આજે પણ આપણા માતા-પિતા અને દાદા-દાદીને રોજ સવારે ચા સાથે અખબાર વાંચવા જોયા હશે. શું તમે જાણો છો કે છાપુંનું જીવન શું હોઈ શકે? તમને જણાવી દઈએ કે કોઈપણ ન્યુઝ પેપરનું જીવન તેને વાંચીને પૂરું થઈ જાય છે. ન્યૂઝ પેપરનું મૂલ્ય વધુમાં વધુ દોઢથી બે કલાક હોઈ શકે છે. આ સ્થિતિમાં, તમે છાપાને શું કરશો, તેને ભેગા કરીને પસ્તીમાં વેચશો અથવા તેને કબાટમાં મૂકીને વસ્તુઓ મુકશો. આ લેખમાં, અમે તમને છાપાનો વધુ સારી રીતે ઉપયોગ કરવાની કેટલીક રીતો જણાવીશું, જેથી તમે અખબારને ફેંકવાને બદલે તેનો ફરીથી ઉપયોગ કરી શકો.
ફ્રીજની દુર્ગંધથી છુટકારો મેળવવા માટે
ડુંગળી કે શાકભાજીને ખુલ્લામાં રાખવાથી થોડા કલાકોમાં જ, ફ્રિજમાંથી વિચિત્ર દુર્ગંધ આવવા લાગે છે. આવી સ્થિતિમાં તમે આ ન્યૂઝ પેપરનો ઉપયોગ કરીને ફ્રિજની દુર્ગંધને દૂર કરી શકો છો.
સામગ્રી
- 3 પેજ – અખબાર
- 2- ગ્લાસ પાણી
- 2 ચમચી મીઠી સોડા
- એક વાટકી
રીત
સૌથી પહેલા એક બાઉલ લો, હવે તેમાં બે ગ્લાસ પાણી અને મીઠો સોડા મિક્સ કરો. જ્યારે તે ઓગળી જાય ત્યારે તેમાં એક પછી એક છાપાના પેપર પલાળી દો અને હાથથી ગોળ બોલ બનાવો. આ પેપર બોલ્સને ફ્રિજ અને કબાટના જુદા જુદા ખૂણામાં રાખો. આ કાગળના બોલ થોડા કલાકોમાં વિચિત્ર ગંધને શોષી લેશે.
લીલા પાંદડા અને સાગને સ્ટોર કરવા માટે
તમે ન્યૂઝ પેપરથી, લીલી ડુંગળી – લસણ, કોથમીર, ફુદીનો સ્ટોર કરી શકો છો, તેનાથી તે અઠવાડિયાના પંદર દિવસ સુધી તાજી રહેશે. જ્યારે પણ તમે બજારમાંથી લીલોતરી અને પાંદડાવાળી શાકભાજી ખરીદો ત્યારે તેને યોગ્ય રીતે કાપીને સાફ કરી લો અને તેને કાગળમાં સારી રીતે લપેટીને રબરથી બાંધી લો.
રોટલી વનતી વખતે
રોટલી વણતી વખતે, દરેક વ્યક્તિ રોટલીને રોલ કરવા માટે પાટલાનો (ઓરસિયો) ઉપયોગ કરે છે અને દરરોજ રોટલી રોલ કરતી વખતે આ લોટ અને રોટલી નીચે પડી જાય છે. આવી સ્થિતિમાં, કણકને પડતા અટકાવવા માટે, ચકલાની (પાટલાની) નીચે એક છાપું ફેલાવો અને પછી રોટલી વણવાનું શરુ કરો.
વધેલું ખાવાનું એકઠું કરવા માટે
ઘણીવાર તમે જોયું હશે કે જ્યારે પણ બાળકો કઈ પણ ખોરાક ખાય છે, ત્યારે તેમની થાળીમાં ખોરાક બચે છે, જે આપણે ઘણીવાર સિંકમાં ફેંકી દઈએ છીએ. સિંકમાં આ ખોરાક ફેંકવાથી સિંક બ્લોક થવાની શક્યતા વધી જાય છે. આ સ્થિતિમાં, ન્યુઝ પેપરની મદદથી થાળીમાં બચેલા ખોરાકને લપેટીને અને તેને સાફ કરીને કચરાપેટીમાં નાખો.
આ પણ વાંચો : તમારી રોટલી પણ સોફ્ટ અને ફૂલેલી ગોળ દડા જેવી બનશે, બસ લોટમાં આ 3 વસ્તુ ઉમેરીને બાંધી લો કણક
તમે રસોડામાં અન્ય ઘણી વસ્તુઓ માટે પણ છાપાનો ઉપયોગ કરી શકો છો. તમને આ ટિપ્સ કેવી લાગી અને તમે કઈ ટીપ્સનો ઉપયોગ કર્યો તે કમેન્ટ કરીને અમને જરૂર જણાવો. જો તમને આ લેખ ગમ્યો હોય તો લાઈક કરો અને શેર કરો અને આવી ટિપ્સ જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.