અને અસરકારક ઉપાય છે.
જે મહિલાઓ લગ્ન પછી ઘરે જ રહે છે અને પહેલા જેવી આકર્ષક ફિગર હવે નથી, તેઓ માટે એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર આ સારો વિકલ્પ બની શકે છે.જો તમે પણ ઝડપથી વજન ઓછું કરવા માંગો છો તો આ ઉપર જણાવેલી ટિપ્સને ફોલો કરો અને પછી જુઓ અદ્ભુત ફેરફાર.
Comments are closed.