આપણા દાંત ફક્ત ખોરાક ચાવવા માટે ઘણું કામ કરે છે પરંતુ તે આપણા પર્સનાલિટીનો પણ એક મોટો ભાગ પણ છે. જો દાંત પીળા કે કાળા હોય તો ઘણી વખત લોકોની સામે વાત કરતા પણ શરમ આવે છે. તેઓ સ્વચ્છતાના સંદર્ભમાં સારું નથી.
ઘણા લોકો દાંતને સફેદ કરવા માટે ડેન્ટિસ્ટનો પાસે જવાનું વિકલ્પ પસંદ કરે છે, પરંતુ તે માટે પૈસા ખર્ચવા પડે છે. આપણા દાંતને કેમિકલથી બ્લીચ કરવું કે પછી તેની સફેદી માટે ઘણા પૈસા ખર્ચવા એ ઘણા લોકોની આદત છે. પરંતુ શું તમે જાણો છો કે આ દાંતનો રંગ પીળો થવાનું કારણ શું છે?
આનું કારણ આપણી જીવનશૈલી અને આપણી ખાવાની આદતો છે. આવા ઘણા ખાદ્યપદાર્થો છે જે આપણા દાંતનો રંગ ખરાબ કરવાનું કામ કરે છે અને તેના કારણે માત્ર દાંત પીળા જ નથી થતા પણ ઘણા કિસ્સાઓમાં કાળા, ભૂરા અને રંગ વગરના પણ દેખાય છે.
1. બ્લેક કોફી : કોફી હંમેશા દાંત માટે હાનિકારક હોય છે, જો કે બ્લેક કોફીના ફાયદા પણ છે, પરંતુ તેના ગેરફાયદા પણ ઘણા છે. આવી સ્થિતિમાં જો તમને લાગે છે કે દાંતનો રંગ ફીકો પડી રહ્યો છે તો તમારે તેને પીવાનું બંધ કરી દેવું જોઈએ અથવા તમારે તેને પીવાનું ઓછું કરવું જોઈએ
2. ચા : તમારામાંથી ઘણા લોકોને દિવસ માં 7/8 વાર ચા પીવે છે, પરંતુ નિયમિત રીતે ચા પીવાથી તમારા દાંતની ચમક ઓછી થાય છે. બ્લેક ટી પીવાનું ટાળો અને તેના બદલે ગ્રીન ટીનો ઉપયોગ કરો. હર્બલ ટી કોઈપણ રીતે સ્વાસ્થ્ય માટે સારી હોય છે અને તે હેલ્દી વિકલ્પ છે.
3. રેડ વાઇન : જો તમે એવા લોકોમાંથી એક છો જેને વાઇન પીવાનું ખુબ જ પસંદ છે, તો કદાચ તમને આ માહિતી ગમશે નહીં. રેડ વાઇન દાંતમાં રફ સ્પોટ્સ અને ડિસ્કલરેશન (વિકૃતિકરણનું) કારણ બને છે. આનાથી દાંતના વચ્ચેના ભાગમાં કાળાશ વધે છે.
4. કોલા : કોલ્ડ ડ્રિન્ક, સોફ્ટ ડ્રિંક્સ , ડાર્ક સોડા, ડાયેટ સોડા વગેરે પેટ માટે તો ખરાબ હોય જ છે, પરંતુ તે દાંત માટે પણ ખરાબ હોય છે. તેમનો રંગ સ્ટેનિંગ એટલે કે ડાઘવાળો છે અને તેના કારણે તે દાંત માટે ખરાબ છે.
5. તમાકુ : તમે તે લોકોનો મોં જોયું જ હશે જે તમાકુ ખાય છે. મોં અને દાંત પર ડાઘ પડવા માટે સૌથી મોટો ભાગ ભજવે છે. આ કોઈપણ પ્રકારના તમાકુ ખાવાથી સાથે થઈ શકે છે. આ સિવાય જે લોકો સિગારેટ પીવે છે તેમના દાંત અને હોઠ કાળા પડી શકે છે.
6. સોયા સોસ : સ્વાદ માટે ઉમેરવામાં આવતો સોયા સોસ અને આવા જ બીજા સોસ પણ દાંતની ચમક ઓછી કરવાનું કામ કરે છે. સોયા સોસ કાળા રંગને કારણે તેની અસર દાંત પર વધુ જોવા મળે છે.
જો તમે દાંતના રંગને દૂર કરવા માંગો છો તો આ વસ્તુઓથી દૂર રહો. દરેક વસ્તુ ખાધા પછી મોં સાફ કરો, અહીં વાત બ્રશ કરવાની નથી પણ કોગળા કરવાની છે. જો તમને દાંત સંબંધિત કોઈ મોટી સમસ્યા હોય તો ડૉક્ટરનો સંપર્ક કરો. જો તમને આ લેખ ગમ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.